પંજાબ કિંગ્સ ટીમે જાહેર કર્યો પોતાનો નવો સુકાની, ભારતના આ બેટ્સમેનને મળી જવાબદારી
પંજાબ કિંગ્સ ટીમે લોકેશ રાહુલને આ વખતે રિટેન કર્યો ન હતો. તે પંજાબ કિંગ્સ ટીમ સાથે છેલ્લા ચાર સિઝનથી જોડાયેલો હતો.
આઈપીએલ 2022 (IPL 2022)ના મેગા ઓક્શનમાં ચર્ચાનો વિષય બનનાર પંજાબ કિંગ્સ (Punjab Kings) ટીમે તમામ અટકળો બાદ પોતાનો નવો સુકાની જાહેર કરી દીધો છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય બેટ્સમેન મયંક અગ્રવાલ (Mayank Agarwal)ને ટીમનો નવો સુકાની જાહેર કરવામાં આવ્યો છે. પંજાબ કિંગ્સ ટીમે ઓક્શન પહેલા મયંક અગ્રવાલને રિટેન કરવામાં આવ્યો હતો અને ત્યારે જ બધાને અંદાજો આવી ગયો હતો કે મયંક અગ્રવાલ પંજાબ ટીમનો સુકાની બની શકે છે અને એજ પ્રકારની જાહેરાત આજે કરવામાં આવી હતી.
મયંક અગ્રવાલ 2018થી પંજાબ ટીમ સાથે જોડાયેલો છે અને ત્યારથી તે પૂર્વ સુકાની લોકેશ રાહુલની સાથે જોડી બનાવી છે અને મેદાન પર શાનદાર પ્રદર્શન પણ કરી રહ્યો છે. લોકેશ રાહુલે પંજાબ ટીમ સાથે પોતાનો સાથે ચાર સિઝન બાદ છોડ્યો હતો અને આગામી સિઝનમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમ સાથે જોડાયો અને તે ટીમનો સુકાની જાહેર કરવામાં આવ્યો હતો.
🚨 Attention #SherSquad 🚨
Our 🆕© ➜ Mayank Agarwal
Send in your wishes for the new #CaptainPunjab 🎉#SaddaPunjab #PunjabKings #TATAIPL2022 @mayankcricket pic.twitter.com/hkxwzRyOVA
— Punjab Kings (@PunjabKingsIPL) February 28, 2022
મયંક અગ્રવાલ સુકાની બન્યા બાદ ખુશી વ્યક્ત કરી
મયંક અગ્રવાલ સુકાની બન્યા બાદ કહ્યું કે, “હું આ શાનદાર ટીમનું પ્રતિનિધિત્વ કરવા પર ગર્વ અનુભવી રહ્યો છું. મને ખુશી છે કે મારે ટીમનું નેતૃત્વ કરવાનું છે. હું આ જવાબદારી સંપુર્ણ ઈમાનદારી સાથે નિભાવીશ પણ સાથે જ મને વિશ્વાસ છે કે આ સિઝનમાં પંજાબ કિંગ્સ ટીમમાં રહેલ તમામ ખેલાડીઓ મારૂ આ કામ સહેલું કરી દેશે.
તમને જણાવી દઇએ કે પંજાબ કિંગ્સ માટે મયંક અગ્રવાલ એક જબરદસ્ત બેટ્સમેન સાબિત થયો છે. તેના આંકડા પર નજર નાખીએ તો આ બેટ્સમેને 47 મચેમાં પંજાબ ટીમ માટે 144.25ની સ્ટ્રાઈક રેટથી 1,317 રન બનાવ્યા છે. આ સમય દરમ્યાન તેના નામે એક સદી નોંધાઈ છે. ગત સિઝનમાં તે લોકેશ રાહુલની ગેરહાજરી સમયે ટીમની કમાન સંભાળતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : IPL 2022: મહેન્દ્રસિંહ ધોની જોવા મળ્યો નવા અવતારમાં, જોઇને ચાહકો પણ દંગ રહી ગયા, જુઓ Video
આ પણ વાંચો : BCCI: ભારતીય ક્રિકેટ બોર્ડ Ranji Trophy ની સફળતા જોઇ, IPL 2022 ની સાથો સાથ વધુ બે ટૂર્નામેન્ટનુ ફરી થી આયોજન શરુ કરશે