AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: મોહમ્મદ શમીએ ‘કાશ્મિર એક્સપ્રેસ’ સહિત 2 યુવા બોલરને આપી મહત્વની શિખ, કરિયર બનાવવા કહી આ વાત

મોહમ્મદ શમી ન એ IPL 2022 માં પોતાની ઓળખ બનાવનારા ભારતના બે યુવા ઝડપી બોલરોના વખાણ કર્યા છે, પરંતુ બંનેને તેમની કારકિર્દીને લઈને મહત્વપૂર્ણ સલાહ પણ તેણે આપી છે.

IPL 2022: મોહમ્મદ શમીએ 'કાશ્મિર એક્સપ્રેસ' સહિત 2 યુવા બોલરને આપી મહત્વની શિખ, કરિયર બનાવવા કહી આ વાત
Mohammed Shami ગુજરાત ટાઈટન્સનો હિસ્સો છે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2022 | 6:42 PM
Share

આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ભારતને ઘણા એવા ઝડપી બોલર આપવામાં આવ્યા છે, જેઓ આગળ જતા ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરે તેવી શક્યતા જણાય છે. તેમાંથી એક મોહસીન ખાન (Mohsin Khan) છે. મોહસીન લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે, જે આ સિઝનમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તેણે તેની બોલિંગથી ઘણો પ્રભાવિત કર્યો છે, જોકે ભારતના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાંના એક મોહમ્મદ શમી (Mohammed Shami) નું માનવું છે કે મોહસિને હજુ ઘણો સુધારો કરવાની જરૂર છે. લોકડાઉન દરમિયાન મોહસિને શમી સાથે સારો સમય પસાર કર્યો હતો. તેણે શમીના ફાર્મ હાઉસમાં જઈને ભારતીય બોલર પાસેથી બોલિંગની યુક્તિઓ શીખી હતી. શમીએ ઉમરાન મલિક (Umran Malik) વિશે પણ એક મહત્વની વાત કહી છે.

શમી ખુશ છે કે યુવા ખેલાડીઓ બહાર આવી રહ્યા છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. તાજેતરના એક મીડિયા સેશનમાં શમીએ કહ્યું, ભારતીય ક્રિકેટનું ભવિષ્ય સારા હાથમાં છે તે જોવું સારું છે. આ ખેલાડીઓ માટે તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને તેમની કારકિર્દીમાં આગળ વધવું મહત્વપૂર્ણ છે.

મોહસીનને ફોકસ કરવાની જરૂર છેઃ શમી

શમીએ મોહસિન વિશે કહ્યું કે તેણે ગેમ પ્લાન પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. શમીએ કહ્યું, “મોહસીન વિશે વાત કરીએ તો તે મારી સાથે પ્રેક્ટિસ કરતો હતો. તે યુવાન અને મજબૂત છે પરંતુ તેણે પોતાના ગેમ પ્લાન પર કામ કરવાની જરૂર છે. તમારે શારીરિક અને માનસિક બંને રીતે દિનચર્યા બનાવવી પડશે. જો તમે નાની ઉંમરે તમારું સેટઅપ કરો છો, તો તેનાથી ઘણા વર્ષો સુધી ફાયદો થાય છે. જ્યારે અમે રમતા હતા ત્યારે બહુ ઓછા લોકો ક્રિકેટ વિશે જાણતા હતા જે ઉચ્ચ સ્તરે રમાય છે. પરંતુ આજની પેઢી પાસે ઘણા બધા વિકલ્પો છે.”

તેણે કહ્યું, “મને લાગે છે કે મોહસીન અને ઉમરાન નવા ફાસ્ટ બોલરોના બીજમાં છે, તેમની પાસે ઘણો આત્મવિશ્વાસ છે. મને લાગે છે કે તે બંને આવનારા સમયમાં સારું પ્રદર્શન કરશે.”

ઉમરાન મલિક વિશે આ વાત કહી

ઉમરાન મલિક વિશે શમીએ કહ્યું કે જો આ યુવા ખેલાડી બોલને બંને રીતે સ્વિંગ કરતા શીખી લે તો તે તોફાની ગતિ વિના પણ બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઉમરાને 157 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો જે આઈપીએલના ઈતિહાસનો સૌથી ઝડપી બોલ છે. તેણે કહ્યું, “તેની પાસે સારી ગતિ અને સારું ભવિષ્ય છે, પરંતુ તેને પરિપક્વ થવા માટે સમયની જરૂર છે. મને લાગે છે કે જો તમે 140 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરો છો અને તમે બોલને બંને રીતે સ્વિંગ કરી શકો છો, તો તે પૂરતું છે.”

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
અમદાવાદની 7થી વધુ પ્રાયમરી સ્કૂલ સીલ કરવામાં આવી
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
સુરતના આવશે સોનાના દિવસ ! હીરા ઉદ્યોગમાં ફરી તેજીના એંધાણ
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
આજે કઈ રાશિએ સાવધાન રહેવું પડશે અને કોને મળશે સફળતા? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">