Breaking News : IPL 2025ની વચ્ચે આવ્યા મોટા સમાચાર, પહેલગામ આતંકવાદી હુમલા બાદ BCCIએ આ 2 વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ BCCI પણ એક્શન મૂડમાં જોવા મળી રહી છે. તમણે 4 મોટા નિર્ણય લીધા છે. જેમાં 2 વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ BCCIએ મોટું પગલું લીધું છે. તેમણે આઈપીએલ મેચ દરમિયાન 2 વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવાની સાથે 4 મોટા નિર્ણય લીધા છે. બીસીસીઆઈએ લીધેલા પગલાની સીધી અસર મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે 23 એપ્રિલના રોજ રમાનારી મેચ દરમિયાન જોવા મળશે. પહેલગામમાં 22 એપ્રિલના રોજ આંતકવાદી હુમલો થયો હતો. જેમાં ટૂરિસ્ટોને નિશાને બનાવવામાં આવ્યા હતા.
પહેલગામમાં હુમલા બાદ BCCIએ 2 વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો
BCCIએ જે 2 વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ મૂક્યો છે. તેમાંથી એક ચીયરલીડર્સનો ડાન્સ છે અને બીજું મેચ દરમિયાન કે મેચ પછી થતી આતાશબાજી પર છે.BCCIએ આ 2 વસ્તુઓ પર પ્રતિબંધ માત્ર 23 એપ્રિલના રોજ રમાનારી મુંબઈ અને હૈદરાબાદની મેચ માટે મૂક્યો છે. આ BCCI અને IPL માટે પહેલગામમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવાનો એક રીત છે.
BCCIએ આ મોટો નિર્ણય પણ લીધો
ચીયરલીડર્સ અને આતાશબાજી પર પ્રતિબંધ કર્યા સિવાય BCCIએ 2 મોટા નિર્ણય લીધા છે.જેની અસર મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાનારી મેચમાં જોવા મળશે. BCCIએ લીધેલા આ નિર્ણયથી ખેલાડી અને અમ્પાયર 23 એપ્રિલના રોજ રમાનારી મેચમા કાળી પટ્ટી બાંધી મેદાનમાં ઉતરશે. આ સિવાય મેચ પહેલા બંન્ને ટીમ એક મિનિટનું મૌન રાખશે.
પહેલગામમાં આતંકી હુમલામાં 26 ટૂરિસ્ટના મોત થયા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકિયોએ 22 એપ્રિલના રોજ ટૂરિસ્ટોને નિશાને બનાવ્યા હતા. આતંકીઓના આ હુમલામાં કુલ 26 ટુરિસ્ટના મોત થયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, હુમલા પહેલા આતંકી નકલી વર્દી પહેરી ફરી રહ્યા હતા. જેનાથી કોઈ પણ ટુરિસ્ટને આના પણ શંકા ગઈ ન હતી. પહેલગામમાં થયેલા આતંકી હુમલાની ચારેબાજુથી નિંદા થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે હુમલાના ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.
મુંબઈ અને હૈદરાબાદ માટે જીત કેમ મહત્વપૂર્ણ છે?
મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાનાર મેચની વાત કરીએ તો બંન્ને ટીમો વચ્ચે આ મેચ ખુબ મહત્વની છે. મુંબઈની ટીમ જો આ મેચ મોટા અંતરથી જીતે છે તો તેની પાસે ટોપ-4માં સ્થાન બનાવવાની તક હશે. તેમજ સનરાઈઝર્સ હૈદરાબાદ પોતાની સ્થિતિ મજબુત કરવા માટે કોઈ પણ તકે મુંબઈને હરાવવા મેદાનમાં ઉતરશે.
