Umran Malik IPL 2022: ગતિ જ બધું નથી ! ઉમરાન મલિક મોંઘો સાબિત થઈ રહ્યો છે, છેલ્લી 2 મેચમાં 100 રન આપ્યા

IPL 2022 : જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે (Umran Malik) છેલ્લી 2 મેચમાં એકપણ વિકેટ ઝડપી શક્યો નથી. છેલ્લી 2 મેચમાં ઉમરાન મલિક હૈદરાબાદ (Sunrisers Hyderabad) ટીમ માટે પણ ઘણો મોંઘો સાબિત થઈ રહ્યો છે.

Umran Malik IPL 2022: ગતિ જ બધું નથી ! ઉમરાન મલિક મોંઘો સાબિત થઈ રહ્યો છે, છેલ્લી 2 મેચમાં 100 રન આપ્યા
Umran Malik (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 9:35 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની સીઝનમાં ગુરુવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ટીમો સામસામે આવી હતી. ઋષભ પંત (Rishabh Pant) ની આગેવાની હેઠળની દિલ્હીની ટીમે આ મેચ 21 રને જીતી લીધી હતી. આ મેચમાં જમ્મુ-કાશ્મીરના બોલર ઉમરાન મલિક (Umran Malik) એ પણ પોતાની સ્પીડનો જાદુ દેખાડ્યો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તરફથી રમતા ઉમરાન મલિકે આ મેચમાં આઈપીએલના ઈતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ 157 KMPH ની સ્પીડ સાથે ફેંક્યો હતો. આ સિઝનની સૌથી ઝડપી ડિલિવરી હતી. જો કે આ મેચમાં તે ઘણો મોંઘો સાબિત થયો હતો અને એક પણ વિકેટ ઝડપી શક્યો ન હતો.

વિકેટ લેવી એજ સફળ બોલરની નિશાની છે

હવે એવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે કે શું ફાસ્ટ બોલિંગ કરવી જ બધું છે? ના, એવું નથી. સફળ બોલરની નિશાની એ છે કે ગતિ ભલે ઓછી હોય પરંતુ તેણે વિકેટ લઈને ટીમને જીતાડવી જોઈએ. બોલરનું આ જરૂરી કામ છે. મેચ દરમ્યાન માત્ર 125 અને 135ની સ્પીડથી બોલિંગ કરીને ટીમને જીત અપાવનાર ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મેકગ્રાને એમનેમ દિગ્ગજ ક્રિકેટર નથી કહેવામાં આવતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આઈપીએલના ઇતિહાસમાં સૌથી ફાસ્ટ બોલ ફેકનાર બોલર

  1. શૉન ટૈટઃ 157.71 KMPH
  2. ઉમરાન મલિકઃ 157.00 KMPH
  3. એનરિક નોર્કિયાઃ 156.22 KMPH
  4. ઉમરાન મલિકઃ 156.00 KMPH
  5. એનરિક નોર્કિયાઃ 155.21 KMPH
  6. ઉમરાન મલિકઃ 154.80 KMPH

ઉમરાન મલિકે છેલ્લી 2 મેચમાં 100 રન આપ્યા

ઉમરાન મલિકની વાત કરીએ તો તેણે છેલ્લી 2 મેચમાં એકપણ વિકેટ લીધી નથી. આ સાથે તે તેની ટીમ માટે પણ ખૂબ ખર્ચાળ સાબિત થઇ રહ્યો છે. ઉમરાને છેલ્લી 2 મેચમાં 8 ઓવર ફેંકી છે અને કુલ 100 રન આપ્યા છે. ગુરુવારે રમાયેલી દિલ્હી કેપિટલ્સ ટીમ સામેની મેચમાં ઉમરાને 52 રન આપ્યા હતા. જ્યારે આ પહેલા તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 48 રન આપ્યા હતા.

જોકે 2 મેચ પહેલાની મેચમાં ઉમરાને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામેની સમાન મેચમાં 5 વિકેટ ઝડપી હતી. ત્યારે પણ તેની ટીમ મેચ જીતી શકી ન હતી. આ પહેલા ઉમરાને પંજાબ કિંગ્સ સામે 4 વિકેટ લઈને તેની સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમને જીત અપાવી હતી. ઉમરાને આ સિઝનમાં અત્યાર સુધીમાં 10 મેચ રમી છે. જેમાં તેણે 15 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેનો ઈકોનોમી રેટ 8.92 હતો.

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">