AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 Final GT vs CSK: રિઝર્વ ડે પર વરસાદ વરસશે તો ક્યારે અને કેવી રીતે થશે મેચ, 5 પોઈન્ટ્સમાં સમજો પૂરુ ગણિત

IPL 2023 Final: ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટાઈટલ માટેની ટક્કર રિઝર્વ ડે પર થઈ રહી છે. સોમવારે થઈ રહેલી આ મેચમાં આજે વરસાદ પડશે તો શુ થશે?

IPL 2023 Final GT vs CSK: રિઝર્વ ડે પર વરસાદ વરસશે તો ક્યારે અને કેવી રીતે થશે મેચ, 5 પોઈન્ટ્સમાં સમજો પૂરુ ગણિત
IPL 2023 final scenario if rain on reserve day
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 5:39 PM
Share

IPL 2023 Final રવિવારે રમાઈ શકી નહોતી, હવે સોમવારે થઈ રહી છે. રવિવારે ટોસ થવાના પહેલા જ વરસાદ વરસવા લાગ્યો હતો. ધોધમાર વરસાદ બાદ સતત વરસાદની આવન-જાવન રહેતા આખરે મેચને રિઝર્વ ડે પર લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવી સ્થિતીમાં હજુ પણ ક્રિકેટના ચાહકોના જીવ ઉંચા જ છે. મેચ શરુ થશે કે કેમ એ વાતની ચિંતા સતાવી રહી છે. જોકે આજે પણ વરસાદ વિલન બનીને ઉતરી આવે તો શુ થઈ શકે છે છે. તેને પાંચ પોઈન્ટ્સમાં સમજીશું

હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોની બંને ચેમ્પિયન બનવા માટે ફાઈનલ મેચમાં પૂરો દમ લગાવવા તૈયાર છે. ચેન્નાઈ પાંચમી વાર ચેમ્પિયન બનવાનો ઈરાદો રાખી રહ્યુ છે, જ્યારે ગુજરાત ટાઈટન્સ સતત બીજી સિઝનમાં જ ચેમ્પિયન બનવાનો ઈરાદો રાખે છે. ગુજરાતે પોતાની ડેબ્યૂ સિઝનમાં જ ચેમ્પિયન બનીને ધમાકેદાર એન્ટ્રી આઈપીએલમાં કરી હતી. હવે સળંગ બીજી વાર ગુજરાત ચેમ્પિયન બનવા ચેન્નાઈ સામે સોમવારે રિઝર્વ ડે પર ટકરાશે.

આજે પણ વરસાદ થશે તો કેવી રીતે અને ક્યારે થશે ફાઈનલની શરૂઆત, જાણો 5 પોઈન્ટ્સમાં

  1. રિઝર્વ ડે પર ટોસનો સમય સાંજે 7 વાગ્યાનો છે અને પ્રથમ બોલ સાંજે 7.30 વાગ્યે નાખવામાં આવશે.
  2. જો વરસાદના કારણે મેચ નિર્ધારિત સમયે શરૂ નહીં થાય તો રાત્રે 9.35 વાગ્યા સુધી તેની રાહ જોવામાં આવશે. જો મેચ 9.35 વાગ્યે શરૂ થાય છે, તો સંપૂર્ણ 20-20 ઓવરની રમત હશે.
  3. જો 9.35 સુધી પણ મેચ શરૂ નહીં થાય તો 12.06 સુધી ઓવરોની સંખ્યા ઓછી કરી દેવામાં આવશે અને પરિણામ માટે 5-5 ઓવર રમાશે.
  4. જો વરસાદના કારણે 12.06 વાગ્યે પણ મેચ શરૂ નહીં થાય તો પરિણામ માટે સુપર ઓવર રમવાનો પ્રયાસ કરવામાં આવશે.
  5. જો સુપર ઓવર પણ શક્ય ન બને, તો આવી સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સને વિજેતા જાહેર કરવામાં આવશે, કારણ કે તે પોઈન્ટ ટેબલમાં ટોચ પર હતી.

આ પણ વાંચોઃ GT vs CSK, IPL 2023 Final: વરસાદ ને લઈ Reserve Day પર ફાઈનલ રદ્દ થાય તો કોને લાગશે લોટરી, હાર્દિક પંડ્યા કે ધોની? આ ટીમના ફેન્સ ઝૂમી ઉઠશે!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી,16 ઓક્ટોબરથી હવામાનમા આવશે પલટો
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
GST કાયદામાં મોટા ફેરફારની શક્યતા
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં આગની બે ઘટનાઓથી ફફડાટ, મોલની રેસ્ટોરન્ટથી હીરાની કંપની સુધી આગ
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
સુરતમાં હર્ષ સંઘવીનું ગૌહત્યા મામલે મોટું નિવેદન
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
માસ CL પહેલાં જ સરકારનો મોટો આદેશ!
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
g clip-path="url(#clip0_868_265)">