IPL 2024 : રિષભ પંતે એવો શોટ માર્યો કે કેમેરામેન ઘાયલ થયો, જુઓ Video

|

Apr 25, 2024 | 11:50 AM

ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે વિસ્ફોટક બેટિંગ કરી 8 સિક્સ ફટકારી હતી. આ દરમિયાન એક સિક્સ કેમેરામેનને લાગતા તેઓ ઘાયલ થયા હતા.

IPL 2024 : રિષભ પંતે એવો શોટ માર્યો કે કેમેરામેન ઘાયલ થયો, જુઓ Video

Follow us on

રિષભ પંતે આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ વિરુદ્ધ રોમાંચક જીતમાં દિલ્હી કેપિટલ્સ માટે સૌથી વધુ અણનમ 88 રનની ઈનિંગ્સ રમી હતી. આ સાથે ટી 20 વર્લ્ડકપ 2024 ટીમમાં સિલેક્શનને લઈ તેની દાવેદારી વધુ મજબુત થઈ છે. પંતની વિસ્ફોટક બેટિગથી દિલ્હીએ 4 વિકેટમાં 224 રનનો સ્કોર બનાવ્યો હતો. જ્યારે પાવરપ્લે દરમિયાન 3 વિકેટ 44 રન હતા.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

 

4 રનથી દિલ્હીએ બાજી મારી

અક્ષર પટેલની સાથે મળી પંતે 113 રનની મહત્વની પાર્ટનરશીપ કરી હતી. જેમણે દિલ્હીને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. અક્ષર પટેલે 66 રનની ઈનિગ્સ રમી દિલ્હી કેપિટલ્સને મજબુત સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. ડેવિડ મિલરની વિસ્ફોટક 55 અને રાશિદ ખાનના ધમાકેદાર પ્રદર્શન બાદ ગુજરાતને 8 વિકેટ પર 220 રન પર દિલ્હીએ રોકી દીધી હતી. આ રોમાચંક મેચમાં 4 રનથી દિલ્હીએ બાજી મારી હતી.

 

 

એક શોટ કેમેરામેનને વાગ્યો

આ દરમિયાન પંત જોરદાર અંદાજમાં જોવા મળ્યો હતો અને ત્રીજી અડધી સદી પુરી કરી હતી. આ દરમિયાન તેમણે સિક્સનો વરસાદ કર્યો હતો. મોહિત શર્માની એક ઓવરમાં 31 રન બનાવ્યા હતા. જેમાં 5 બોલ પર બાઉન્ડ્રી લગાવી હતી અને એક શોટ કેમેરામેનને વાગ્યો હતો. જેના કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો. કેમેરામેન મેચ કવર કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ જ્યારે મેચ પૂર્ણ થઈ ત્યારે પંતે મોટું દિલ રાખી કેમેરામેનની માફી પણ માગી હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

 

દિલ્હીની જીત બાદ આઈપીએલ 2024ના પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તો ગુજરાત ટાઈટન્સની હાર થતા તે સાતમાં સ્થાને પહોંચી છે.

આ પણ વાંચો : IPL 2024 DD vs GT: દિલ્હીએ ગુજરાતને 4 રને હરાવ્યું, રિષભ પંત બન્યો મેચનો હીરો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article