AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022, Dewald Brevis: ‘બેબી એબી’ નુ આક્રમક ડેબ્યૂ, જોકે પ્રથમ ઈનીંગનુ તોફાન મિસ્ટ્રી સ્પિનરે ચતુરાઈથી શમાવી દીધુ

ડેબ્યૂ ઈનીંગ માં ડેવાલ્ડ બ્રેવિસ (Dewald Brevis) એ ધમાકેદાર ઈનીંગની શરુઆત કરી હતી. તેણે ચોગ્ગા અને છગ્ગા વાળી કરી હતી, પરંતુ ફેનની મજા અધૂરી રહી ગઈ

IPL 2022, Dewald Brevis: 'બેબી એબી' નુ આક્રમક ડેબ્યૂ, જોકે પ્રથમ ઈનીંગનુ તોફાન મિસ્ટ્રી સ્પિનરે ચતુરાઈથી શમાવી દીધુ
Dewald Brevis એ નાની પણ આક્રમક ઈનીંગ રમી હતી.
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2022 | 8:43 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 14 મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (KKR vs MI) વચ્ચે પુણેમાં રમાઈ રહી છે. આજની મેચમાં આકર્ષણનુ કેન્દ્ર ‘બેબી એબી’ ના ડેબ્યૂ રહ્યુ હતુ. એબી ડી વિલિયર્સની ઝલક ધરાવતો આ 18 વર્ષીય સ્ફોટક ખેલાડીએ ક્રિઝ પર આવતા જ પોતાની ઓળખ પ્રમાણે રમતની શરુઆત કરી હતી. ડેવાલ્ડ બ્રેવિસ (Dewald Brevis) ડેબ્યૂ મેચમાં 29 રન ફટકાર્યા હતા. તેને મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ પોતાની જાળમાં ફસાવ્યો હતો અને વિકેટકીપરે તેને સ્ટંમ્પિગ આઉટ કર્યો હતો.

પ્રથમ બંને મેચમાં હારને સહન કર્યા બાદ પાંચ વખચની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ જીત નોંધાવવામ માટે સંઘર્ષ કરી રહી છે. આ દરમિયાન આખરે તોફાની યુવા બેટ્સમેનેન અંતિમ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યુ હતુ. જેની મુંબઈ જ નહી પરંતુ આઇપીએલ ના ફેન પણ રાહ જોઈ રહ્યા હતા. જેનો અંત આવ્યો હતો અને મેદાનમાં ચારે તરફ ચોગ્ગા અને છગ્ગા વાળી રમતનો નજારો બેબી એબીએ આપ્યો હતો. પરંતુ તેની ઇનીંગ અધૂરી જ રહી ગઈ હતી. તે બોલને આગળ આવીને રમવા જવાનો મૂડ પારખી જતા વરુણે તેને વિકેટકીપર બિલિંગ્સની મદદ વડે પોતાની જાળમાં ફસાવી લીધો હતો. આમ તેની તોફાની રમત 29 રન પર જ સમાપ્ત થઈ ગઈ હતી.

બ્રેવિસે 2 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે તેણે 19 બોલમાં 29 રન ફટકાર્યા હતા. તેનો સ્ટ્રાઈક રેટ 152.63 નો રહ્યો હતો. તેની રમતને જોતા તે મુંબઈના સ્કોરબોર્ડને ઝડપથી આગળ વધારી દેશે એમ લાગી રહ્યુ હતુ, પરંતુ એ પહેલા જ તે વરુણ ચક્રવર્તીની ચતુરાઈનો શિકાર થઈ ગયો હતો. સ્ટંપીંગ થઇ વિકેટ ગુમાવવાના આગળના બોલે જ તેણે શાનદાર સિક્સર લગાવી હતી.

‘બેબી એબી’ નામથી ઓળખાય છે

ડિવાલ્ડ બ્રેવિસને લઈને માત્ર મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ જગતમાં ઘણી ઉત્સુકતા ધરાવતા હતા. તેનું મોટું કારણ એબી ડી વિલિયર્સની જેમ તેની બેટિંગ છે. દક્ષિણ આફ્રિકાનો આ યુવા સ્ટાર પોતાના જ દેશના મહાન બેટ્સમેનોમાંના એક ડી વિલિયર્સથી પ્રભાવિત છે અને તેની સ્ટાઈલમાં બેટ્સમેન છે. તે તેની પાસેથી ઘણું શીખ્યો છે અને તે જ રીતે મોટા શોટ મારવાની ક્ષમતા પણ ધરાવે છે. આ જ કારણ છે કે તેની અંડર-19 સાઉથ આફ્રિકન ટીમના ખેલાડીઓ ડિવાલ્ડને ‘બેબી એબી’ કહીને બોલાવે છે.

અંડર-19 વર્લ્ડ કપમાં રંગ જમાવ્યો હતો

આ વર્ષે અંડર-19 વર્લ્ડ કપમાં તેણે ડેબ્યૂ કર્યું તે પહેલા બ્રેવિસને ‘બેબી એબી’ નામથી ઓળખ મળી અને પછી તેણે વર્લ્ડ કપ શરૂ થતાની સાથે જ તેને સાચું સાબિત કરી દીધું. આ 18 વર્ષના જમણા હાથના બેટ્સમેને વર્લ્ડ કપમાં બેટથી હંગામો મચાવ્યો હતો. સાઉથ આફ્રિકાની ટીમ ભલે ફાઇનલમાં પહોંચી શકી ન હતી પરંતુ તે છવાઈ ગયો હતો. બ્રેવિસે ટુર્નામેન્ટની 6 ઇનિંગ્સમાં 84 ની એવરેજથી રેકોર્ડ 506 રન બનાવ્યા, જેમાં 2 સદી અને 3 અડધી સદી સામેલ છે. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

IPL મેગા ઓક્શનમાં મોટી બોલી લાગી હતી

અંડર-19 વર્લ્ડ કપના એક અઠવાડિયા પછી, 12-13 ફેબ્રુઆરીના રોજ IPL 2022 મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેના પહેલા જ દિવસે બ્રેવિસનું નામ પણ આવ્યું હતું. આવી સ્થિતિમાં, બ્રેવિસના નામે ટીમો તૂટી પડે તે સ્વાભાવિક હતું અને એમ જ થયું. ઘણી ટીમો વચ્ચે જોરદાર બોલી લગાવ્યા બાદ આખરે મુંબઈએ આ 18 વર્ષીય બેટ્સમેનને 3 કરોડ રૂપિયામાં ખરીદ્યો. બ્રેવિસ માત્ર શાનદાર બેટ્સમેન જ નથી પરંતુ ઓફ-સ્પિન બોલિંગ પણ કરે છે. બ્રેવિસે 9 T20 મેચ રમી છે, જેમાં તેણે 207 રન બનાવવા ઉપરાંત 5 વિકેટ પણ લીધી છે.

આ પણ વાંચો : IPL 2022: સિક્સર ફટકારવામાં માહિર આ સ્ફોટક ખેલાડી સામે જસપ્રીત બુમરાહ છે ભારે, આસાનીથી જાળમાં થઈ જાય છે શિકાર

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરમાં કોંગ્રેસ, પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરીયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">