AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs KKR, IPL 2023: હૈદરાબાદ સામે 172 રનનુ લક્ષ્ય, રિંકૂ સિંહ અને નિતીશ રાણાની શાનદાર રમત

IPL 2023 માં ગુરુવારે સનરાઈઝર્સ હૈદરાબાદની ટક્કર પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે થઈ હતી. નિતીશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી.

SRH vs KKR, IPL 2023: હૈદરાબાદ સામે 172 રનનુ લક્ષ્ય, રિંકૂ સિંહ અને નિતીશ રાણાની શાનદાર રમત
Kolkata Knight Riders એ 172 રનનુ લક્ષ્ય રાખ્યુ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2023 | 9:26 PM
Share

IPL 2023 ની 47મી મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આ ટક્કર થઈ રહી છે. મેચમાં કોલકાતાના કેપ્ટન નિતીશ રાણાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. આમ હૈદરાબાદને તેના હોમ ગ્રાઉન્ડ પર ટોસ હારીને રન ચેઝ કરવાની યોજના રાણાએ અમલમાં મુકી છે. કોલકાતાએ ટોસ જીતીને બેટિંગ શરુ કરતા શરુઆત સારી રહી નહોતી. જોકે આમ છતાં પડકારજનક સ્કોર કોલકાતાએ હૈદરાબાદમાં નોંધાવ્યો હતો. કોલકાતાએ 9 વિકેટ ગુમાવીને 171 રન નોંધાવ્યા હતા.

કોલકાતા અને હૈદરાબાદ બંને ટીમો પોઈન્ટ્સ ટેબલમાં ખૂબ પાછળ છે. બંને ટીમો પોતાની સ્થિતી સુધારવા માટે પૂરા પ્રયાસમાં છે. કોલકાતા સિઝનમાં પોતાની 10મી અને હૈદરાબાદ 9મી મેચ રમી રહ્યા છે. બંને ટીમો 3-3 મેચ જીતીને માત્ર 6-6 પોઈન્ટ્સ ધરાવે છે. આમ આજે જીતનારી ટીમના પોઈન્ટ્સ 8 થઈ શકશે.

કોલકાતાની શરુઆત ખરાબ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ શરુ કરી હતી. પરંતુ કોલકાતાની બેટિંગ ઈનીંગની શરુઆત સારી રહી નહોતી. પાવર પ્લેમાં જ ટીમે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાજ ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. ગુરબાજના રુમાં માત્ર 8 રનમાં જ કોલાકાતાએ પ્રથમ વિકેટ ગુમાવી હતી. બીજી વિકેટના રુપમાં વેંકટેશ અય્યર પરત ફર્યો હતો. અય્યરે માત્ર 7 જ રન નોંધાવ્યા હતા અને તે માર્કો યાનસેનના બોલનો શિકાર થયો હતો. ત્રીજી વિકેટ કોલકાતાએ પાંચમી ઓવરમાં ગુમાવી હતી. ઓપનર જેસન રોય સેટ થયા બાદ તે કાર્તિક ત્યાગીના બોલ પર મયંક અગ્રવાલના હાથમાં ઝડપાયો હતો. રોયે 19 બોલમાં 20 રન નોંધાવ્યા હતા.

રિંકુ સિંહ અને નિતીશ રાણાએ સારી રમત ટીમ માટે દર્શાવી હતી. બંનેએ શાનદાર રમત વડે શોટ જમાવ્યા હતા. રિંકૂ સિંહે સૌથી વધારે 46 રન નોંધાવ્યા હતા. રિંકૂએ 35 બોલનો સામનો કરીને 1 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદ વડે આ રન નોંધાવ્યા હતા. કેપ્ટન નિતીશ રાણાએ શરુઆતની ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ રમતને સંભાળતા 42 રનની ઈનીંગ રમી હતી. તેણે 31 બોલનો સામનો કરીને આ રન નોંધાવ્યા હતા. રાણાએ 3 છગ્ગા અને 3 ચોગ્ગા જમાવ્યા હતા. આંદ્રે રસેલે 2 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદ વડે 15 બોલમાં 24 રન નોંધાવ્યા હતા. સુનિલ નરેન માત્ર એક જ રન નોંધાવીને ભૂવનેશ્વર કુમારનો શિકાર થયો હતો. 15મી ઓવર બાદ રમત થોડી ધીમી થઈ હતી. શાર્દૂલ ઠાકુર 8 રન અને અનુકૂલ રોય અણનમ 13 રન અને હર્ષિત રાણા શૂન્ય રન પરત ફર્યો હતો.

આ પણ વાંચોઃ  70 વર્ષના દાદા-દાદીના યોજાયા લગ્ન, પીઠી ચોળી, જાન જોડાઈ અને ફેરા ફર્યા, 50 પૌત્રો-પૌત્રીઓ મન મૂકીને DJ ના તાલે નાચ્યા

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">