IPL 2022: ઋષભ પંતે કહ્યુ, કોરોનામાં સપડાયેલી દિલ્લીની ટીમે કેવી રીતે પંજાબને હરાવ્યુ ?

DC vs PBKS IPL 2022: દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) પંજાબ કિંગ્સને (Punjab Kings) હરાવી IPL 2022 માં તેમની ત્રીજી જીત નોંધાવી. આ મેચ પહેલા દિલ્હીના કેમ્પમાં કોરોનાના કેસને કારણે ઘણી મૂંઝવણ હતી.

IPL 2022: ઋષભ પંતે કહ્યુ, કોરોનામાં સપડાયેલી દિલ્લીની ટીમે કેવી રીતે પંજાબને હરાવ્યુ ?
Rishabh PantImage Credit source: IPL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 8:23 AM

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) 20 એપ્રિલે પંજાબ કિંગ્સ (Punjab Kings) સામે જીત નોંધાવ્યા બાદ કહ્યું હતું કે કોવિડ-19 કેસને કારણે IPL 2022ની મેચની શરૂઆત પહેલા રમાશે કે કેમ તે અંગે ઘણી અનિશ્ચિતતા હતી. પંતે તેના ત્રણ સ્પિનરોના પ્રદર્શનની પ્રશંસા કરી, જેના કારણે ટીમ પંજાબ કિંગ્સને 115 રનમાં સમેટવામાં સફળ રહી. તેણે ઓપનર ડેવિડ વોર્નર (અણનમ 60) અને પૃથ્વી શોના પ્રદર્શનની પણ પ્રશંસા કરી, જેની મદદથી ટીમે માત્ર 10.3 ઓવરમાં નવ વિકેટે આસાન વિજય નોંધાવ્યો. સવારના કોવિડ-19 ટેસ્ટમાં દિલ્હી કેપિટલ્સની (Delhi Capitals) ટિમ સીફર્ટ પોઝિટિવ જોવા મળ્યો હતો, જેના કારણે મેચ રમાશે કે નહી તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

પંતે મેચ બાદ કહ્યું, કોવિડને લઈને ઘણી શંકા હતી. ખેલાડીઓ પણ શંકાના દાયરામાં હતા. અમે પણ થોડા નર્વસ હતા કારણ કે એવી ચર્ચા હતી કે તે રદ થઈ શકે છે. પરંતુ અમે એક ટીમ તરીકે વાત કરી અને અમારું ધ્યાન મેચ પર કેન્દ્રિત કર્યું. વોર્નરની અડધી સદી અને શૉ (41) સાથે પ્રથમ વિકેટ માટે 83 રનની ભાગીદારીથી ટીમે આ નાનકડા લક્ષ્યને સરળતાથી હાંસલ કરી લીધો હતો. તેણે વોર્નર અને શૉ વિશે કહ્યું, મોટાભાગે હું તેમને મુક્તપણે રમવા દઉં છું કારણ કે તેઓ તેમની ભૂમિકાઓ જાણે છે. દિલ્હી કેપિટલ્સે તમામ મેચ રમવાની છે. પરિણામ અમારા નિયંત્રણમાં નથી પરંતુ અમારે દરેક મેચમાં શ્રેષ્ઠ પ્રયાસ કરવો પડશે.

સ્પિનરોને મદદ મળી રહી હતી

પંતે બોલરો વિશે કહ્યું કે, પિચ સ્પિનરોને મદદ કરી રહી છે અને અમારા ત્રણેય સ્પિનરોએ શાનદાર બોલિંગ કરી છે. આ વિકેટ પર એક કે બે ઓવર પછી, મેં જોયું કે બોલ થોડો અટકી રહ્યો હતો અને મને લાગ્યું કે મારે સ્પિનરોનો વધુ ઉપયોગ કરવો જોઈએ. મેં વિચાર્યું કે પંજાબને 150 સુધી રોકવા જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચોઃ

IPL 2022 : પોલાર્ડે 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર લગાવ્યો બ્રેક, જાણો IPLમાં રમશે કે નહીં

આ પણ વાંચોઃ

IPL 2022 : DC vs PBKS: કોરોના કહેર વચ્ચે દિલ્હી કેપિટલ્સે 9 વિકેટે પંજાબ કિંગ્સને હરાવ્યું, મેચમાં બનાવ્યા આ મોટા રેકોર્ડ

g clip-path="url(#clip0_868_265)">