IPL 2024 : હાર બાદ રોહિત સાથે વાત કરતા જોવા મળ્યો આકાશ અંબાણી, પંડ્યા પાસેથી છીનવાઈ જશે કેપ્ટન્સી?

|

Mar 28, 2024 | 1:15 PM

સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના બોલરો હાંફી ગયા હતા. ત્યારે રોહિત શર્માએ હાર્દિક પંડ્યાની મદદ કરી હતી. તેમજ કેપ્ટનશીપની જવાબદારી પણ સંભાળતો જોવા મળ્યો હતો.

IPL 2024 :  હાર બાદ રોહિત સાથે વાત કરતા જોવા મળ્યો આકાશ અંબાણી, પંડ્યા પાસેથી છીનવાઈ જશે કેપ્ટન્સી?

Follow us on

સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સના બોલરોનું ખરાબ પ્રદર્શન રહ્યું છે. હૈદરાબાદે આ મેચમાં આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છો. મુંબઈની ટીમ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રમી રહી હતી. ટીમની હાર બાદ તેની સોશિયલ મીડિયા પર ખુબ ટિપ્પણી થઈ રહી છે.મેચ બાદ આકાશ અંબાણી, પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સાથે વાતચીત કરતો જોવા મળ્યો હતો. રોહિત અને આકાશનો ફોટો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આકાશ અને રોહિત વચ્ચે વાતચીત થઈ

મુંબઈ ઈન્ડિયન્સે આ સીઝન માટે મોટો નિર્ણય લીધો હતો. તેમણે રોહિતને કેપ્ટનશીપથી દુર કર્યો હતો. તેના સ્થાને હાર્દિક પંડ્યાને આ જવાબદારી સોંપી હતી પરંતુ હૈદરાબાદ વિરુદ્ધ પંડ્યાની કેપ્ટનશીપ ખુબ ખરાબ રહી હતી. તેની કેપ્ટનશીપ પર અનેક પૂર્વ ક્રિકેટર્સે પણ સવાલો ઉઠાવ્યા છે. મેચ બાદ આકાશ અને રોહિત વચ્ચે વાતચીત થઈ છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને અટકળો લગાવવામાં આવી રહી છે કે, રોહિતને ફરીથી કેપ્ટનશીપ મળી શકે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

 

ટ્રેવિસ હેડે 62 રનની ઈનિગ્સ રમી

હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 277 રન બનાવ્યા છે. તેમણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રેકોર્ડને તોડી નાંખ્યો છે. આઈપીએલની એક ઈનિગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ આરસીબીના નામે નોંધાયો હતો, પરંતુ હવે હૈદરાબાદના નામે થયો છે. હૈદરાબાદ માટે હેનરિક ક્લાસેને અણનમ 80 રન બનાવ્યા હતા. તેમણે 34 બોલમાં 7 સિક્સ અને 4 ચોગ્ગો ફટકાર્યો છે. અભિષેક શર્માએ 63 રન અને ટ્રેવિસ હેડે 62 રનની ઈનિગ્સ રમી હતી.

 

 

મુંબઈ ઈન્ડિયન્સે લક્ષ્યનો પીછો કરતા 246 રન બનાવ્યા છે. તેના માટે તિલક વર્માએ 64 રનની ઈનિગ્સ રમી હતી. જો મુંબઈના બોલરો પર નજર કરીએ તો પીયુષ ચાવાલ સૌથી મોંઘો સાબિત થયો છે. તેમણે 2 ઓવરમાં 34 રન આપી 1 વિકેટ લીધી છે. શમ્સ મુલાનીએ 2 ઓવરમાં 33 રન આપ્યા હતા. મફાકાએ 4 ઓવરમાં 66 રન આપ્યા હતા.

આ પણ વાંચો : IPL 2024 : લોકોએ કહ્યું બાપ બાપ હોતા હૈ, અંતે હાર્દિક પંડ્યાને લેવી પડી રોહિત શર્માની મદદ, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Published On - 11:44 am, Thu, 28 March 24

Next Article