શોર ઓન, ગેમ ઓન!… IPL 2023નો Promo Video થયો લોન્ચ, ખાસ અંદાજમાં જોવા મળ્યા રોહિત-હાર્દિક અને રાહુલ
આ વીડિયોમાં સ્ટાર સ્પોર્ટસ અભિયાન ' ટાટા આઈપીએલ...શોર ઓન, ગેમ ઓન ! ની જાહેરાત કરવામાં આવી છે. દિગ્ગજ ક્રિકેટર્સ હાર્દિક, રોહિત શર્મા અને કેએલ રાહુલના સ્ટેચ્યૂ જોઈ ફેન્સમાં ભારે ખુશી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

WPLની ધમાકેદાર મેચ વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનની તૈયારીઓની તાડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર આઈપીએલ 2023નો પ્રોમો વીડિયોએ ધમાલ મચાવી છે. આ પ્રોમો વીડિયોએ ભારતીય ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જગાડ્યો છે. આ વીડિયોમાં સ્ટાર સ્પોર્ટસ અભિયાન ‘ ટાટા આઈપીએલ…શોર ઓન, ગેમ ઓન ! ની જાહેરાત કરવામાં આવી છે. દિગ્ગજ ક્રિકેટર્સ હાર્દિક, રોહિત શર્મા અને કેએલ રાહુલના સ્ટેચ્યૂ જોઈ ફેન્સમાં ભારે ખુશી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં મુંબઈ, લખનઉ અને ગુજરાતમાં ત્રણ અલગ-અલગ સ્ક્રિનિંગ દર્શાવવામાં આવ્યા છે, જ્યાં આસપાસના લોકો IPL ઉત્સવની ઉજવણી કરવા માટે એકસાથે આવતા જોવા મળે છે. ‘ટાટા આઈપીએલ, શોર ઓન, ગેમ ઓન!’ થીમ એકતાનું પ્રતીક છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રોહિત, હાર્દિક અને રાહુલના કટ-આઉટ છે, જે તેમના ચાહકોના જોરદાર ઉત્સાહ અને ઉત્સાહને સાંભળીને જીવંત થઈ જાય છે, જેનાથી ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા.
IPL 2023નો Promo Video
#IPLonStar is returning and we just can’t keep calm! Get together with your friends and family, switch your TVs on and get your #ShorOn, because your shor is what gets the #GameOn! 💪
Watch Tata IPL LIVE on the Star Sports Network.#TATAIPL2023 #BetterTogether #Cricket pic.twitter.com/WhzRAs5KVZ
— Star Sports (@StarSportsIndia) March 8, 2023
View this post on Instagram
આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હવે વધારે રાહ જોવાતી નથી. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ઝડપથી આ સમય પસાર થઈ જાય તો શારુ, આ આઈપીએલ સિઝન ધમાકેદાર હશે.અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, પશ્ચિમની સંસ્કૃતિના આંધળા અનુકરણને કારણે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર વિસરાઈ રહ્યાં છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
આ પણ વાંચો: Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા