IPL 2024: પહેલા કિસ કરી, પછી ભણાવ્યો એક્ટિંગનો પાઠ, એડ શૂટ દરમિયાન હાર્દિક પંડ્યાનો પુત્ર સાથેનો વીડિયો વાયરલ

|

Apr 26, 2024 | 6:05 PM

મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી માત્ર 3માં જ જીત મેળવી છે. મતલબ, હાર્દિક અને કંપનીને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. હવે જો મુંબઈને પ્લેઓફમાં પહોંચવું હોય તો તેણે બાકીની 6 મેચમાંથી ઓછામાં ઓછી 5 મેચ વધુ સારી રનરેટ સાથે જીતવી પડશે. આ બધા વચ્ચે મુંબઈના કેપ્ટન હાર્દિક પંડયાનો વીડિયો વાયરલ થયો છે.

IPL 2024: પહેલા કિસ કરી, પછી ભણાવ્યો એક્ટિંગનો પાઠ, એડ શૂટ દરમિયાન હાર્દિક પંડ્યાનો પુત્ર સાથેનો વીડિયો વાયરલ
Hardik Pandya with son

Follow us on

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પોતાના પુત્ર અગસ્ત્ય સાથે જોવા મળી રહ્યો છે. આ વીડિયો IPL એડ શૂટનો છે, જેમાં તે પોતાના પુત્રને એક્ટિંગ વિશે સમજાવતો પણ જોવા મળી રહ્યો છે. આ કરતા પહેલા હાર્દિકે તેના પુત્રને કિસ પણ કરી હતી. IPL 2024માં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સની હાલત અત્યારે સારી નથી. આગળ વધવા માટે ટીમે હવે જીત પર ધ્યાન આપવું પડશે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાંઆઠમાં નંબર પર છે.

IPL 2024 માં મુંબઈ ઈન્ડિયન્સની ખરાબ સ્થિતિ

હાર્દિક પંડ્યાની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી રમાયેલી 8 મેચમાંથી માત્ર 3માં જ જીત મેળવી છે. મતલબ, હાર્દિક અને કંપનીને 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. IPL 2024 માં મુંબઈ ઈન્ડિયન્સની ખરાબ સ્થિતિમાં કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાના નિર્ણયો અને તેના નબળા વ્યક્તિગત પ્રદર્શનની પણ મોટી ભૂમિકા છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

પુત્રને શૂટિંગ અને એક્ટિંગ વિશે જણાવ્યું

જોકે, મેચમાંથી સમય મળતા જ હાર્દિક IPL એડ શૂટમાં પહોંચી ગયો હતો. એડના શૂટિંગ દરમિયાન હાર્દિક પંડ્યાનો પુત્ર અગસ્ત્ય પણ ત્યાં હતો. શૂટમાંથી ફ્રી ટાઈમ મળતા જ હાર્દિક તેના પુત્રને મળે છે અને તેને કિસ કરે છે તે વીડિયોમાં જોવા મળ્યું છે. આ પછી તે પોતાના પુત્ર સાથે વાત કરવાનું શરૂ કરે છે. શૂટિંગ અને એક્ટિંગ વિશે વાતચીત કરે છે. હાર્દિકે તેના પુત્રને જણાવ્યું કે શૂટિંગ અને એક્ટિંગ કેવી રીતે થાય છે? મમ્મી શું કરે છે? તે શું કરે છે? તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાની પત્ની નતાશા એક અભિનેત્રી છે અને ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.

હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં મુંબઈની સ્થિતિ

હાર્દિક પંડ્યાએ તેની કેપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સને 2022માં વિજેતા બનાવ્યું હતું. જ્યારે 2023માં ગુજરાતને ફાઈનલમાં પહોંચાડ્યું હતું. પરંતુ આ સિઝનમાં તે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. જો હાર્દિકે મુંબઈને પ્લેઓફમાં લઈ જવું હોય તો તેણે બાકીની 6 મેચમાંથી ઓછામાં ઓછી 5 મેચ વધુ સારી રનરેટ સાથે જીતવી પડશે.

આ પણ વાંચો : IPL 2024 : વિરાટની ધીમી રમતની ગાવસ્કરે કરી ટીકા, તો વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટને લીધો કોહલીનો પક્ષ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article