IPL 2022 Auction : RCB, KKR અને પંજાબ કિંગ્સને મળ્યો તેનો કેપ્ટન, જાણો કોને મળશે ટીમની કમાન

IPL 2022 Mega Auction: કોલકાતા નાઈટ રાઈડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સે શ્રેષ્ઠ ખેલાડીઓ ખરીદ્યા છે અને તેની સાથે તેમના કેપ્ટન પણ નક્કી કરવામાં આવ્યા છે.

IPL 2022 Auction : RCB, KKR અને પંજાબ કિંગ્સને મળ્યો તેનો કેપ્ટન, જાણો કોને મળશે ટીમની કમાન
Royal Challengers Bangalore Kolkata Knight Riders and Punjab Kings pick captainsImage Credit source: TWITTER
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 14, 2022 | 10:03 AM

IPL 2022 Mega Auction: બેંગ્લોરમાં ચાલી રહેલી IPL 2022 ની હરાજી સમાપ્ત થઈ ગઈ છે. તમામ 10 ટીમોએ તેમની ટીમ પૂર્ણ કરી લીધી છે. આ હરાજી દરેક ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી કારણ કે દરેકને શરૂઆતથી સંતુલિત ટીમ બનાવવાની હતી. જેણે ટીમની સાથે સાથે તેના કેપ્ટન (captains)ને  પણ ખરીદવો પડ્યો હતો.

વાત પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વિશે થઈ રહી છે, જેમણે આઈપીએલ 2022ની હરાજીમાં ખેલાડીઓની સાથે પોતાના કેપ્ટનની ખરીદી કરી છે.આઈપીએલ 2022ની હરાજી પહેલા તેના કેપ્ટન કેએલ રાહુલે પંજાબ છોડી દીધું હતું. કોલકાતાએ ઇયોન મોર્ગનને દુર કર્યો અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના વિરાટ કોહલીએ પોતે કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું.

ફાફ ડુ પ્લેસિસને બેંગ્લોરે ખરીદ્યો

બેંગ્લોરે તેમની ટીમમાં કેટલાક શ્રેષ્ઠ અનુભવી ખેલાડીઓને ઉમેર્યા છે અને તેમને તેમના કેપ્ટન પણ મળી ગયા છે. IPL 2022ની હરાજીમાં ફાફ ડુ પ્લેસિસને બેંગ્લોરે ખરીદ્યો છે, જે ટીમનો નવો કેપ્ટન બની શકે છે.ટીમના અન્ય એક ખેલાડી હર્ષલ પટેલે સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કબૂલ્યું છે કે ડુ પ્લેસિસ સુકાની પદની રેસમાં સૌથી આગળ છે કારણ કે તેણે લાંબા સમયથી દક્ષિણ આફ્રિકાનું નેતૃત્વ કર્યું છે અને તેની પાસે આઈપીએલનો ઘણો અનુભવ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ધવન સંભાળશે પંજાબની કમાન

IPL 2022ની મેગા હરાજી પહેલા, KL રાહુલે પંજાબ કિંગ્સ છોડી દીધી, જેની સાથે આ ટીમે તેનો કેપ્ટન પણ ગુમાવ્યો. જો કે પંજાબ કિંગ્સે પોતાના કેપ્ટનને હરાજીમાં ખરીદ્યો છે. શિખર ધવન પંજાબ કિંગ્સ સાથે જોડાયેલો છે, જે આ રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે. ધવન આઈપીએલની દરેક સિઝનમાં રન બનાવે છે અને તેનો બહોળો અનુભવ ચોક્કસપણે આ ટીમ માટે કામમાં આવી શકે છે. તે જ સમયે, તે ખેલાડીઓમાં પણ ખૂબ લોકપ્રિય છે

શ્રેયસ અય્યર બનશે KKRનો નવો કેપ્ટન

કોલકાતા નાઈટ રાઈડર્સ પણ આઈપીએલ 2022ની હરાજીમાં પોતાના કેપ્ટનની શોધમાં હતા. આ ફ્રેન્ચાઈઝીની શોધ પણ પૂરી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ઈયોન મોર્ગનની કેપ્ટનશીપ હેઠળ આ ફ્રેન્ચાઈઝીએ આઈપીએલ 2021ની ફાઈનલ રમી હતી પરંતુ કેપ્ટન પોતે ફોર્મમાં નહોતો. પહેલીવાર IPL ટીમને વિદેશી કેપ્ટન બનાવવાની આડઅસર જાણવા મળી હતી. આ વખતે એવું લાગી રહ્યું છે કે KKR દેશી કેપ્ટન બનાવવાની છે અને આ રેસમાં શ્રેયસ અય્યર સૌથી આગળ છે. અય્યરે દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું છે અને તેણે આ ટીમને પ્લેઓફ અને ફાઇનલમાં સ્થાન અપાવ્યું છે.

આ પણ વાંચો : UP Assembly Election 2022: સીએમ યોગીએ કહ્યું, દેશ શરિયતથી નહીં બંધારણથી ચાલશે, ગઝવા-એ-હિંદનું સપનું પૂરું નહીં થાય

g clip-path="url(#clip0_868_265)">