IPL 2022: સતત 7 હાર બાદ ઝહીર ખાને મુંબઈ ઈન્ડિયન્સ વિશે આપ્યું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું
IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે એક ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઈ રહ્યું છે. પાંચ વખતની ચેમ્પિયન આ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી.
પાંચ વખતના ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) અત્યારે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યુ છે એવું કહેવું ખોટું નહીં હોય કે IPL 2022 મુંબઈ ઈન્ડિયન્સ માટે એક ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઈ રહ્યું છે. પાંચ વખતની ચેમ્પિયન આ સિઝનમાં અત્યાર સુધી એક પણ મેચ જીતી શકી નથી. આ દરમિયાન ભૂતપૂર્વ ભારતીય બોલર અને ક્રિકેટના ફ્રેન્ચાઇઝી ડિરેક્ટર ઝહીર ખાને (Zaheer Khan) મુંબઈ ઈન્ડિયન્સ વિશે મોટું નિવેદન આપ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સના ડિરેક્ટર ઑફ ક્રિકેટ ઑપરેશન્સ ઝહીર ખાન તેની ટીમના ખરાબ પ્રદર્શનથી નિરાશ છે. કારણ કે પાંચ વખતની ચેમ્પિયન IPL 2022 માં સતત સાત મેચ હારી ગઈ છે અને પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. જો કે તેણે ટીમના દરેક ખેલાડી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની હેઠળની ટીમ રવિવારે વાનખેડે સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) સામે ટકરાવાની તૈયારી કરી રહી છે. ભારતના ભૂતપૂર્વ પેસરે કહ્યું કે ટેબલમાં 10મા ક્રમે આવવાથી ટીમ માટે ઘણા પાઠ શિખવા મળ્યા છે અને ટીમ હવે તેનાથી ઉપર જવાનો પ્રયાસ કરશે. ઝહીર ખાને કહ્યું, “દરેક દિવસ તમારો દિવસ નથી હોતો. તમે મેદાન પર જાઓ અને તમારું શ્રેષ્ઠ આપો.
ત્યાં ખેલાડીઓ રન બનાવવા જાય છે અને તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરે છે.” તેણે આગળ કહ્યું, “ક્રિકેટ મેચ તમને આ કંઈક શીખવે છે. ટીમની રમત ગતિશીલ હોય છે. તેથી તમારે દરેક ખેલાડી પર વિશ્વાસ કરવો જોઈએ અને જ્યારે હું આ ટીમને જોઉં છું ત્યારે હું દરેક ખેલાડી પર વિશ્વાસ કરું છું.” અત્યાર સુધીની સિઝનમાં અમારી સાથે આવું બન્યું નથી અને તમે કોઇવાર આવી સિઝનની કલ્પના કરતા નથી.
ઝહીર ખાને વધુમાં ઉમેર્યું, “તમે દરેક મેચમાં શીખો છો. તમે દરેક સીઝન સાથે શીખો છો. આ સિઝન અમારા માટે શીખવાની રહી છે. પરંતુ કેટલીકવાર વસ્તુઓ ખરેખર અઘરી બની જાય છે. તે કંઈક છે જે અમે આ સિઝનમાં શીખ્યા છીએ. મેં મારી જાતે જોયું છે અને તે કંઈક છે જે આપણે સ્વીકારવું પડશે.” ઝહીરે સ્પષ્ટ કહ્યું કે એવું નથી કે જે ખેલાડીઓ સારું પ્રદર્શન નથી કરી શકતા તેમના પરથી વિશ્વાસ ગુમાવવો જોઈએ. કારણ કે મને તેમનામાં પૂરો વિશ્વાસ છે.
આ પણ વાંચો : MS Dhoniને IPL 2022 વચ્ચે 2000 Kadaknath ચિકન મળ્યું, રાંચી ફાર્મ હાઉસમાં સાર સંભાળ થશે
આ પણ વાંચો : IPL 2022: પ્રવીણ આમરે કોના કહેવા પર મેદાનમાં અમ્પાયરો સાથે દલીલ કરવા ગયો, ખુલાસો થયો