IPL 2022: સિંઘમ ઈન સુરત, પ્રેક્ટિસના ભાગ રૂપે ધોની અને તેની સેના સુરત પહોંચી

IPL 2022: સિંઘમ ઈન સુરત, પ્રેક્ટિસના ભાગ રૂપે ધોની અને તેની સેના સુરત પહોંચી
MS Dhoni in Surat

IPL 2022ની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. આ વખતે લીગમાં 8ના બદલે 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં બે નવી ટીમો લખનઉ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ છે.

Parul Mahadik

| Edited By: Adhirajsinh jadeja

Mar 02, 2022 | 6:49 PM

આઈપીએલ 2022 (IPL 2022) લીગની શરૂઆત 26 માર્ચથી થઈ રહી છે. દરેક ટીમે પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે સુરત શહેરમાં ચેન્નાઈ સુપર કિંગ્સની (Chennai Super Kings) ટીમ પ્રેક્ટિસ માટે આવી પહોંચી છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) સહિતના ખેલાડીઓ સુરત (Surat) આવી પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે ચેન્નઈની ટીમ પહેલીવાર સુરત ખાતે પોતાનો બેઝ કેમ્પ બનાવ્યો છે અને ત્યાં પ્રેક્ટિસ કરશે.

મહત્વનું છે કે સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ પર પ્રેક્ટિસ માટેની સૌથી વધારે 72 પીચ છે. જે ભારતના એકપણ સ્ટેડિયમમાં નથી. એટલું જ નહીં હવે મુંબઈ અને અમદાવાદની જેમ લાલ માટીની પીચ પણ અહીં તૈયાર કરવામાં આવી છે. આ કારણથી ચેન્નાઈ સુપર કિંગ્સની મેનેજમેન્ટ ટીમ અને એક્સપર્ટ દ્વારા સુરતની પીચ અને વ્યવસ્થાની ચકાસણી થોડા સમય પહેલા કરવામાં આવી હતી. જે તમામ વ્યવસ્થા જોયા બાદ આખરે ચેન્નાઈ સુપર કિંગ્સના મેનેજમેન્ટ દ્વારા પ્રેકટીસ સેશન સુરતમાં રાખવાનું નક્કી કર્યું છે.

ટીમના મહેન્દ્રસિંહ ધોની, રવિન્દ્ર જાડેજા, ઋતુરાજ ગાયકવાડ સહિતના 25 જેટલા પ્લેયરો, 15 નેટ બોલર , બેટીંગ અને બોલીગં કોચ, ફિઝીયોની ટીમ સહિત કુલ 86 વ્યકિતનો સ્ટાફ ડુમસરોડની એક ખાનગી હોટલમાં રોકાણ કરવાના છે અને સુરત પ્રવાસ દરમ્યાન તેઓ બાયોબબલમાં જ રહીને પ્રેકટીસ કરશે. જોકે ચેન્નઈ ટીમના રવિન્દ્ર જાડેજા હાલ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાના સભ્યો છે. જેથી સીરિઝ બાદ તે ચેન્નઈ ટીમ સાથે જોડાઈ જશે. ચેન્નાઈની ટીમ દ્વારા પ્લેયરોની અવરજવર માટે ખાસ વાહન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. તેમજ પ્રેકટીસ દરમિયાન ગ્રાઉન્ડ ઉપર એકપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં.

આજે ચેન્નાઈ સુપર કિંગ્સના ઓફિશયલ પેજ પર આ ધોનીનો ફોટો શેર કરીને લખવામાં આવ્યું છે, સિંઘમ ઈન સુરત. ધોનીના સુરત આવવાથી સુરતના ક્રિકેટરસિકો અને ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો લાલભાઈ સ્ટેડિયમ પર ટીમનો ઉત્સાહ વધારવા પહોંચ્યા હતા. સુરતમાં 7 માર્ચથી 22 માર્ચ સુધી ચેન્નાઈ સુપર કિંગ્સ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ કરશે. ત્યારબાદ તેઓ મેચના શિડ્યુલ પ્રમાણે આઈપીએલની મેચ રમવા ટીમ રવાના થશે. હાલ ટીમના તમામ સભ્યો બાયો-બબલમાં ભાગ રૂપે ક્વોરન્ટાઇન રહેશે. ત્યારબાદ પ્રેક્ટિસ શરૂ કરશે.

આ પણ વાંચો : IPL 2022: જેસન રોયે ભલે હાર્દિક પંડ્યાનો છોડી દીધો સાથ, ગુજરાત ટાઇટન્સ ટીમ પાસે છે 4 વિકલ્પ!

આ પણ વાંચો : IPL જોવા માટે એક ચેનલ પૂરતી નથી, BCCI એ ગજબની રણનીતિ બનાવી છે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati