IPL 2023 RCB vs DC : બેંગ્લોરની 23 રનથી શાનદાર જીત, દિલ્હી કેપિટલ્સની સતત પાંચમી હાર
Royal Challengers Bangalore vs Delhi Capitals IPL 2023 : ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની રોમાંચક મેચ જોવા મળી હતી. વિરાટ કોહલીની ફિફટીની મદદથી બેંગ્લોરની ટીમે 175 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ 2023ની 20મી મેચ રમાઈ હતી. બેંગ્લોરની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરી હતી. વિરાટ કોહલીની 47મી આઈપીએલ ફિફટીને કારણે 20 ઓવરના અંતે બેંગ્લોરનો સ્કોર 6 વિકેટના નુકશાન સાથે 174 રન રહ્યો હતો. 175નો ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ ઓછા રનોમાં જ ધરાશાઈ થઈ ગઈ હતી. મનિષ પાંડેએ દિલ્હી માટે 50 રનની લડાયક ઈનિંગ રમી હતી. પણ અંતે દિલ્હીની 23 રનથી હાર થઈ હતી.
20 ઓવરના અંતે દિલ્હી કેપિટલ્સનો સ્કોર 9 વિકેટના નુકશાન સાથે 151 રન રહ્યો હતો.આ સાથે જ બેંગ્લોરની આઈપીએલ 2023 આજે બીજી જીત થઈ હતી. 4 મેચમાં 2 હાર અને 2 જીત સાથે હાલમાં આ ટીમ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. જ્યારે દિલ્હીની ટીમ સતત પાંચમી હાર સાથે 0 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં બેંગ્લોરની ટીમ તરફથી વિરાટ કોહલીએ 20 રન , ફાફ ડુ પ્લેસિસે 20 રન, મહિપાલ લોમરે 26 રન, ગ્લેન મેક્સવેલે 24 રન, શાહબાઝ અહેમદે 20 રન , દિનેશ કાર્તિક ગોલ્ડન ડક, હર્ષલ પટેલે 6 રન અને અનુજ રાવતે 15 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં બેંગ્લોરે 8 સિક્સર અને 13 ચોગ્ગા ફટકાર્યા હતા.
બીજી ઈનિંગમાં બેંગ્લોર તરફથી વિજયકુમાર વૈશકે 4 ઓવરમાં 20 રન આપી 3 વિકેટ લીધી હતી. સિરાજે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે વેઈન પાર્નેલ, હર્ષલ પટેલ અને હસરંગાએ 1-1 વિકેટ લીધી હતી.બીજી ઈનિંગમાં વિરાટ કોહલી અને અનુજ રાવત જેવા ખેલાડીઓની શાનદાર ફિલ્ડિંગ જોવા મળી હતી.
દિલ્હી કેપિટલ્સનું પ્રદર્શન
પ્રથમ ઈનિંગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી કુલદીપ યાદવે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. તેણે એક મેડન ઓવર પણ નાંખી હતી. લગ્ન કરીને પરત ફરેલા મિચેલ માર્શે 2 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલે 3 ઓવરમાં 25 રન આપીને 1 વિકેટ લીધી હતી.
બીજી ઈનિંગમાં દિલ્હી તરફથી કેપ્ટન ડેવિડ વોર્નરે 19 રન, મિશેલ માર્શે 0 રન, યશ ધુલે 1 રન, પૃથ્વી શોએ 0 રન મનીષ પાંડેએ 50 રન, અક્ષર પટેલે 21 રન, અમન હાકિમ ખાને 18 રન, લલિત યાદવે 4 રન, અભિષેક પોરેલે 5 રન કુલદીપ યાદવે 7 રન, એનરિચ નોર્ટજે 23 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં 2 સિક્સર અને 18 ચોગ્ગા જોવા મળ્યા હતા.
આજની મેચની મોટી વાતો
- વિરાટ કોહલીએ આજે આઈપીએલની 47મી ફિફટી ફટકારી છે.
- વિરાટ કોહલીએ આજે આઈપીએલ 2023ની ત્રીજી ફિફટી ફટકારી છે.
- વિરાટ કોહલીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 2500 આઈપીએલ રન પૂરા કર્યા છે.
- દિનેશ કાર્તિક આજે 0 રન પર ગોલ્ડન ડક આઉટ થયો હતો.
- 13.6, 14.1 અને 14.2 ઓવરમાં બેંગ્લોરની સતત ત્રણ વિકેટ પડી હતી. દિલ્હીની ટીમે હેટ્રિક લીધી હતી.
- કુલદીપ યાદવ આજે હેટ્રિક ચૂક્યો હતો.
- અનુજ રાવતને આજે પ્રથમ ઈનિંગમાં મહિપાલના સ્થાને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.
- મનિષ પાંડેએ આઈપીએલ કરીયરની 22મી ફિફટી ફટકારી હતી.
- દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2023માં સતત પાંચમી મેચ હારી છે.
આજની મેચની રોમાંચક ક્ષણો
Two cracking fours to get things going!@imVkohli & @RCBTweets off to a confident start ✅
Follow the match ▶️ https://t.co/xb3InbFbrg #TATAIPL | #RCBvDC pic.twitter.com/uXCrkPzwmX
— IndianPremierLeague (@IPL) April 15, 2023
A Brilliant Catch!
Aman Khan with a one-handed catch to dismiss the #RCB captain Faf du Plessis
Mitchell Marsh with the breakthrough for @DelhiCapitals #TATAIPL | #RCBvDC pic.twitter.com/gvjgeY6eby
— IndianPremierLeague (@IPL) April 15, 2023
ICYMI!
When @imkuldeep18 got Maxwell and Karthik to
150 up for #RCB, what first-innings total will they get?
Follow the match ▶️ https://t.co/xb3InbFbrg #TATAIPL | #RCBvDC pic.twitter.com/xi3d4VCdzc
— IndianPremierLeague (@IPL) April 15, 2023
Talk about creating an !
Anuj Rawat gets the opposition impact player Prithvi Shaw out with a terrific direct-hit #TATAIPL | #RCBvDC pic.twitter.com/Nd8pNum9mo
— IndianPremierLeague (@IPL) April 15, 2023
દિલ્હીએ જીત્યો હતો ટોસ,જુઓ બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
Toss Update @DelhiCapitals win the toss and elect to field first against @RCBTweets.
Follow the match ▶️ https://t.co/xb3InbFbrg #TATAIPL | #RCBvDC pic.twitter.com/p9Phxq3bZM
— IndianPremierLeague (@IPL) April 15, 2023
દિલ્હી કેપિટલ્સ : ડેવિડ વોર્નર (કેપ્ટન), મિશેલ માર્શ, યશ ધુલ, મનીષ પાંડે, અક્ષર પટેલ, અમન હાકિમ ખાન, લલિત યાદવ, અભિષેક પોરેલ (વિકેટકીપર), કુલદીપ યાદવ, એનરિચ નોર્ટજે, મુસ્તફિઝુર રહેમાન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), મહિપાલ લોમર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વેઈન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, વિજયકુમાર વૈશક
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…