નાસભાગના પીડિતોને અપાશે સન્માન, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાયમ માટે ખાલી રખાશે 11 સીટો, જાણો સંપૂર્ણ કારણ …
IPL 2026 પહેલા બેંગલુરુના 'એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં' 11 સીટો હંમેશા ખાલી રાખવાનો નિર્ણય લીધો છે. આ પગલું 2025 માં RCB ના વિજય ઉજવણી દરમિયાન થયેલી નાસભાગમાં જીવ ગુમાવનારાઓની યાદમાં લેવામાં આવ્યું છે.

M Chinnaswamy Stadium 11 Seats empty : 4 જૂન, 2025 ના રોજ RCB 18 વર્ષમાં પોતાની પહેલી આઈપીએલ જીતની ઉજવણી કરી રહી હતી. 18 વર્ષમાં RCBની પહેલી આઈપીએલ ટ્રોફી જીતની ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને એસેમ્બલીની આસપાસ લાખો લોકો ભેગા થતાં નાસભાગ મચી હતી. જેના કારણે 11 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
RCB અને KSCA નો મોટો નિર્ણય
IPLની 19મી સીઝનની શરૂઆત પહેલા જ RCB અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) એ આ ઘટનાને યાદ કરવા માટે ભાવનાત્મક નિર્ણય લીધો છે. RCB-KSCA એ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક સ્મારક તકતી લગાવવાનો અને 11 સીટો હંમેશા ખાલી રાખવાનો નિર્ણય લીધો છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 સીટો રખાશે ખાલી
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ 11 સીટો નાસભાગમાં જીવ ગુમાવનારા 11 લોકોનું પ્રતિનિધિત્વ કરશે. સ્મારક તકતી સ્ટેડિયમના પ્રવેશદ્વાર પાસે મૂકવામાં આવશે. જેથી આ સ્થળ શ્રદ્ધાંજલિનું કાયમી પ્રતીક રહે. ઉપરાંત IPL મેચ પહેલા પીડિતોના નામ સ્ક્રીન પર બતાવવામાં આવશે અને એક મિનિટનું મૌન પણ પાળવામાં આવશે. જેમાં બંને ટીમો ભાગ લેશે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ બંધ થતાં પડી હતી મુશ્કેલી
2025 માં RCB ની જીત બાદ નાસભાગને જોતાં જસ્ટિસ જોન માઈકલ ડી’કુન્હા સમિતિએ સ્ટેડિયમને મોટા પાયે ઇવેન્ટ્સ માટે અસુરક્ષિત જાહેર કર્યું હતું. જેના કારણે અહીં મેચો કરાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું હતું. પરિણામે ICC મહિલા વર્લ્ડ કપ 2025 ની મેચો બેંગલુરુથી નવી મુંબઈ ખસેડવામાં આવી.
RCB એ IPL 2025 નો ખિતાબ જીત્યો
IPL 2025 ની ફાઇનલ મેચમાં RCB એ પંજાબ કિંગ્સને 6 રને હરાવી પ્રથમ વખત IPL નો ખિતાબ જીત્યો હતો.
Breaking News: IPL 2026ની પહેલી મેચની ટિકિટનું વેચાણ શરૂ, જાણો કેવી રીતે કરવું બુકિંગ, વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો