AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: પર્પલ અને ઓરેન્જ કેપ પર રાજસ્થાનના ખેલાડીઓનો કબજો યથાવત, આ ખેલાડીઓ પણ દાવેદારમાં સામેલ

Purple and Orange Cap 2022: રાજસ્થાન રોયલ્સ (RR) ના ઓપનર જોસ બટલર (Jos Butter) આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ સાથે જ ચહલના નામે સૌથી વધુ વિકેટનો રેકોર્ડ છે.

IPL 2022: પર્પલ અને ઓરેન્જ કેપ પર રાજસ્થાનના ખેલાડીઓનો કબજો યથાવત, આ ખેલાડીઓ પણ દાવેદારમાં સામેલ
Jos Buttler and Yuzvendra Chahal (PC: IPLt20.com)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 9:38 AM
Share

IPL 2022 Orange and Purple Cap: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની આ સિઝનની ઓરેન્જ અને પર્પલ કેપ્સ પર હજુ પણ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમ ના ખેલાડીઓનો કબજો જળવાયેલો છે. રાજસ્થાન રોયલ્સનો ઓપનર જોસ બટલર (Jos Buttler) આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને આ ટીમનો સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) આ વખતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. યુજવેન્દ્ર ચહલ પર્પલ કેપની રેસમાં 1 કે 2 વખત પાછળ રહી ગયો હતો. પરંતુ ઓરેન્જ કેપની વાત કરીએ તો આ સિઝનમાં અત્યાર સુધી કોઈ બેટ્સમેન બટલરને હરાવી શક્યો નથી. આઈપીએલના બીજા સપ્તાહથી ઓરેન્જ કેપ પર બટલરનો કબજો અકબંધ જવા મળી રહ્યો છે.

લોકેશ રાહુલ અને ડી કોક પાસેથી બટલરને ટક્કર મળી રહી છે

રાજસ્થાન રોયલ્સ ટીમના સ્ટાર ઓપનર જોસ બટલર (Jos Buttler) એ આ સિઝનમાં અત્યાર સુધી 14 મેચોમાં 48.38 ની બેટિંગ એવરેજ અને 146.96 ના સ્ટ્રાઈક રેટથી સૌથી વધુ 629 રન બનાવ્યા છે. મહત્વનું છે કે રન બનાવવાના મામલામાં જોસ બટલર અન્ય બેટ્સમેનો કરતા ઘણો આગળ છે. જોસ બટલર પછી જો કોઇ ખેલાડીનું નામ આવે છે તો તે ભારતના યુવા સ્ટાર ક્રિકેટર અને ભારતના ભાવી સુકાની લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) નું નામ આવે છે. આ લિસ્ટમાં ત્રીજું નામ સાઉથ આફ્રિકાના સ્ટાર ક્રિકેટર અને લખનૌ ટીમના ઓપનર ક્વિન્ટન ડી કોકનો નંબર આવે છે. આ બંને ખેલાડીઓએ 500 થી વધુ રન બનાવ્યા છે.

ઓરેન્જ કેપની રેસમાં ટોપ 5 બેટ્સમેનો

  1. જોસ બટલર 629 રન
  2. લોકેશ રાહુલ 537 રન
  3. ડી કોક 502 રન
  4. ફાફ ડુ પ્લેસીસ 443 રન
  5. ડેવિડ વોર્નર 427 રન

પર્પલ કેપ માટે આ બોલરોમાં ટક્કર જોવા મળી રહી છે

પર્પલ કેપ જીતવાની રેસ ખૂબ જ રસપ્રદ છે. પાંચ બોલર એવા છે જેઓ 20 થી વધુ વિકેટ લઈને આ રેસમાં સામેલ છે. યુઝવેન્દ્ર ચહલ અને વનિન્દુ હસરંગા સૌથી આગળ છે. ચહલના નામે 26 જ્યારે વનિન્દુના નામે 24 વિકેટ છે. ત્યાર બાદ કાગિસો રબાડા, ઉમરાન મલિક અને કુલદીપ યાદવ પણ તેનાથી પાછળ નથી.

પર્પલ કેપ માટેની રેસાં ટોપ 5 બોલરો

  1. યુઝવેન્દ્ર ચહલ 26 વિકેટ
  2. વાનેન્દુર હસરંગા 24 વિકેટ
  3. કાગિસો રબાડા 22 વિકેટ
  4. ઉમરાન મલિક 21 વિકેટ
  5. કુલદીપ યાદવ 20 વિકેટ

g clip-path="url(#clip0_868_265)">