IPL 2022: KL Rahul એ મચાવી દીધી ધમાલ, ફટકારી દીધી ફરી એકવાર શાનદાર અડધી સદી, આ મામલામાં સૌથી આગળ ભારતીય
લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) નો કેપ્ટન તેના રેડ હોટ ફોર્મમાં છે. આ તેની ટીમની તાકાત બની ગઈ છે. દિલ્હી (Delhi Capitals) સામેની મેચમાં પણ લખનૌની ટીમ મોટા સ્કોરની ઇનીંગ રમી છે. તો આમાં કેએલ રાહુલની ભૂમિકા સૌથી મહત્વની છે.
IPL 2022 માં કેએલ રાહુલ (KL Rahul) ના બેટનો ઘોંઘાટ બંધ થઈ રહ્યો નથી. તે એવા બેટ્સમેનોમાંનો એક છે જે દરેક મેચમાં માત્ર રન બનાવી રહ્યા છે. તેણે ઓરેન્જ કેપની રેસમાં પોતાની જાતને જાળવી રાખી છે. લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) નો કેપ્ટન તેના રેડ હોટ ફોર્મમાં છે. અને, તેનું ફોર્મ તેની ટીમની તાકાત બની ગયું છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામેની મેચમાં પણ લખનૌની ટીમ મોટા સ્કોરની ઈનીંગ રમી છે, તો આમાં કેએલ રાહુલની ભૂમિકા સૌથી મહત્વની છે. તેણે દિલ્હી સામે તેના બેટને ખોલીને ટુર્નામેન્ટમાં વધુ એક ફિફ્ટી પ્લસ સ્કોર બનાવ્યો છે.
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમાયેલી 10 ઇનિંગ્સમાં કેએલ રાહુલના બેટમાંથી આ ચોથો ફિફ્ટી પ્લસ સ્કોર છે. જેમાં અત્યાર સુધી 2 સદી અને 2 અડધી સદી સામેલ છે. IPL ની વાત કરીએ તો રાહુલના બેટમાંથી આ 29મી અડધી સદી છે. આ સિવાય તેણે તેની IPL કરિયરમાં 4 સદી પણ ફટકારી છે.
રાહુલે દિલ્હી સામે 35 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી
કેએલ રાહુલે દિલ્હી કેપિટલ્સ સામે 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. એટલે કે તેની અડધી સદીમાં માત્ર 6 બોલમાં 30 રન. જોકે, તેની આખી ઇનિંગ 77 રનની હતી, જે તેણે 51 બોલનો સામનો કરીને પૂરી કરી હતી. તેની આખી ઇનિંગમાં 5 સિક્સ અને 4 ફોરનો સમાવેશ થાય છે. આ ઇનિંગ દરમિયાન કેએલ રાહુલે બે મોટા રેકોર્ડ પણ પોતાના નામે કર્યા.
IPL માં સૌથી ઝડપી 150 સિક્સર મારનાર ભારતીય
દિલ્હી સામેની ઈનિંગ્સ દરમિયાન કેએલ રાહુલની આઈપીએલમાં 150 સિક્સ પણ પૂરી થઈ હતી. તે BCCI ની આ T20 લીગમાં સૌથી ઝડપી 150 સિક્સર ફટકારનાર ભારતીય છે. આટલી સિક્સર ફટકારવા માટે તેણે માત્ર 95 ઇનિંગ્સ રમી છે. આ પહેલા ભારતીયોમાં સર્વશ્રેષ્ઠ રેકોર્ડ સંજુ સેમસનના નામે હતો. તેણે 125 ઇનિંગ્સ રમી હતી.
સતત પાંચમી વખત રન 400ને પાર કર્યા
IPL 2022 માં દિલ્હી સામે તોફાની ઇનિંગ્સ રમીને કેએલ રાહુલના રનનો આંકડો 400 રનને પાર કરી ગયો છે. IPL માં કેએલ રાહુલે સતત 5મી વખત 400 પ્લસ રન બનાવ્યા છે. તેની પહેલા માત્ર સુરેશ રૈના, ડેવિડ વોર્નર અને શિખર ધવન જ આ કરી શક્યા હતા. રાહુલે અત્યાર સુધીમાં 56.37ની એવરેજ અને 145થી વધુની સ્ટ્રાઈક રેટથી 451 રન બનાવ્યા છે.
એક કેપ્ટનનું કામ આગળથી ટીમનું નેતૃત્વ કરવાનું હોય છે અને IPL ની 15મી સીઝનમાં કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ માટે આ કામ સારી રીતે કરી રહ્યા છે.