IPL 2023 VIDEO : ભુવીને સામે વોર્નર નતમસ્તક, મેચ પહેલાનો સુંદર Video Viral
વોશિગ્ટન સુંદરે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપતા દિલ્હીને આફત ઉતરી આવી હતી. 9 વિકેટ ગુમાવીને દિલ્હીએ 144 રનનો સ્કોર ખડક્યો હતો. વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઈનિંગ પહેલાનો ભુવી અને વોર્નરનો એક સુંદર વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
IPL 2023 ની 34મી મેચ હૈદરાબાદમાં રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ શરુ કરતા દિલ્હીને મુશ્કેલીઓ સર્જાઈ ગઈ હતી. વોશિગ્ટન સુંદરે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપતા દિલ્હીને આફત ઉતરી આવી હતી. 9 વિકેટ ગુમાવીને દિલ્હીએ 144 રનનો સ્કોર ખડક્યો હતો. વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ ઝડપી હતી. પ્રથમ ઈનિંગ પહેલાનો ભુવી અને વોર્નરનો એક સુંદર વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જણાવી દઈએ કે દિલ્હીનો કેપ્ટન ડેવિડ વોર્નર 3 વાર ઓરેન્જ કેપ જીતી ચૂક્યો છે, જ્યારે હૈદરાબાદનો બોલર ભુવનેશ્વર આઈપીએલમાં 2 વાર પર્પલ કેપ વિનર રહ્યો છે. વર્ષ 2014થી 2021 સુધી વોર્નર અને ભુવનેશ્વનર સનરાઈઝર્સ હૈદરાબાદ માટે એક સાથે રમતા હતા. લાંબા સમય બાદ એકબીજાને મળીને બંને ખેલાડીઓ ઘણા ખુશ થયા હતા. વોર્નર અચાનક આવીને ભુવીને પગે લાગ્યો હતો, જ્યારે ભુવીએ તેને ભેટી લીધો હતો.
ખેલાડીઓનો આ વીડિયો થયો વાયરલ
This visual is all 🧡 💙!
Follow the match ▶️ https://t.co/ia1GLIWu00#TATAIPL | #SRHvDC | @SunRisers | @DelhiCapitals | @BhuviOfficial | @davidwarner31 pic.twitter.com/t9nZ95dyJ7
— IndianPremierLeague (@IPL) April 24, 2023
ટોસ જીતીને બેટિંગ કરતા મુશ્કેલીમાં
ડેવિડ વોર્નરે ટોસ જીતીને બેટિંગની શરુઆત કરી હતી. જોકે શરુઆતમાં જ દિલ્હીને મુશ્કેલીઓ સર્જાઈ ગઈ હતી. પ્રથમ ઓવરમાં જ સનરાઈઝર્સ હૈદરાબાદના અનુભવી બોલર ભૂવનેશ્વર કુમારે ત્રીજા બોલ પર ફિલિપ સોલ્ટની વિકેટ ઝડપી હતી. સોલ્ટ ગોલ્ડન ડક વિકેટ ગુમાવીને પરત ફર્યો હતો. જ્યારે પાંચમી ઓવરના ચોથા બોલ પર મિશેલ માર્શે વિકેટ ગુમાવી હતી.
તે સારી રમત રમવા દરમિયાન જ નટરાજનના બોલ પર લેગબિફોર થઈને પરત ફર્યો હતો. માર્શે 15 બોલમાં 5 ચોગ્ગાની મદદ વડે 25 રન નોંધાવ્યા હતા. ડેવિડ વોર્નરે 20 બોલમાં 21 રન નોંધાવ્યા હતા. તેણે 1 છગ્ગો અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. સરફરાઝ ખાને 1 છગ્ગાની મદદ વડે 10 રન 9 બોલનો સામનો કરીને નોંધાવ્યા હતા. અમન ખાન 4 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી.
અક્ષર પટેલ અને મનિષ પાંડેએ ટીમના માટે પડકારજનક સ્કોર ખડકવા માટે પ્રયાસ કર્યો હતો. અક્ષર પટેલે 34 બોલનો સામનો કરીને 34 રન નોંધાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. પરંતુ તે ભૂવીના યોર્કર બોલનો શિકાર થયો હતો. મનિષ પાંડેએ 34 રન 27 બોલમાં નોંધાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. જોકે તે રન આઉટ થઈને પરત ફર્યો હતો.
એક જ ઓવરમાં વોશિંગ્ટન સુંદરે ત્રણ વિકેટ ઝડપીને દિલ્હી કેપિટલ્સની મુશ્કેલીઓ વધારી દીધી હતી. 8મી ઓવર લઈને વોશિંગ્ટન સુંદર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર વોર્નરને તેણે હેરી બ્રુકના હાથમાં ઝડપાવ્યો હતો. જ્યારે ઓવરના ચોથા બોલ પર સરફરાઝ ખાનને તેણે ભૂવીના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર વધુ એક વિકેટ ઝડપતા અભિષેકના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. આમ એક જ ઓવરમાં ત્રણ વિકેટ સુંદરે ઝડપી હતી.
આ પણ વાંચોઃ Stump Price: વાનખેડેમાં Arshdeep Singh ની ‘દાંડીયા તોડ’ ઓવર, હજ્જારો નહીં લાખ્ખોમાં છે ક્રિકેટના સ્ટંપની કિંમત, જાણો
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…