KKR Squad & Schedule: શ્રેયસ અય્યરની આગેવાનીમાં KKR અભિયાનની શરુઆત CSK સામે ટક્કર સાથે કરશે, જાણો ટીમનુ પુરુ શેડ્યૂલ અને ટીમ

IPL 2022 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ની ટીમ શ્રેયસ અય્યર (Shreyas Iyer) ની કેપ્ટનશીપમાં બનવા જઈ રહી છે.

KKR Squad & Schedule: શ્રેયસ અય્યરની આગેવાનીમાં KKR અભિયાનની શરુઆત CSK સામે ટક્કર સાથે કરશે, જાણો ટીમનુ પુરુ શેડ્યૂલ અને ટીમ
Kolkata Knight Riders ની પ્રથમ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 10:05 AM

IPL 2022 27 માર્ચથી ધમાકેદાર શરૂઆત થવા જઈ રહી છે. લીગની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાશે. આ બંને ટીમો ગયા વર્ષે ફાઈનલ મેચમાં આમને-સામને હતી. આ વખતે KKRની ટીમનું નેતૃત્વ વિસ્ફોટક બેટ્સમેન શ્રેયસ અય્યર (Shreyas Iyer) કરશે. તેણે 16 કરોડ ખર્ચીને અય્યરને પોતાની ટીમ સાથે જોડ્યો હતો અને પછી તેને કેપ્ટન બનાવવાની જાહેરાત કરી હતી. અય્યર પોતાની ટીમને ત્રીજું ટાઇટલ જીતાડશે. KKR અત્યાર સુધીમાં બે વખત IPL ટ્રોફી જીતી ચૂક્યું છે. KKR એ 2012 અને 2014માં આ ખિતાબ જીત્યો હતો.

આ વખતે આઈપીએલનું ફોર્મેટ તદ્દન અલગ છે. 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. KKR ગ્રુપ Aમાં બીજા નંબર પર છે. લીગ તબક્કામાં કુલ 70 મેચો રમાશે. તે જ સમયે, તમામ 10 ટીમો 14-14 મેચ રમશે. કોલકાતાની ટીમને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે, જ્યાં તેના સિવાય મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામેલ છે. હરાજી પહેલા કોલકાતાએ આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, વેંકટેશ ઐયર અને સુનીલ નારાયણને જાળવી રાખ્યા હતા. હરાજીમાં તેણે સૌથી વધુ પૈસા ઐયર પર ખર્ચ્યા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સનું સંપૂર્ણ શેડ્યૂલ

તારીખ સમય વિરુદ્ધ સ્ટેડિયમ સ્થળ
26 માર્ચ 7.30 pm ચેન્નાઈ સુપર કિંગ્સ વાનખેડે સ્ટેડિયમ મુંબઇ
30 માર્ચ 7.30 pm રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ડીવાય પાટિલ સ્ટેડિયમ મુંબઇ
1 એપ્રિલ 7.30 pm પંજાબ કિંગ્સ વાનખેડે સ્ટેડિયમ મુંબઇ
6 એપ્રિલ 7.30 pm મુંબઈ ઈન્ડિયન્સ એમસીએ સ્ટેડિયમ પુણે
10 એપ્રિલ 3.30 pm દિલ્હી કેપિટલ્સ બ્રેબોન સ્ટેડિયમ મુંબઇ
15 એપ્રિલ 7.30 pm સનરાઇઝર્સ હૈદરાબાદ બ્રેબોન સ્ટેડિયમ મુંબઇ
18 એપ્રિલ 7.30 pm રાજસ્થાન રોયલ્સ બ્રેબોન સ્ટેડિયમ મુંબઇ
23 એપ્રિલ 3.30 pm ગુજરાત ટાઇટન્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ મુંબઇ
28 એપ્રિલ 7.30 pm દિલ્હી કેપિટલ્સ વાનખેડે સ્ટેડિયમ મુંબઇ
2જી મે 7.30 pm રાજસ્થાન રોયલ્સ વાનખેડે સ્ટેડિયમ મુંબઇ
7 મે 7.30 pm લખનૌ સુપર જાયન્ટ્સ એમસીએ સ્ટેડિયમ પુણે
9 મે 7.30 pm મુંબઈ ઈન્ડિયન્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ મુંબઇ
14 મે 7.30 pm સનરાઇઝર્સ હૈદરાબાદ એમસીએ સ્ટેડિયમ પુણે
18 મે 7.30 pm લખનૌ સુપર જાયન્ટ્સ ડીવાય પાટિલ સ્ટેડિયમ મુંબઇ

કોલકાતા નાઈટ રાઈડર્સની સંપૂર્ણ ટીમ

શ્રેયસ ઐયર, પ્રથમ સિંહ, અમન હકીમ, બાબા ઈન્દ્રજીત, અજિંક્ય રહાણે, રમેશ કુમાર, નીતિશ રાણા, રિંકુ સિંહ, અભિજિત સિંહ, એરોન ફિન્ચ, વેંકટેશ ઐયર, અંકુલ રોય, મોહમ્મદ નબી, આન્દ્રે રસેલ, શિવમ માવી, સેમ બિલિંગ્સ, શેલ્ડન જેક્સન, અશોક શર્મા, પેટ કમિન્સ, ચમિકા કરુણારત્ને, સુનિયા નારાયણ, રસીખ સલામ, ટિમ સાઉથી, વરુણ ચક્રવર્તી અને ઉમેશ યાદવ.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

આ પણ વાંચોઃ IPL 2022: રવિન્દ્ર જાડેજાને શુ 7 મહિના પહેલાથી જ જાણ હતી ? CSK ની કેપ્ટનશીપ અંગે UAE માં પોતે જ કરી હતી ભવિષ્યવાણી!

આ પણ વાંચો: MS Dhoni Quits CSK Captaincy: રવિન્દ્ર જાડેજાને આ દિગ્ગજ ખેલાડીનુ બહાર થવુ ફળી ગયુ, આ રીતે કેપ્ટનશીપનો તાજ મળ્યો

g clip-path="url(#clip0_868_265)">