IPL 2022 : David Warner એ પોતાની જ પૂર્વ ટીમ સામે તોફાની ઇનિંગ રમી, તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ

IPL 2022 : ડેવિડ વોર્નરે (David Warner) આ ઇનિંગ દરમિયાન T20 ક્રિકેટમાં પોતાની 400 સિક્સર પણ પૂરી કરી હતી. વોર્નર આ સિદ્ધિ મેળવનાર ઓસ્ટ્રેલિયાનો માત્ર ત્રીજો બેટ્સમેન છે.

IPL 2022 : David Warner એ પોતાની જ પૂર્વ ટીમ સામે તોફાની ઇનિંગ રમી, તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ
David Warner (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 8:51 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ડેવિડ વોર્નર (David Warner) ની તોફાની બેટિંગ જોવા મળી હતી. ડેવિડ વોર્નરે પોતાની જૂની ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના બોલરો સામે 58 બોલમાં તોફાની 92 રનની અણનમ ઈનિંગ રમી હતી. જેમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. IPL 2022 માં વોર્નરની આ ચોથી અડધી સદી હતી.

વિરાટ કોહલી ત્રીજા સ્થાને

આ ડેવિડ વોર્નરની T20 કારકિર્દીની 89 મી અડધી સદી હતી. જેના કારણે તેણે એક મોટો T20 રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ડેવિડ વોર્નર (David Warner) હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ અડધી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે આ મામલામાં કેરેબિયન દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ (Chris Gayle) ને પાછળ છોડી દીધો છે. જેના નામે 88 અડધી સદી છે. વોર્નર અને ગેલ પછી ભારતના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) 77 અડધી સદી સાથે ત્રીજા નંબર પર છે.

વોટસન-ફિંચની ક્લબમાં જોડાયો

ડેવિડ વોર્નરે આ શાનદાર ઇનિંગ દરમિયાન ટી-20 ક્રિકેટમાં પોતાના 400 છગ્ગા પણ પૂરા કર્યા હતા. વોર્નર આ સિદ્ધિ મેળવનાર ઓસ્ટ્રેલિયાનો માત્ર ત્રીજો બેટ્સમેન છે. વોર્નર પહેલા શેન વોટસન (467) અને એરોન ફિન્ચ (426) આ સિદ્ધી મેળવી ચૂક્યા છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેલે અત્યાર સુધી 463 T20 મેચમાં 1056 સિક્સર ફટકારી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

6.25 કરોડમાં દિલ્હીએ ડેવિડ વોર્નરને ખરીદ્યો હતો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને દિલ્હી કેપિટલ્સે 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે પણ વોર્નરને ખરીદવામાં રસ દાખવ્યો હતો. વોર્નર અગાઉ આઈપીએલની છેલ્લી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ હતો.

હૈદરાબાદ સામે રમી તોફાની ઇનિંગ

ગયા વર્ષે IPL ના પહેલા તબક્કામાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ વોર્નરને સનરાઇઝર્સની કેપ્ટનશીપ ગુમાવવી પડી હતી. આ પછી મેનેજમેન્ટે કેન વિલિયમસનને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. તે સમયે એક એવો અહેવાલો સામે આવ્યો હતો કે સનરાઇઝર્સ હૈદરાબાદના કોચ ટોમ મૂડી (Tom Moody) અને ડેવિડ વોર્નર (David Warner) વચ્ચે બિલકુલ બનતું નથી. વોર્નરે 2021 સિવાય દરેક સિઝનમાં સનરાઇઝર્સ માટે 500 થી વધુ રનનું યોગદાન આપ્યું હતું.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">