AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 Final: કોણ બનશે ચેમ્પિયન? હાર્દિક પંડ્યા કે ધોની કોનુ પલડુ ભારે, પાકિસ્તાનથી આવી ભવિષ્યવાણી

CSK vs GT IPL 2023 Final: અમદાવાદમાં રવિવારે વરસાદને લઈ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ફાઈનલ મેચ રમી શકાઈ નહોતી, હવે સોમવારે આ મેચ થઈ રહી છે.

IPL 2023 Final: કોણ બનશે ચેમ્પિયન? હાર્દિક પંડ્યા કે ધોની કોનુ પલડુ ભારે, પાકિસ્તાનથી આવી ભવિષ્યવાણી
Wasim Akram gives prediction in favour of MS Dhoni
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 7:36 PM
Share

IPL 2023 Final અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચાર વારની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડેબ્યૂ સિઝનમાં ચેમ્પિયન બનનારી ગુજરાત ટાઈટન્સ એક બીજા સામે ટકરાઈ રહ્યા છે. શેડ્યૂલ મુજબ IPL Fianl રવિવારે રમાનારી હતી. પરંતુ ટોસ પહેલાથી જ શરુ થઈ ગયેલા વરસાદની સતત આવન જાવન રહેવાને રમત શરુ થઈ શકી જ નહોતી. આખરે મેચને સોમવારે રિઝર્વ ડે પર રમાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આમ હવે સોમવારે ચેન્નાઈ અને ગુજરાત બંને ટકરાઈ રહ્યા છે. આ પહેલા જ પાકિસ્તાનથી આઈપીએલ ચેમ્પિયનને લઈ ભવિષ્યવાણી થઈ છે. પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલરે આગાહી કરી છે કે, ટ્રોફી કોના હાથમાં હોઈ શકે છે.

રિઝર્વ ડે પર ફાઈનલ મેચ રમાઈ રહી છે અને બંને ટીમના સપના ટ્રોફી પોતાના હાથમાં જોવા છે. જોકે આ વખતે ચેન્નાઈના ચાહકો, ધોનીના ચાહકો ટ્રોફી ધોનીના હાથમાં જોવાનુ ઈચ્છી રહ્યા છે. કારણ કે ભારતીય દિગ્ગજ ક્રિકેટર કે જેના ચાહકો ગુજરાત અને ચેન્નાઈથી લઈ વિશ્વના તમામ ખૂણાઓમાં છે, જે ચાહકો ધોનીને વિદાય પહેલા ચેમ્પિયનના રુપમાં જોવા ઈચ્છે છે. જોકે ગુજરાત ટાઈટન્સનુ પ્રદર્શન જબરદસ્ત છે. ડેબ્યૂ અને વર્તમાન સિઝનમાં જબરદસ્ત પ્રદર્શન ગુજરાતને સૌથી મજબૂત ટીમ તરીકે ઉપસાવી રહી છે.

વસીમ અક્રમે કરી ભવિષ્ય વાણી

મીડિયા રિુપોર્ટ્સ મુજબ એક વાત કરતા પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર વસીમ અક્રમે કહ્યુ હતુ કેસ હબું તો આ વાતની આશા પહેલાથી જ રાખી રહ્યો હતો કે, ચેન્નાઈ અને ગુજરાતની ટીમ ટોપ-4 માં ખતમ કરશે. ગુજરાતની ટીમ શુભમન હિલ અને કેપ્ટન હાર્દિક પંડ્યા પર વધારે નિર્ભર કરે છે.

પૂર્વ ઝડપી બોલર અક્રમે આગળ કહ્યુ હતુ કે, ચેન્નાઈની ટીમની વાત કરવામાં આવે તો 10 મી વાર ફાઈનલમાં સ્થાન મેળવ્યુ છે. આ ટીમને સારી રીતે ખ્યાલ છે કે, પરત કેવી રીતે ફરવાનુ છે. ભલે તેઓએ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હોય આ ટીમને સારી રીતે ખ્યાલ છે કે, શાંત રહેવાનુ છે. બાકી લોકોની અલગ રાય હોઈ શકે થે, પરંતુ મારા મત મુજબ 60 ટકા ચેન્નાઈ અને 40 ટકા ફાઈનલ મેચમાં હક ગુજરાતની તરફ રહી શકવાની આશા છે.

આ પણ વાંચોઃ IPL 2023 Final GT vs CSK: રિઝર્વ ડે પર વરસાદ વરસશે તો ક્યારે અને કેવી રીતે થશે મેચ, 5 પોઈન્ટ્સમાં સમજો પૂરુ ગણિત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">