Surat : ધોની સાથે CSKની ટિમ IPLની પ્રેક્ટિસ માટે સુરત આવશે, પણ સુરતીઓને સ્ટેડિયમમાં NO ENTRY

ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ આગામી 2 માર્ચથી સુરત આવશે, ક્રમશઃ તમામ પ્લેયરો 2 માર્ચથી સુરત પહોંચવાની શરૂઆત થઇ જશે, અને 4 દિવસ કવોરન્ટાઇન રહ્યા બાદ 7 માર્ચથી પ્રેકટીસ શરૂ કરશે. જોકે સુરતીઓ આ મેચ નિહાળી નહીં શકે કારણ કે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે. 

Surat : ધોની સાથે CSKની ટિમ IPLની પ્રેક્ટિસ માટે સુરત આવશે, પણ સુરતીઓને સ્ટેડિયમમાં NO ENTRY
CSK team to come to Surat with Dhoni for IPL practice, but NO ENTRY
Follow Us:
| Updated on: Feb 25, 2022 | 12:17 PM

આગામી માર્ચ મહિનાનાં અંતમાં શરૂ થવા જઇ રહેલી આઇપીએલ(IPL) માટે વિવિધ ટીમો દ્વારા પ્રેકીટસ સેશન શરૂ કરવામાં આવશે . જેમાં સૌ પ્રથમ વખત ચેન્નાઇ સુપર કિંગ્સની(CSK) ટીમ દ્વારા પ્રેકટીસ માટે સુરતનાં લાલભાઇ ક્રિકેટ સ્ટેડીયમ ઉપર પસંદગી ઉતારી છે . આગામી 2 માર્ચ બાદ સુરતના (Surat )લાલભાઈ સ્ટેડિયમ પર 25 પ્લેયરો, 15 નેટ બોલર, સહિત કુલ 86 વ્યકિતનો કાફલો સુરતના મહેમાન બનશે. અને લગભગ 21 માર્ચ સુધી રોજ લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ઉપર બાયો બબલનાં નિયમો પાળવાની સાથે પ્રેકટીસ કરશે.

સુરતની પીચ લાલ માટીમાંથી બનતી હોવાથી ચેન્નાઇની ટીમે સુરતમાં પ્રેકટીસ કરવાનું પસંદ કર્યું છે. સુરત ડિસ્ટ્રિક્ટક્રિકેટ એસોસિએશનના હેમંત કોન્ટ્રાક્ટરે માહિતી આપતા જણાવ્યું હતુ કે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ આગામી 2 માર્ચથી સુરત આવશે, ક્રમશઃ તમામ પ્લેયરો 2 માર્ચથી સુરત પહોંચવાની શરૂઆત થઇ જશે, અને 4 દિવસ કવોરન્ટાઇન રહ્યા બાદ 7 માર્ચથી પ્રેકટીસ શરૂ કરશે. જોકે સુરતીઓ આ મેચ નિહાળી નહીં શકે કારણ કે તેમને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં નહીં આવે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ અંગે ક્રિકેટ સેક્રેટરી નિમેષ દેસાઇએ જણાવ્યું હતુ કે સુરતની પીચ લાલ માટીમાંથી તૈયાર કરવામાં આવે છે અને અમદાવાદ મોટેરા અને મુંબઇના ક્રિકેટ મેદાનમાં પણ લાલ માટીની પીચ જ હોય છે . જેથી ચેન્નાઇ સુપર કિંગ્સની મેનેજમેન્ટ ટીમ અને એક્સપર્ટ દ્વારા સુરતની પીચ અને વ્યવસ્થાની ચકાસણી થોડા સમય પહેલા કરવામાં આવી હતી . જે તમામ વ્યવસ્થા જોયા બાદ આખરે ચેન્નાઇ સુપર કિંગ્સના મેનેજમેન્ટ દ્વારા પ્રેકટીસ સેશન સુરતમાં રાખવાનું નક્કી કર્યું છે.

ટીમનાં મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ સહિતનાં 25 જેટલા પ્લેયરો, 15 નેટ બોલર , બેટીંગ અને બોલીગં કોચ, ફિઝીયોની ટીમ સહિત કુલ 86 વ્યકિતનો સ્ટાફ ડુમસરોડની એક ખાનગી હોટલમાં રોકાણ કરશે, અને બાયોબબલમાં જ રહેવા તેમજ પ્રેકટીસ કરશે. ચેન્નાઇની ટીમ દ્વારા પ્લેયરોની અવર – જવર માટે ખાસ વાહન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેમજ પ્રેકટીસ દરમિયાન ગ્રાઉન્ડ ઉપર પણ કોઇપણ પ્રકારનો લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમનો સ્ટાફ પણ જઇ શકશે નહીં. દરમિયાન ખેલાડીઓ દ્વારા પ્રેક્ટિસ મેચનું પણ આયોજન કરવામાં આવશે.

તેમજ પ્લેયર ઇજાગસ્ત થાય તો તેમના માટે મહાવીર અને સનસાઇન હોસ્પિટલમાં પણ ખાસ બાયોબબલ ઉભા કરીને સારવાર માટે ખસેડવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરતમાં 7 માર્ચથી 22 માર્ચ સુધી ચેન્નાઇ સુપર કિંગ્સ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરશે. ત્યાર બાદ તેઓ મેચના શિડ્યુલ પ્રમાણે આઇપીએલની મેચ રમવા ટીમ રવાના થશે.

આ પણ વાંચો :

Surat : ઉદ્ઘાટન પહેલા જ પુણા ગામનું લેક ગાર્ડન બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો, સ્થાનિકોમાં આક્રોશ

Surat : ઉધના રેલવે સ્ટેશનનું કાયાકલ્પ કરી દેવાયું, રેલ રાજ્ય મંત્રી ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે

g clip-path="url(#clip0_868_265)">