IPL 2026: RCB ના 3 એક્કા, આ ખેલાડીઓ બેંગલુરુને સતત બીજી વખત ચેમ્પિયન બનાવી શકે છે

IPL 2026 જ્યારે શરૂ થશે ત્યારથી જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પર દબાણ રહેશે, કારણ કે તે ગત વર્ષના ચેમ્પિયન છે અને કોઈ પણ રમતમાં ટ્રોફીને સફળતાપૂર્વક ડિફેન્ડ કરવી એ મુશ્કિલ હોય છે. રજત પાટીદારની કપ્તાનીમાં બંગ્લોરની ટીમ બીજી વાર ઇતિહાસ રચવાના ઈરાદાથી મેદાનમાં ઉરતશે. તેમની પ્રથમ મેચ 28 માર્ચે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાવાની છે. અહીં એવા ૩ ખેલાડીઓ પર નજર નાખો જે આ વખતે RCB માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

IPL 2026: RCB ના 3 એક્કા, આ ખેલાડીઓ બેંગલુરુને સતત બીજી વખત ચેમ્પિયન બનાવી શકે છે
Image Credit source: BCCI
| Edited By: | Updated on: Mar 26, 2026 | 3:09 PM

અહી જોવા જઈએ તો RCBમાં ઘણા એવા પ્લેયર છે જે તેમના પોતાના દમે મેચ જીતાડવાની ક્ષમતા રાખે છે. પરંતુ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીએ તો RCB માટે આ ત્રણ ખેલાડીઓ મહત્વના છે. આ ત્રણ ખેલાડીઓ એટલા માટે મહત્વના છે, કારણ કે તેમની પાસે અનુભવની સાથે સાથે દબાણમાં કઈ રીતે રમતને જીત સુધી લઈ જવી. સાથે સાથે આંતરરાષ્ટ્રીય મેચોનો પણ અનુભવ છે તેમની પાસે. RCB માટે આ ત્રણ ખેલાડી ગમે ચેન્જર સાબિત સાબિત તો થશે જ પરંતુ આ ખેલાડીઓ બેંગલુરુને સતત બીજી વખત પણ IPL ચેમ્પિયન બનાવી શકે છે.

વિરાટ કોહલી

સૌથી પહેલું અને મોટું નામ વિરાટ કોહલીનું જ છે, જેમને આ યુગના ‘સર્વગુણ સંપન્ન’ બેટ્સમેન કહેવા ખોટું નથી. તેઓ કોઈપણ પરિસ્થિતિમાંથી મેચ જીતાડવાનું જાણે છે, પછી ભલે તે ઓપનિંગમાં ઝડપી શરૂઆત અપાવવાની વાત હોય, મિડલ ઓવરોમાં સ્કોરબોર્ડને ગતિ આપવાની હોય કે ડેથ ઓવર્સમાં મેચ ફિનિશ કરવાની હોય. IPL 2025માં તેમણે આઠ અર્ધશતકીય ઇનિંગ્સ સાથે 657 રન બનાવ્યા હતા. પોતાની પૂરી કરિયરમાં તેઓ 8,661 રન બનાવી ચૂક્યા છે અને તેઓ ફરીથી 2016 જેવું પ્રદર્શન દોહરાવવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે તેમણે 973 રન ફટકારી દીધા હતા. આ આજે પણ કોઈપણ એક સીઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે.

ફિલ સોલ્ટ

ઈંગ્લેન્ડના તોફાની ઓપનિંગ બૅટ્સમેન ફિલ સોલ્ટે IPL 2025માં ઓપનર તરીકે દમદાર રમત બતાવી હતી. તેણે આખી સીઝનની 13 મેચમાં 403 રન બનાવ્યા હતા. T20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટ તેના માટે સારી નહોતી રહી. પરંતુ આઇપીએલમાં આવતાની સાથે જ તેની બેટિંગની ચર્ચાઓ થવા લાગી છે. આ એ ફિલ સોલ્ટ છે જેણે IPL 2025ની ક્વોલિફાયર મેચમાં પંજાબ કિંગ્સ વિરુદ્ધ 27 બોલમાં અણનમ 56 રન બનાવીને બેંગલુરુને જીત અપાવીને સીધા ફાઇનલમાં પહોંચાડી હતી.

વેંકટેશ અય્યર

વેંકટેશ અય્યર પર પણ બધાની નજારો હશે. તેના IPL કરિયરમાં પહેલી વાર કોલકાતા નાઇટ રાઇડર્સ નહીં પણ બીજી ટીમ માટે રમશે. બેંગલુરુની ટીમે મિની ઓક્શનમાં અય્યરને 7 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. RCBની ટીમને જોતા અય્યરને મિડલ ઓર્ડરમાં જ કોઈ ભૂમિકા આપવામાં આવશે. અય્યર પોતાની 62 મેચોની આઈપીએલ કરિયરમાં 1,468 રન બનાવી ચૂક્યા છે અને આ વખતે RCB માટે તે ખૂબ મોટા ‘એક્સ-ફેક્ટર’ સાબિત થઈ શકે છે.

IPL 2026: ક્રિકેટનો માઉન્ટ એવરેસ્ટ, વિરાટના રેકોર્ડ્સ શું કાયમ માટે અકબંધ રહેશે ?

Follow Us