મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત IPL જીતી ચૂકી છે, આ સિઝનમાં પણ મુંબઈ ટૂર્નામેન્ટ જીતવાની મોટી દાવેદાર માનવામાં આવી રહી છે પરંતુ મેદાનમાં પ્રવેશતા જ તેમની હાલત ખરાબ થઈ રહી છે. IPL 2024માં પોતાની પ્રથમ બે મેચ હારી ગયેલી મુંબઈની ટીમ આ સિઝનમાં પ્રથમ વખત તેમના હોમ સ્ટેડિયમ વાનખેડેમાં રમવા આવી હતી અને પછી જે થયું તેના પર વિશ્વાસ કરવો ખરેખર મુશ્કેલ હતો.
ઘણા વિસ્ફોટક બેટ્સમેનથી સજ્જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ રાજસ્થાનના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટની સામે પડી ભાંગી હતી. મુંબઈએ વાનખેડેમાં માત્ર 21 બોલમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મોટી વાત એ છે કે પ્રથમ બોલ પર 3 ખેલાડી આઉટ થઈ ગયા હતા.
મુંબઈ ઈન્ડિયન્સની પહેલી વિકેટ રોહિત શર્માના રૂપમાં પડી હતી. આ જમણા હાથના બેટ્સમેને ટ્રેન્ટ બોલ્ટના પ્રથમ બોલ પર પોતાની વિકેટ ગુમાવી હતી. સંજુ સેમસને રોહિતનો કેચ પકડ્યો હતો. રોહિત શર્મા IPLમાં 17મી વખત 0 રને આઉટ થયો છે અને આ મામલે તેણે દિનેશ કાર્તિકની બરાબરી કરી લીધી છે.
A Thunder Boult has struck thrice at Wankhede stadium ⚡⚡⚡#MIvRR #TATAIPL #IPLonJioCinema pic.twitter.com/p4si6CEuaC
— JioCinema (@JioCinema) April 1, 2024
રોહિત શર્માને 0 રને આઉટ કર્યા બાદ ટ્રેન્ટ બોલ્ટે નમન ધીરને પણ પોતાની ઈનસ્વિંગમાં ફસાવી દીધો હતો. નમન ધીર પહેલા જ બોલ પર LBW આઉટ થયો હતો. આ પછી ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલ ડેવાલ્ડ બ્રુઈસ પણ બોલ્ટનો શિકાર બન્યો હતો. ઈશાન કિશને ચોક્કસપણે ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ચોથી ઓવરમાં નાન્દ્રે બર્જરે આ બેટ્સમેનની રમત પણ ખતમ કરી નાખી. ઈશાન 16 રન બનાવી આઉટ થયો હતો.
ટ્રેન્ટ બોલ્ટે મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. આ ખેલાડી એક સમયે મુંબઈની ટીમમાં હતો અને બોલ્ટ વાનખેડેમાં ઘણી મેચ રમી ચૂક્યો છે. તેથી, બોલ્ટ પણ ત્યાંની પીચને સમજે છે અને આ અનુભવ તેના માટે કામમાં આવ્યો. તમને જણાવી દઈએ કે બોલ્ટ IPLમાં પહેલી જ ઓવરમાં વિકેટ લેવા માટે જાણીતો છે. આ ખેલાડીએ પ્રથમ ઓવરમાં કુલ 25 વિકેટ ઝડપી છે. તેણે ભુવનેશ્વર કુમારની બરાબરી કરી લીધી છે. જોકે, બોલ્ટે પાંચ વખત એક ઓવરમાં બે વિકેટ લેવાનું કારનામું કર્યું છે, જે IPLનો રેકોર્ડ છે.
આ પણ વાંચો : IPL 2024: મુંબઈ ઘરઆંગણે પણ હારશે તો રાજસ્થાનને ટોચની ટીમ બનતા કોઈ રોકી શકશે નહીં
Published On - 10:36 pm, Mon, 1 April 24