IPL 2022: રવિન્દ્ર જાડેજાને શુ 7 મહિના પહેલાથી જ જાણ હતી ? CSK ની કેપ્ટનશીપ અંગે UAE માં પોતે જ કરી હતી ભવિષ્યવાણી!
રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) હવે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમનો કેપ્ટન છે, ધોની બાદ હવે ચેન્નાઇની ટીમને 5 મી વાર ટાઇટલ જીતાડવાની જવાબદારી પણ હવે તેના શિરે છે
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની શરુઆતને આડે હવે સમય ગણાઇ રહ્યો છે. આ પહેલા ચેન્નાઇ સુપર કિંગ્સે (Chennai Super Kings) આઇપીએલના ચાહકોને પહેલા થી ચોંકાવી દીધા છે. ચેન્નાઇએ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) ના સ્થાને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ને કેપ્ટનશીપની જવાબદારી સોંપી દીધી છે. ફેન માની રહ્યા હતા કે, હજુ આ સિઝન ધોની કેપ્ટનની ભૂમિકામાં જોવા મળી શકે છે એવા સમયે અચાનક જ જાડેજાની પસંદગીની ઘોષણા થઇ હતી. આમ પણ ધોની અને તેની ટીમ અચાનક જ કરવામાં જાણીતા છે. જોકે રવિન્દ્ર જાડેજા એ ગત સિઝનના બીજા હાલ્ફ પહેલા જ ધોની બાદ પોતાનુ નામ હોવાની ભવિષ્ય વાણી કરી દીધી હતી.
આઇપીએલ 2021 ની સિઝન કોરોનાની બીજી લહેરને લઇને અધવચ્ચે જ અટકાવી દેવી પડી હતી. ત્યારબાદ બાકી મેચો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યુએઇમાં યોજવામાં આવી હતી. જે માટે બીજા હાફની તૈયારીઓ માટે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ પહોંચી હતી, જ્યાં જાડેજાએ ફેનને એક સવાલનો જવાબ આપ્યો હતો અને તે જવાબ હવે ભવિષ્યવાણી કરી હોય એમ હવે લાગી રહ્યો છે.
ધોનીના ઉત્તરાધીકારી તરીકે અનેકવાર સવાલો થતા રહેતા હતા. તેની ચર્ચાઓ પણ થતી રહેતી, આવી જ રીતે એક ફેન દ્વારા રવિન્દ્ર જાડેજાને આ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેણે જાડેજાને પૂછ્યુ હતુ કે ધોની પછી ટીમનો કેપ્ટન કોણ હોઇ શકે. જેના જવાબને લઇને જાડેજા એકદમ જ ગત વર્ષથી ચર્ચામાં આવી ગયો હતો. તો જાણી લો કે જાડેજાએ તે વેળા શુ ભવિષ્ય વાણી કરી હતી.
સવાલ પર આમ જવાબ આપ્યો જાડેજાએ
ટીમના એક પ્રશંસક દ્વારા આ સવાલ પૂછવામાં આવ્યો હતો. તેણે ટ્વીટર પર પૂછ્યુ હતુ કે, તમે એમએસ ધોની બાદ કોને ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન તરીકે પંસદ કરશો. તેની પર રવિન્દ્ર જાડેજાએ કોમેન્ટ કરીને રિપ્લાય અનોખા અંદાજમાં આપ્યો હતો. જાડેજાએ તેની પર જવાબમાં 8 નો આંકડો લખી દીધો હતો. જે જવાબનો મતલબ પ્રશંસકથી લઇને સૌ કોઇ સમજી ચુક્યુ હતુ. કારણ કે 8 નો આંકડો એ જાડેજાની ચેન્નાઇની ટીમની તેની જર્સીનો છે. આમ જાડેજાએ પોતાની કેપ્ટન બનવા ઇચ્છા તરીકે પણ આ જવાબને જોવામા આવી રહ્યો હતો.
😂⚔️🔥#WhistlePodu | @imjadeja 🦁 pic.twitter.com/Mnx93U9qCa
— CSK Fans Army™ 🦁 (@CSKFansArmy) September 14, 2021
જોકે તેનો આ જવાબ ખૂબ ચર્ચાઓ જગાવનારો હતો એ પણ સ્વભાવિક વાત છે. પરંતુ જાડેજાએ સ્થિતીને પામી લીધી હોય એમ જાણે કે પોતાના જવાબને તે વખતે ડીલીટ કરી દીધો હતો ! જાડેજાએ જવાબને ડીલીટ તો કર્યો પરંતુ એટલી વારમાં તેનો એ જવાબ સોશિયલ મીડિયા પર ફેલાવા લાગ્યો હતો. ફેન્સ દ્વારા પણ તેના રિપ્લાયનો સ્ક્રિન શોટ જે તે વખતે લઇ લેવામાં આવ્યો હતો. જે સોશીયલ મીડિયા પર ફરવા લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે, ધોનીની જર્સીનો નંબર 7 છે.