AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“મારો પાર્ટનર તૈયાર છે!” અભિષેક શર્માએ સીઝન ઓપનર પહેલા જ ખોલ્યું ‘મોટું રહસ્ય’, શું ચિન્નાસ્વામીમાં કંઈક ખાસ થશે?

IPL 2026 ની પહેલી મેચ શરૂ થાય તે પહેલા જ મેદાનની બહાર ગરમાવો આવી ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદના તોફાની બેટ્સમેન અભિષેક શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ને એક મોટી ચેતવણી આપી દીધી છે. 28 માર્ચના રોજ રમાનારા આ મુકાબલા પહેલા અભિષેકે તેના ઓપનિંગ પાર્ટનર વિશે એક રસપ્રદ ખુલાસો કર્યો છે.

મારો પાર્ટનર તૈયાર છે! અભિષેક શર્માએ સીઝન ઓપનર પહેલા જ ખોલ્યું 'મોટું રહસ્ય', શું ચિન્નાસ્વામીમાં કંઈક ખાસ થશે?
| Updated on: Mar 22, 2026 | 8:41 PM
Share

SRHના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્માએ IPL 2026ની પ્રથમ મેચને લઈને RCBને ખુલ્લી ચેતવણી આપી દીધી છે. આ સાથે જ તેણે સીઝન ઓપનર મેચ પહેલા પોતાના ઓપનિંગ પાર્ટનર ટ્રેવિસ હેડ વિશે એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે. IPL 2026ના શિડ્યુલ મુજબ, SRH પોતાના અભિયાનની શરૂઆત વર્તમાન ચેમ્પિયન RCB સામેના ધમાકેદાર મુકાબલાથી કરશે. બંને ટીમો બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આમને-સામને ટકરાશે.

IPL 2026ની પ્રથમ મેચમાં ‘ઓરેન્જ આર્મી’ માટે અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે. આ દરમિયાન 28 માર્ચના રોજ રમાનારા આ મુકાબલા પહેલા અભિષેકે ‘હેડ’ વિશે એક મજેદાર ખુલાસો કર્યો છે. SRHના ફેન્સ મીટ પ્રોગ્રામમાં અભિષેકને પૂછવામાં આવ્યું હતું કે, IPLમાં રમવા માટે તેની સૌથી ફેવરિટ ટીમ કઈ છે? જેનો જવાબ આપતા અભિષેકે જણાવ્યું કે, આમ તો તેની કોઈ ખાસ ફેવરિટ વિરોધી ટીમ નથી પરંતુ તેના ઓપનિંગ પાર્ટનર ટ્રેવિસ હેડને RCB સામે રમવું ખૂબ જ પસંદ છે.

જૂનો હિસાબ હવે ચૂકતે થશે!

જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયાના તોફાની બેટ્સમેન ટ્રેવિસ હેડે તેની IPL કારકિર્દીની શરૂઆત RCB સાથે કરી હતી. વર્ષ 2016 અને વર્ષ 2017માં RCBનું પ્રતિનિધિત્વ કર્યા બાદ હેડ ઘણા સીઝન સુધી અનસોલ્ડ રહ્યો હતો. ત્યારબાદ તે વર્ષ 2024માં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં જોડાયો હતો.

સનરાઇઝર્સે વર્ષ 2024ના ઓક્શનમાં તેને પોતાની ટીમમાં એડ (Add) કર્યો અને ત્યારથી તે અત્યાર સુધી આ જ ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલો છે. ‘હેડ’ હવે SRH ટીમનો ખાસ ભાગ બની ગયો છે અને તેણે ટીમને ઘણી યાદગાર જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

RCB સામે ‘અદભૂત રેકોર્ડ’

આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટ્રેવિસ હેડનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. હેડે IPLમાં રોયલ ચેલેન્જર્સ સામે 120 રન બનાવ્યા છે, જેમાં એક સદીનો પણ સમાવેશ થાય છે. IPLમાં RCB સામે તેની એવરેજ 40ની છે, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 222.22નો જબરદસ્ત રહ્યો છે. RCB સામે હેડના રેકોર્ડને જોતા એવી આશા છે કે, IPL 2026ની પ્રથમ મેચમાં પણ તે આવું જ પ્રદર્શનનું પુનરાવર્તન કરશે.

2000 કે 3000 રન બનાવીશ! IPL 2026 પહેલા માત્ર 35 બોલમાં સદી ફટકારનાર બેટ્સમેને આપ્યું ‘મોટું નિવેદન’, જાડેજા પણ તેની વાત સાંભળી ચોંકી ગયો

Follow Us
લસુન્દ્રાની પાટીદાર દીકરીનું છુટુ કરવાના રબારી સમાજે 25 લાખ માગ્યા
લસુન્દ્રાની પાટીદાર દીકરીનું છુટુ કરવાના રબારી સમાજે 25 લાખ માગ્યા
ટ્રેડ એલર્ટ: યુદ્ધની આગમાં હોમાયો ગુજરાતનો વેપાર!
ટ્રેડ એલર્ટ: યુદ્ધની આગમાં હોમાયો ગુજરાતનો વેપાર!
રાજુલામાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ
રાજુલામાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી
પ્રિવેડીંગ જેવી બિનજરૂરી પ્રથા સામે પરસોત્તમ રૂપાલાએ કરી ટકોર - Video
પ્રિવેડીંગ જેવી બિનજરૂરી પ્રથા સામે પરસોત્તમ રૂપાલાએ કરી ટકોર - Video
ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલવર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે
ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલવર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે
Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!
Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!
ગુજરાતના ડાકોર મંદિર ઉપર પડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર
ગુજરાતના ડાકોર મંદિર ઉપર પડી ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર
રસ્સો તૂટતાં જહાજ બેકાબુ થયું , વીડિયો વાયરલ
રસ્સો તૂટતાં જહાજ બેકાબુ થયું , વીડિયો વાયરલ
દિવસભર સક્રિય રહેવાનો પ્રયાસ કરો, તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો
દિવસભર સક્રિય રહેવાનો પ્રયાસ કરો, તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો
g clip-path="url(#clip0_868_265)">