IPL 2022: રવિચંદ્રન અશ્વિન ચેસની રમતમાં યશસ્વી જયસ્વાલને ખૂબ જ સરળતાથી હરાવતો જોવા મળ્યો હતો

|

May 04, 2022 | 4:42 PM

IPL 2022: રવિચંદ્રન અશ્વિન (R Ashwin) હળવી પળમાં જોવા મળ્યો હતો. તેણે પોતાના સાથી ખેલાડી યશસ્વી જયસ્વાલ (Yashaswi Jaiswal) સાથે ચેસની રમત રમતો જોવા મળ્યો હતો.

IPL 2022: રવિચંદ્રન અશ્વિન ચેસની રમતમાં યશસ્વી જયસ્વાલને ખૂબ જ સરળતાથી હરાવતો જોવા મળ્યો હતો
Ravichandran Ashwin and Yashaswi Jaiswal (PC: TV9)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) સીઝનમાં તમામ ટીમો પોતાનો દમ દેખાડી રહી છે અને પ્લે ઓફમાં પહોંચવા માટે કમર કસી રહી છે. ત્યારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના દિગ્ગજ રવિચંદ્રન અશ્વિન (R Ashwin) હળવી પળમાં જોવા મળ્યો હતો. તેણે પોતાના સાથી ખેલાડી યશસ્વી જયસ્વાલ સાથે ચેસની રમત રમતો જોવા મળ્યો હતો. આ રમતમાં તેણે ટીમના ઓપનર યશસ્વી જયસ્વાલને આસાનીથી હરાવ્યો હતો. આ મેચ આ બંને વચ્ચે 3 મેના રોજ રમાઈ હતી.

રાજસ્થાન રોયલ્સે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં આ બંને ખેલાડીઓ વચ્ચે ચેસની રમત ચાલી રહી છે. અશ્વિનની ચેસમાં એક ચાલથી યશસ્વી ખૂબ જ નારાજ દેખાય છે. આ સાથે અશ્વિને યુવા બેટ્સમેનને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી કેવી રીતે બહાર નીકળવું તેની કેટલીક ટિપ્સ પણ આપી હતી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

બધા જાણે છે કે રાજસ્થાન રોયલ્સનો સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ ખૂબ જ ખતરનાક ચેસ ખેલાડી છે. ક્રિકેટમાં જોડાતા પહેલા તે ચેસનો રાજા પણ હતો. પરંતુ આ વીડિયોમાં ચહલ ક્યાંય દેખાતો નથી. આ વીડિયો કુલ 28 સેકન્ડનો છે અને આ વીડિયોમાં જોઈ શકાય છે કે અશ્વિન આ મેચ જીતી રહ્યો છે. આ સાથે હોટલની લોબીમાં બંને ખેલાડીઓ વચ્ચે વાતચીત પણ ચાલી રહી છે.

 

રવિ અશ્વિને તમામ લોકોને ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી

જો અત્યાર સુધીની મેચો પર નજર કરીએ તો અશ્વિન અને જયસ્વાલ બંનેએ પોતાનું ઉચ્ચ સ્તરનું પ્રદર્શન દર્શાવ્યું નથી. અશ્વિને 10 મેચમાં 8 વિકેટ ઝડપી છે. જ્યારે જયસ્વાલ આ સિઝનમાં વધુ રન બનાવી શક્યો નથી. આ વર્ષે તેણે અત્યાર સુધી માત્ર 3 મેચ રમી છે. બાકીની મેચોમાં ટીમને તેના સ્થાને દેવદત્ત પડિકલને ઓપનિંગ મળ્યું છે.

તમને જણાવી દઈએ કે રાજસ્થાન હાલ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. તેઓ તેમની અગાઉની મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 7 વિકેટે હારી ગયા હતા. રાજસ્થાનની આગામી મેચ 7 મેના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામે છે.

ટીમ વિશે વાત કરીએ તો જોસ બટલર, શિમરોન હેટમાયર અને યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધી ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. કેપ્ટન સંજુ સેમસને પણ કેટલીક મેચોમાં સારો દેખાવ કર્યો છે, પરંતુ તે સાતત્યપૂર્ણ રહ્યો નથી. બટલર આ વર્ષના સૌથી વધુ રન બનાવનારની યાદીમાં ટોચ પર છે. તેણે અત્યાર સુધી 10 મેચમાં 588 રન બનાવ્યા છે, જ્યારે ચહલ વિકેટ લેનારાઓની યાદીમાં સૌથી આગળ છે. તેણે અત્યાર સુધી 10 મેચમાં 19 વિકેટ લીધી છે.

Next Article