IPL 2026 પહેલા, BCCIએ ઓક્શનમાં અનશોલ્ડ રહેલા 1,307 ખેલાડીઓનું લિસ્ટ કર્યું તૈયાર, મળી શકે છે રમવાની તક
BCCI RAPP List : IPL 2026 માટે બીસીસીઆઈએ 1307 ખેલાડીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. આ એ ખેલાડી છે. જેમણે આઈપીએલ 2026ના ઓક્શનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. પરંતુ તેઓ ઓક્શનમાં અનશોલ્ડ રહ્યા હતા. પરંતુ આ RAPP Listશું છે. તેના વિશે વિસ્તારથી વાત કરીએ.

The RAPP sheet : 16 ડિસેમ્બર 2025ના અબુ ધાબુમાં યોજાયેલા આઈપીએલ ઓક્શનમાં જે ખેલાડીઓ અનશોલ્ડ રહ્યા. બીસીસીઆઈ તેમાંથી 1307 ખેલાડીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેમાં RAPP એટલે કે, રજિસ્ટર્ડ એવેલેબલ ખેલાડીઓનું પૂલ કહેવામાં આવે છે. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં RAPP શબ્દ ભલે એટલો ફેમસ નથી પરંતુ ઓક્શન પછી ફ્રેન્ચાઈઝી માટે ખુબ મહત્વપૂર્ણ છે. RAPPમાં સામેલ ખેલાડીઓને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે રમવાની તક મળી શકે છે.
શું છે RAPP?
RAPP એટલે કે, રજિસ્ટર્ડ એેલેબલ પ્લેયર પૂલમાં સામેલ એ ખેલાડીઓ હોય છે. જેમણે ઓક્શન માટે રજિસ્ટ્રેશન તો કરાવ્યું હતુ પરંતુ તેમણે નામ પરત લીધું ન હતુ. સરળશબ્દોમાં કહીએ તો બીસીસીઆઈએ તૈયાર કરેલું પૂલ એ માત્ર એ ખેલાડીઓથી થયું છે. જે આઈપીએલ 2026ના ઓક્શનમાં અનશોલ્ડ રહ્યા હતા.
RAPPમાં સામેલ આ વિદેશી ખેલાડીઓ
સ્ટીવ સ્મિથ,રીસ ટોપલી, જેમી સ્મિથ અને જોની બેયરસ્ટોએ ખેલાડીઓમાં સામેલ છે. જે ફ્રેન્ચાઈઝી માટે રિપ્લેસમેન્ટ તરીકે ઉપલબ્ધ થઈ શકે છે. તેનું નામ RAPP લિસ્ટમાં છે. ઈન્ટરનેશનલ વનડેમાં ભારતીય ટીમ માટે હંમેશાથી પરેશાનીનો સબુત રહેલા ડૈરિલ મિચેલનું નામ આ લિસ્ટમાં 98માં નંબર પર સામેલ છે. ડેરિલ મિચેલની બેસ પ્રાઈઝ 2 કરોડ રુપિયા છે. હાલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી વનડે સીરિઝમાં મિચેલને પ્લેયર ઓફ ધ સીરિઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.
આ ભારતીય ખેલાડીઓને મળ્યું સ્થાન
ભારતીય ખેલાડીમાં મયંક અગ્રવાલ, કે.એસ ભરત, દીપર હુડ્ડા, નવદીપ સૈની, ચેતન સાકરિયા, સંદીપ વારિયર અને ઉમેશ યાદવ જેવા નામ સામેલ છે. જેને 75 લાખ રુપિયાની બેસ પ્રાઈઝની સાથે બીસીસીઆઈએ RAPP લિસ્ટમાં સ્થાન આપ્યું છે.
BCCIના નિયમ અનુસાર કોઈ પણ ફ્રેન્ચાઈઝી ઓક્શનમાં નક્કી કરેલી કિંમત પર RAPPના કોઈ પણ ખેલાડીને સાઈન કરી શકતો નથી. ક્યારે RAPPમાં સામેલ ખેલાડીઓ કેટલીક ફ્રેન્ચાઈઝી નેટ બોલર તરીકે ઉપયોગ કરી શકે છે પરંતુ બીસીસીઆઈ ક્લિયર કરે છે કે, તે ખેલાડીઓ પર ફ્રેન્ચાઈઝીનો કોઈ અધિકાર નથી. ટુંકમાં કોઈ અન્ય ફ્રેન્ચાઇઝી તેને રિપ્લેસમેન્ટ તરીકે ઉમેરવા માંગે છે, તો તેઓ તેમ કરી શકે છે.
