IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદે મેગા ઓક્શન પહેલા નવી જર્સી લોન્ચ કરી

|

Feb 09, 2022 | 11:57 PM

IPL 2022ની સિઝનમાં હવેથી 8 ને બદલે 10 ટીમો રમશે. જેના માટે 12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શન થવા જઇ રહ્યું છે. આ મેગા ઓક્શનમાં 590 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે.

IPL 2022: સનરાઇઝર્સ હૈદરાબાદે મેગા ઓક્શન પહેલા નવી જર્સી લોન્ચ કરી
IPL 2022 Sunrisers Hyderabad launches new jersey before mega auction

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની ફ્રેન્ચાઈઝી સનરાઈઝર્સ હૈદરાબાદે (SunRisers Hyderabad) આગામી આઈપીએલ 2022ની સિઝન પહેલા પોતાની નવી જર્સી લોન્ચ કરી છે. IPL 2022ની સિઝન માર્ચના અંતિમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે તો આઈપીએલનું મેગા ઓક્શન (IPL 2022 Mega Auction) 12 અને 13 ફેબ્રુઆરીના રોજ બેંગલોરમાં આયોજીત થશે.

સનરાઈઝર્સ હૈદરાબાદે 9 ફેબ્રુઆરીના રોજ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર નવી જર્સી અને કિટ લોન્ચ કરી હતી. જોકે હેદરાબાદે નારંગી અને કાળા રંગને પોતાના મુળ સંયોજન તરીકે રાખ્યો છે. કારણ કે ટીમની ઓળખાણ પણ આજ રંગથી છે. જોકે નવી જર્સી પહેલાની જર્સી કરતા ઘણી સારી જોવા મળી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે નવી જર્સી લોન્ચ કરી

હૈદરાબાદ ટીમની આ નવી જર્સી અને કીટની વાત કરીએ તો તેમાં કાળા આસ્તીન પર નારંગી કલરનો છંટકાવ કરવામાં આવ્યો છે તો સારા નારંગી કલરને ગળાના ભાગે અને કોલરના ભાગે ઘાંટા કાલા કલરથી રંગવામાં આવ્યો છે.

ટ્વિટર પર નવી જર્સી લોન્ચ કરતી વખતે હૈદરાબાદે લખ્યું છે કે, ‘હાજર છે અમારી નવી જર્સી. નારંગી સેના માટે નારંગી કવચ.’

આ વચ્ચે આઈપીએલમાં નવી આવેલી અમદાવાદ ફ્રેન્ચાઇઝીએ પોતાનું નામ ‘ગુજરાત ટાઇટન્સ’ રાખ્યું છે. જેની આજે સ્ટાર સ્પોર્ટ્સ પર જાહેરાત કરવામાં આવી હતી તો બીજી નવી ટીમ લખનઉની છે, જેનું નામ લખનઉ સુપર જાયંટ્સ રાખવામાં આવ્યું છે.

IPL 2022ની સિઝનમાં હવેથી 8 ને બદલે 10 ટીમો રમશે. જેના માટે 12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શન થવા જઇ રહ્યું છે. આ મેગા ઓક્શનમાં 590 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે આ મેગા ઓક્શનમાં હૈદરાબાદ ટીમે કેન વિલિયમસન, અબ્દુલ સમદ અને ઉમરાન મલિકને રિટેન કર્યા છે. આમ હાલ ટીમ પાસે પર્સમાં 68 કરોડની રકમ બાકી છે.

આ પણ વાંચો : IPL Auction: વિજય માલ્યા જ્યારે યુવરાજ સિંહને ખરીદવાને લઈને ગુસ્સે થયા, ત્યારે ફરીથી હરાજી કરવી પડી

આ પણ વાંચો : IPL 2022 Retained Players: 10 ટીમોએ 33 ખેલાડીઓને કર્યા રિટેન, હવે કઇ ટીમ પાસે કેટલા સ્થાન રહ્યા છે બાકી, જાણો

Next Article