IPL 2022: રોહિત શર્મા આજે વિરાટ કોહલી જેવો કમાલ કરી શકે છે, દુનિયાના 7 બેટ્સમેનોની હરોળમાં થશે સામેલ!

રોહિત શર્મા (Rohit Sharma) આજે વિરાટ કોહલી (Virat Kohli) સામે તેના જેટલો જ અદ્ભુત પ્રદર્શન કરી શકે છે. બસ આ માટે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને ઓપનરે ફોર્મમાં પરત ફરવું પડશે.

IPL 2022: રોહિત શર્મા આજે વિરાટ કોહલી જેવો કમાલ કરી શકે છે, દુનિયાના 7 બેટ્સમેનોની હરોળમાં થશે સામેલ!
Rohit Sharma એ ફોર્મ દર્શાવવુ જરુરી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2022 | 9:44 AM

IPL 2022 માં આજે ડબલ હેડર દિવસ છે. એટલે કે બે મેચ રમાશે. અને, બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ( Mumbai Indians vs Royal Challengers Bangalore) વચ્ચે રમાશે. આ મેચમાં આજે રોહિત શર્મા (Rohit Sharma) પચાસ કે સો રન નહીં પરંતુ પુરા 10000 રન બનાવતો જોવા મળી શકે છે. આજે તે વિરાટ કોહલી (Virat Kohli) ની સામે તેના જેવો કમાલ કરી શકે છે. બસ આ બધી બાબતો માટે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન અને ઓપનરને ફરીથી ફોર્મમાં આવવાની જરૂર છે. જો તેનું બેટ ચાલે તો આજે તે રનના મામલે ટોચ પર હશે. જ્યાં અત્યાર સુધી માત્ર એક ભારતીય સાથે વિશ્વના માત્ર 6 ખેલાડીઓ પહોંચ્યા છે. એટલે કે રોહિત પાસે બીજો ભારતીય અને વિશ્વનો 7મો ખેલાડી બનવાની દરેક તક હશે.

જો રોહિત શર્મા આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે રમતા 10000 રન બનાવી લે છે તો તે મુંબઈ ઈન્ડિયન્સ માટે પણ સારું રહેશે. તેના માટે હારના માર્ગમાંથી વિજયના માર્ગ પર પાછા ફરવું પણ સરળ બનશે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2022 માં તેની છેલ્લી ત્રણ મેચ હારી છે, જ્યારે RCB એ અત્યાર સુધી રમાયેલી 3 માંથી 2 મેચ જીતી છે.

માત્ર 51 રન, તો વિરાટ કોહલી જેવી ઉપલબ્ધી હાંસલ થશે

હવે સવાલ એ છે કે રોહિત શર્મા 10000 રન કેવી રીતે બનાવશે? તેનું કનેક્શન શું છે? 10000 રન બનાવવા માટે રોહિત શર્માએ આજે ​​માત્ર એક અડધી સદી ફટકારવાની છે. તેણે આ માટે માત્ર 51 રનનો આંકડો પાર કરવાનો છે. આ સાથે તે રેકોર્ડ પણ બનાવશે અને મુંબઈ ઈન્ડિયન્સને વિજય પણ અપાવી શકે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વિરાટ પછી રોહિત બીજો ભારતીય છે.

રોહિત શર્મા આ 10000 રન માત્ર IPLમાં નહીં પરંતુ સમગ્ર T20 કરિયરમાં બનાવવા જઈ રહ્યો છે. હાલમાં, તેના નામે 373 T20I ની 360 ઇનિંગ્સમાં 6 સદી અને 69 અડધી સદી સાથે 9949 રન નોંધાયેલા છે. એટલે કે T20માં 361મી ઇનિંગ્સ તેના 10000 રનની સાક્ષી બની શકે છે. જો આમ થશે, તો તે વિરાટ કોહલી બાદ આ માઈલસ્ટોન સુધી પહોંચનાર બીજા ભારતીય હશે. વિરાટે અત્યાર સુધી 329 T20 મેચોની 312 ઇનિંગ્સમાં 10331 રન બનાવ્યા છે.

વિશ્વનો 7મો ક્રિકેટર જે T20માં દસ હજારી બનશે!

વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ T20 રન વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના નામે છે. યુનિવર્સ બોસે 463 T20 મેચમાં 14563 રન બનાવ્યા છે. તેના પછી પાકિસ્તાનના શોએબ મલિકનો નંબર આવે છે, જેણે T20માં 11698 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝનો કિરોન પોલાર્ડ 11474 રન બનાવીને યાદીમાં ત્રીજા નંબર પર છે. ઓસ્ટ્રેલિયાનો વ્હાઇટ બોલ કેપ્ટન એરોન ફિન્ચ 5માં નંબર પર છે, જેણે 10499 રન બનાવ્યા છે. 5મો નંબર વિરાટ કોહલીનો છે. જ્યારે છઠ્ઠા સ્થાન પર ડાબોડી ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર છે જેણે 10312 રન બનાવ્યા છે.

આ પણ વાંચો : Cheteshwar Pujara ને IPL માં ભલે મોકો ના મળ્યો હવે, 14 એપ્રિલથી ઇંગ્લેન્ડમાં દમ દેખાડશે!

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઈટન્સનો ખેલાડી પંજાબ સામેની દમદાર ભૂમિકાથી છવાયો, માતા વોલીબોલ પ્લેયર અને પિતા એથલેટ, જાણો પુરી કહાની

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">