RCB vs SRH IPL 2022 Match Result: બેંગ્લોરને 9 વિકેટે હરાવીને પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું સનરાઇઝર્સ હૈદરાબાદ

RCB vs SRH IPL 2022 : IPLની ઓરેન્જ આર્મી નામની ટીમ એક પછી એક મેચ જીતી રહી છે. આ પ્રક્રિયાનો તાજેતરનો શિકાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની (RCB) ટીમ બની છે.

RCB vs SRH IPL 2022 Match Result: બેંગ્લોરને 9 વિકેટે હરાવીને પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચ્યું સનરાઇઝર્સ હૈદરાબાદ
Sunrisers Hyderabad (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 11:19 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 માં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નો વિજયી રથ અટકી રહ્યો નથી. ટીમે ટૂર્નામેન્ટની શરૂઆત સતત 2 હાર સાથે કરી હતી. પરંતુ ત્યારબાદ વિજયનો રસ્તો એ રીતે પકડ્યો હતો કે તે હજુ ચાલુ જ છે. IPL ની ઓરેન્જ આર્મી કહેવાતી આ ટીમ એક પછી એક મેચ જીતી રહી છે. આ પ્રક્રિયાનો તાજેતરનો શિકાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમ બની છે. જેની રમત હૈદરાબાદે માત્ર 48 બોલમાં ખતમ કરી નાખી હતી. એટલે કે પૂરા 72 બોલ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ જીતી લીધી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદની અત્યાર સુધી રમાયેલી 7 મેચમાં 5 મી જીત જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની અત્યાર સુધી રમાયેલી 8 મેચમાં ત્રીજી હાર છે. આ જીત બાદ સનરાઈઝર્સ પોઈન્ટ ટેલીમાં બીજા સ્થાને પહોંચી ગઇ છે. તો બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ચોથા સ્થાને સરકી ગઇ છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

સનરાઇઝર્સ હૈદરાબાદે 72 બોલ પહેલા જ જીત મેળવી

સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમે લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સામે 72 બોલ પહેલા મેચ જીતી લીઘી હતી. તેની આસાન જીતમાં બોલરોએ મોટી ભૂમિકા ભજવી હતી. જેના કારણે હૈદરાબાદની આખી ટીમ માત્ર 68 રનમાં જ સમેટાઈ ગઈ હતી. પરિણામ એ આવ્યું કે હૈદરાબાદે 69 રનનો ટાર્ગેટ માત્ર 8 ઓવરમાં મેળવી લીધો. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી તેના ડાબા હાથના ઓપનર અભિષેક શર્માએ તોફાની બેટિંગ કરી હતી. તેણે માત્ર 28 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 69 રનમાંથી 47 રન બનાવ્યા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદે છગ્ગા સાથે પોતાની જીતની સ્ક્રિપ્ટ લખી હતી. અભિષેક શર્મા આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા રાહુલ ત્રિપાઠીએ છગ્ગા સાથે ટીમને જીત અપાવી હતી અને હરીફ ટીમોને હુકાર આપ્યો હતો.

સનરાઇઝર્સના બોલરો સામે બેંગ્લોરના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા

આ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેનોએ સનરાઈઝર્સ હૈદરાબાદના બોલરોના આક્રમણનો કોઈ જવાબ આપી શક્યા ન હતા. જ્યારે પાવરપ્લેમાં માર્કો યાનસને બેંગ્લોરના ટોપ ઓર્ડરને ઉથલાવી નાખ્યો ત્યારે ટી. નટરાજન ડેથ ઓવર્સમાં માથાનો દુખાવો બની ગયો. નટરાજને મેચમાં માત્ર 10 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. માર્કો યાનસને 4 ઓવરમાં 25 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ બે સિવાય જગદીશા સુચિતને 2 વિકેટ મળી હતી. જ્યારે ઉમરાન મલિક અને ભુવનેશ્વર કુમારને 1-1 વિકેટ મળી હતી. એકંદરે, સનરાઇઝર્સના દરેક બોલરે મેચમાં વિકેટ ઝડપી અને ટીમની જીતમાં યોગદાન આપ્યું.

આ પણ વાંચો : GT vs KKR IPL Match Result: ગુજરાત ટાઈટન્સનો કોલકાતા સામે 8 રન થી રોમાંચક વિજય, શામી અને રાશિદની શાનદાર બોલીંગ

આ પણ વાંચો : RCB vs SRH Highlights Cricket Score, IPL 2022 : હૈદરાબાદે 8 ઓવરમાં બેંગ્લોરનો ખેલ પુરો કર્યો, 9 વિકેટે શાનદાર જીત મેળવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">