AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: પ્લેઓફમાં પહોંચીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નોંધાવ્યો ખાસ રેકોર્ડ, કોલકાતાને છોડ્યું પાછળ

IPL 2022: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) IPL 2022 ના પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી ટીમે પ્લેઓફમાં પહોંચતાની સાથે જ એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.

IPL 2022: પ્લેઓફમાં પહોંચીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે નોંધાવ્યો ખાસ રેકોર્ડ, કોલકાતાને છોડ્યું પાછળ
Royal Challengers Bangalore (PC: IPLt20.com)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 4:40 PM
Share

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ના પ્લેઓફમાં પહોંચેલી 4 ટીમો ફાઈનલ થઈ ગઈ છે. જેમાં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) પ્રથમ સ્થાને પહોંચ્યું હતું. આ પછી લખનૌ સુપર જાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સમાવેશ થાય છે. બેંગ્લોર 8મી વખત આ ટુર્નામેન્ટના પ્લેઓફ (IPL 2022 Playoffs) માં પહોંચ્યું છે. તેણે આ વખતે ફરીથી પ્લેઓફમાં પહોંચીને એક ખાસ રેકોર્ડ બનાવ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમે આ મામલે શ્રેયસ અય્યર (Shreyas Iyer) ની આગેવાનીવાળી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ને પાછળ છોડી દીધું છે.

મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) એ તેની છેલ્લી લીગ મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને 5 વિકેટે હરાવ્યું હતું. આ હાર સાથે દિલ્હી કેપિટલ્સની ટીમ પ્લેઓફમાં શક્યું ન હતું. આમ મુંબઈ ઇન્ડિયન્સ ટીમની જીત સાથે જ RCB આરામથી પ્લેઓફમાં પહોંચી ગયું હતું. તમને જણાવી દઇએ કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 8મી વખત આઈપીએલ પ્લેઓફમાં જગ્યા બનાવી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ના પ્લેઓફમાં સૌથી વધુ વખત પહોંચવાનો રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) નો છે. ચેન્નાઈ આ ટૂર્નામેન્ટના પ્લેઓફમાં 11 વખત પહોંચી છે. જ્યારે RCB આ મામલે ત્રીજા સ્થાને છે.

બેંગ્લોરની ટીમે 8મી વાર IPL ની પ્લેઓફમાં સ્થાન મેળવ્યું

IPL ના પ્લેઓફ (IPL Playoffs) માં સૌથી વધુ વખત પહોંચવાની બાબતમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમને પાછળ છોડી છે. આઈપીએલના ઇતિહાસમાં કોલકાતાની ટીમ અત્યાર સુધી કુલ 7 વખત IPL ના પ્લેઓફમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. તે આ લિસ્ટમાં હાલ ચોથા સ્થાને છે. જ્યારે રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) આ લિસ્ટમાં બીજા સ્થાને છે. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 9 વખત આઈપીએલના પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. જો કે આ સિઝનમાં મુંબઈ ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. લીગ મેચ પુરી થયા બાદ તે પોઈન્ટ ટેબલમાં તળિયે છે.

g clip-path="url(#clip0_868_265)">