IPL Auction: 991 ખેલાડીઓએ કરાવ્યુ રજીસ્ટ્રેશન, ક્યા દેશથી કેટલા દાવેદાર નોંધાયા જાણો યાદી

|

Dec 02, 2022 | 8:15 AM

IPL 2023 શરુ થવા પહેલા મીની ઓક્શન યોજાનાર છે અને જેમાં એક હજાર જેટલા ખેલાડીઓ હિસ્સો લઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકી ખેલાડીઓના નામ જોવા મળી રહ્યા છે.

IPL Auction: 991 ખેલાડીઓએ કરાવ્યુ રજીસ્ટ્રેશન, ક્યા દેશથી કેટલા દાવેદાર નોંધાયા જાણો યાદી
IPL Mini Auction કોચીમાં યોજાશે

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ ની આગામી સિઝન માટેની તૈયારીઓ શરુ થઈ ચુકી છે. IPL 2023 તેના નિયત સમયે શરુ થશે અને આ માટે હજુ સમય છે. જોકે આ પહેલા મીની ઓક્શનની રાહ જોવાઈ રહી છે અને તેનો સમય હવે ખૂબ જ નજીક છે. કોચીમાં આગામી 23 ડિસેમ્બરે ખેલાડીઓની હરાજી થનારી છે. આ માટે વિશ્વભરમાંથી ખેલાડીઓએ પોતાના નામ રજીસ્ટ્રેશન કરાવ્યા છે. એક હજાર જેટલા ખેલાડીઓમાંથી 23મીએ ઓક્શનમાં પસંદગી કરાશે.

બીસીસીઆઈ મુજબ રજીસ્ટ્રેશન થયેલા 991 ખેલાડીઓમાં 277 જેટલા વિદેશી ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જ્યારે 714 ભારતીય ક્રિકેટરો સામેલ છે. આ પહેલા આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓએ પોતાના રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. રિટેન થવામાં કેટલાક ખેલાડીઓ નસીબદાર રહ્યા હતા, જ્યારે મોટાભાગના ખેલાડીઓ રિલીઝ થયા હતા. આવી સ્થિતીમાં હવે ખાલી રહેલા સ્થાનોને ભરવા માટે ફ્રેન્ચાઈઝીઓ ઓક્શનમાં ખેલાડીઓને પસંદ કરશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

મીની ઓક્શનની મહત્વની બાબતો

  • મીની ઓક્શન 23 ડિસેમ્બરે કોચીમાં યોજાનાર છે, જેમાં 992 ખેલાડીઓ હિસ્સો છે
  • રજીસ્ટ્રેશન થયેલા ખેલાડીઓમાંથી 714 ભારતીય છે, જે પૈકી 19 ખેલાડીઓ કેપ્ડ છે એટલે કે તેઓ ભારતીય ક્રિકેટ ટીમ વતીથી રમ્યા છે. અનકેપ્ડ ભારતીય ખેલાડીઓમાં (આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો હિસ્સો નથી એવા) 91 એવા નામ છે જેઓ IPLની પાછળની સિઝનમાં રમ્યા છે.
  • વિદેશી ખેલાડીઓની કુલ સંખ્યા 277 છે, જેમાંથી 166 કેપ્ડ ખેલાડીઓ છે. આ 277 ખેલાડીઓ 14 અલગ-અલગ દેશોનો હિસ્સો છે. અનકેપ્ડ વિદેશી ખેલાડીઓમાં આવા માત્ર 3 ખેલાડીઓ છે, જેઓ અગાઉની IPL સિઝનમાં રમ્યા છે.
  • વિદેશી ખેલાડીઓમાં 20 ખેલાડીઓ એસોસિયેટ ટીમના છે. એટલે કે, એવી ટીમો કે જેને ICCના સંપૂર્ણ સભ્યોનો દરજ્જો નથી.
  • મીની ઓક્શન માટે રજીસ્ટ્રેશન થયેલ ખેલાડીઓમાં અત્યાર સુધી IPLની એક પણ સિઝન ન રમનારા અનકેપ્ડ ભારતીય ખેલાડીઓની સંખ્યા 604 છે, જ્યારે આવા વિદેશી ખેલાડીઓની સંખ્યા 88 છે.
  • IPLના નિયમો અનુસાર દરેક ફ્રેન્ચાઈઝી પોતાની ટીમમાં વધુમાં વધુ 25 ખેલાડીઓ રાખી શકે છે. જો દરેક ફ્રેન્ચાઈઝી તેની સંપૂર્ણ ટીમ એટલે કે હરાજીમાં 25 ખેલાડીઓ સુધી પહોંચે છે, તો કુલ 87 ખેલાડીઓ હરાજીમાં વેચી શકાશે. આમાંથી માત્ર 30 ખેલાડીઓ જ વિદેશી હોઈ શકે છે. આમ દશ ટકાથી ઓછા ખેલાડીઓની પસંદગી ઓક્શનમાં ફ્રેન્ચાઈઝીઓ કરશે.

કયા દેશના કેટલા ખેલાડીઓ, જાણો યાદી

કોચીમાં થનારા મિની ઓક્શન માટેના રજીસ્ટ્રેશન થયેલા ખેલાડીઓમાં સૌથી વધારે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ નોંધાયા છે. એટલે કે બંને દેશો તરફથી 50-50 કરતા વધુ નામોની નોંધણી થઈ છે. ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ 57 ખેલાડીઓના નામો સામે આવ્યા છે. જ્યારે દક્ષિણ આફ્રિકાના 52 ખેલાડીઓ નોંધાયા છે. સાથે જ નેધરલેન્ડ, યુએઈ, નામિબિયા અને સ્કોટલેન્ડ જેવી ટીમોના ખેલાડીઓ પણ પસંદ થવાની આશા રાખશે.

કયા દેશથી કેટલા ખેલાડી
ક્રમ દેશ ખેલાડી
1 અફઘાનિસ્તાન 14
2 આયર્લેન્ડ 8
3 ઇંગ્લેન્ડ 31
4 ઓસ્ટ્રેલિયા 57
5 ઝિમ્બાબ્વે 6
6 દક્ષિણ આફ્રિકા 52
7 નામીબિયા 5
8 નેધરલેન્ડ 7
9 ન્યુઝીલેન્ડ 27
10 બાંગ્લાદેશ 6
11 યુએઈ 6
12 વેસ્ટઈન્ડિઝ 33
13 શ્રીલંકા 23
14 સ્કોટલેન્ડ 2

 

Published On - 7:54 am, Fri, 2 December 22

Next Article