MI vs KKR, IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો કોલકાતા સામે 161 રનનો સ્કોર, સૂર્યકુમારની અડધી સદી
બેબી એબી એ મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની ટીમમાંથી ડેબ્યુ કર્યુ હતુ અને તેણે આક્રમક રમત રમી હતી, પરંતુ તે 29 રન પર જ વિકેટ ગુમાવી બેઠો હતો.
પુણેમાં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Mumbai vs Kolkata) વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 14 મી મેચ રમાઈ રહી છે. કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. મુંબઈની ટીમની શરુઆત ખાસ રહી હતી નહોતી. રોહિત શર્મા (Rohit Sharma) ની વિકેટ ખૂબ જ ઝડપથી ગુમાવી દીધી હતી. જોકે બાદમાં બેબી એબી થી ઓળખ ધરાવતા ડેવાલ્સ બ્રેવિસે (Dewald Brevis) આક્રમક રમત રમીને ટીમના સ્કોરને આગળ વધારવા પ્રયાસ કર્યો હતો. જોકે અંતમાં સૂર્યકુમાર અને તિલકે ટીમના સ્કોરને સન્માનજનક સ્થિતીમાં પહોંચાડ્યો હતો. 20 ઓવરના અંતે મુંબઈ એ 4 વિકેટ ગુમાવીને 161 રનનો સ્કોર કર્યો હતો.
મુંબઈની ટીમની શરુઆત ખરાબ રહી હતી. ટીમનો કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર પોતાની વિકેટ ઝડપ થી ગુમાવી બેઠો હતો. જેને લઇને મુંબઈને ટીમનને શરુઆતમાં જ દબાણની સ્થિતી સર્જાઈ ગઈ હતી. રોહિત શર્માએ 12 બોલમાં માત્ર 3 રન નોંધાવીને કેચ આપી દઈ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ બેબી એબી ડેવાલ્સ બ્રેવિસ ક્રિઝ પર ત્રીજા નંબરે રમવા માટે આવ્યો હતો. જ્યાં તેણે ડેબ્યૂ મેચમાં જ આક્રમક રમત અપનાવી હતી. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 19 બોલમાં 2 રન ફટકાર્યા હતા. પરંતુ તે મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીની ચતુરાઈ માં ભરાઈ પડ્યો હતો અને સ્ટંપીંગ વિકેટ ગુમાવી હતી. જે વખતે ટીમનો સ્કોર 45 રન હતો.
આ ઈશાન કિશને 21 બોલનો સામનો કરીને 14 રન નોંધાવ્યા હતા. જ્યારે સુર્યાકુમાર યાદવે મુશ્કેલ સ્થિતીને સુધારવા રુપ અર્ધશતકીય ઈનીંગ રમી હતી. તેણે 36 બોલમાં 52 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 2 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તિલક વર્માએ અણનમ 38 રન 27 બોલમાં ફટકાર્યા હતા. તેણે સૂર્યાને સારો સાથ નિભાવ્યો હતો. કિરોન પોલાર્ડે અંતમાં 5 બોલમાં 3 છગ્ગા વડે 22 રન ફટકાર્યા હતા.
કમિન્સની 2 વિકેટ સાથે વાપસી
પેટ કમિન્સ ટીમ સાથે પરત ફરી ચુક્યો છે, તેણે મુંબઈની બે વિકેટ ઝડપી હતી. જોકે આ માટે તેણે ખૂબ રન ખર્ચવા પડ્યા હતા. કમિન્સે 49 રન ખર્ચ્યા હતા. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 32 રન આપીને એક વિકેટ ઝડપી હતી. જ્યારે ઉમેશ યાદવે રોહિત શર્માના રુપમાં મહત્વની વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 25 રન આપ્યા હતા. આંદ્રે રસેલે એક ઓવર કરીને વિના વિકેટે 9 રન ગુમાવ્યા હતા.
આ પણ વાંચો : IPL 2022, Dewald Brevis: ‘બેબી એબી’ નુ આક્રમક ડેબ્યૂ, જોકે પ્રથમ ઈનીંગનુ તોફાન મિસ્ટ્રી સ્પિનરે ચતુરાઈથી શમાવી દીધુ
આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરમાં કોંગ્રેસ, પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરીયા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-