AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arvalli: ક્વોરી ઉદ્યોગે બ્લેક ટ્રેપનો સપ્લાય બંધ કર્યો, અમદાવાદ-ગાંધીનગરના કન્સ્ટ્રકશન બિઝનેશ પર ઉતરી શકે છે મુશ્કેલી

વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ વર્ષોથી નહીં આવવાને પગલે હવે રાજ્યમાં ક્વોરી ઉદ્યોગકારોએ સપ્લાય બંધ કરવાની અગાઉથી ચિમકી આપી હતી. અરવલ્લીનુ વડાગામ ક્વોરી ઉદ્યોગનુ હબ ગણાય છે

Arvalli: ક્વોરી ઉદ્યોગે બ્લેક ટ્રેપનો સપ્લાય બંધ કર્યો, અમદાવાદ-ગાંધીનગરના કન્સ્ટ્રકશન બિઝનેશ પર ઉતરી શકે છે મુશ્કેલી
Arvalli: વડાગામ મોટા પ્રમાણમાં કપચીનુ ઉત્પાદન કરે છે
| Updated on: May 01, 2022 | 6:04 PM
Share

અરવલ્લી (Arvalli) અને સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં બ્લેક ટ્રેપ એટલે કે કાળી કપચીનો ઉદ્યોગ મોટા પ્રમાણમાં છે. આ વિસ્તારનો આ ઉદ્યોગ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના કન્સ્ટ્રકશન ઉદ્યોગ (Construction Business) ને મોટા પ્રમાણમાં કપચીનો સપ્લાય કરે છે. પરંતુ પડતર પ્રશ્નોને લઈને હવે રવિવારથી ક્વોરી ઉદ્યોગકારોએ સપ્લાય બંધ કરી દીધો છે. વિસ્તારમાં ક્વોરી ઉદ્યોગ પણ બંધ કરી દેવામાંથી લગભગ 5 હજાર ટ્રકોના પૈડા થંભાવી દેવામાં આવ્યા છે. ગુજરાત આખાના ઉઘોગકારોએ સ્થાપના દિવસથી સપ્લાય બંધ કરી દેવાની અગાઉથી જ આપેલી ચિમકીના અનુસંધાને નિર્ણયને અનુસરવાની શરુઆત કરી દેવામાં આવી છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં થતો કપચીનો સપ્લાય પણ અનિશ્વિત સમય સુધી બંધ કરી દેવામાં આવ્યો છે.

અરવલ્લી જિલ્લાના ધનસુરા અને બાયડ તાલુકામાં મોટા પ્રમાણમાં બ્લેટ ટ્રેપનુ ઉત્પાદન કરવામાં આવે છે અને જેના થકી સરકારની તિજોરીને પણ ટેક્સના રુપે અઢળક થતી હોય છે. વડાગામ આ માટેનુ હબ માનવામાં આવે છે. વિસ્તારમાં 5 હજાર જેટલા ટ્રક સપ્લાય માટે હરતા-ફરતા હોય છે. પરંતુ તે પણ હવે રોકી દેવામાં આવ્યા છે. આમ ટ્રક ચાલકોની રોજગારી સાથે મોટા પ્રમાણમાં શ્રમીકોને પણ આજથી રોજગારી બંધ થઈ જવા પામી છે.

ગુજરાત બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિયેશના ઉપપ્રમુખ અને સ્થાનિક વિસ્તારના પ્રમુખ રમણભાઈ પટેલે કહ્યુ હતુ કે, અમારી શનિવારે આ અંગેની બેઠક યોજવામાં આવી હતી, આ દરમિયાન અમે આ અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. આ પહેલા પણ આ અંગેની ચિમકી આપી હતી. અમે ત્રણેક વખત મુખ્યપ્રધાનને પણ મળીને રજૂઆત કરી હતી. જિલ્લા કલેકટરોને પણ રાજ્ય ભરમાં આવેદન પત્ર આપવામાં આવ્યા હતા.

વિસ્તારમાં 300 ક્વોરીઓ બંધ કરી દેવાઈ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક ક્વોરી ઉઘોગકારો પણ રાજ્યના ક્વોરી ઉદ્યોગ એસોસિયેશન સાથે મળીને પડતર પ્રશ્નોને ઉકેલવા માટે રજૂઆત કરી ચુક્યા છે. નાની મોટી થઈને વિસ્તારમાં 300 થી વધુ ક્વોરીઓ આવેલી છે. સ્થાનિક જિલ્લાઓના વિસ્તારના ક્વોરી ઉદ્યોગકાર એસોસિયેશનના પ્રમુખ અને રાજ્યના ક્વોરી ઉદ્યોગના પ્રમુખે મળીને અનેકવાર રાજ્યના મુખ્ય પ્રધાન સહિત અધિકારીઓને રજૂઆત કરી છે. 17 જેટલા જુદા જુદા પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માટે થઈને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ કોઈ જ ઉકેલ નહી આવવાને લઈને આખરે ચિમકી મુજબ જ તેનો અમલ કરી દેવામાં આવ્યો છે. આ માટે શનિવારે પણ અમદાવાદમાં રાજ્યભરના ક્વોરીઉદ્યોગકારોની બેઠક મળી હતી અને તેમાં પણ આ અંગેના નિર્ણયની અમલવારી કરવા માટે ઉદ્યોગકારોએ એક થયા હતા.

આવી થશે અસર

અમદાવાદ અને ગાંધીનગર સહિત સ્થાનિક જિલ્લાઓમાં બિલ્ડીંગ કન્સ્ટ્રકશનના કામકાજ માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. આ ઉપરાંત ઘરના ઘર બનાવનારાઓને પણ મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલકો વિકાસના કાર્યોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો વળી રોડ અને રસ્તાના કામને પણ અવરોધ સર્જાઈ શકે છે, એટલે કે ક્વોરી ઉદ્યોગ પર આધારીત અનેક કાર્યોને બ્રેક લાગી શકે તેનુ સંકટ તોળાઈ શકે છે. આમ જલદીથી સુખદ સમાધાન આ મામલે થાય તેવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Sabarkantha: બાળ દોસ્તો પોલીસ મથક પહોંચી કર્યુ પ્રમાણિકતાનુ કાર્ય, ટાબરીયા ગેંગે ઈમાનદારીનુ ઉદાહરણ પુરુ પાડતા ગર્વ થયો

આ પણ વાંચો : IPL 2022: બર્થ ડે પર Rohit Sharma ના બદલી શક્યો 8 વર્ષ જૂનો ઈતિહાસ, 2 રન બે મોટા દર્દ આપી ગયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">