AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: એક પણ બોલ રમ્યા વગર લોકેશ રાહુલ ‘ડાયમંડ ડક’માં આઉટ થયો, જાણો ક્રિકેટમાં કેટલા પ્રકારના ડક હોય છે

IPL 2022 : ઇન્ડિયન પ્રીમિયર લીગની આ 15મી સિઝનમાં 'ડાયમંડ ડક' પર આઉટ થનાર લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ટીમના સુકાની લોકેશ રાહુલ (KL Rahul) પહેલો ખેલાડી બની ગયો છે.

IPL 2022: એક પણ બોલ રમ્યા વગર લોકેશ રાહુલ 'ડાયમંડ ડક'માં આઉટ થયો, જાણો ક્રિકેટમાં કેટલા પ્રકારના ડક હોય છે
Diamond Duck (PC: IPLt20.com)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2022 | 6:47 PM
Share

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)માં લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં લખનૌ ટીમે શાનદાર પ્રદર્શન કરતા મેચ કોલકાતાને 75 રનના મોટા માર્જીનથી માત આપી હતી. જોકે આ મેચમાં એક એવો રેકોર્ડ જોવા મળ્યો હતો, જે જાણીને તમને પણ હસવું આવશે. મેચમાં લખનૌ ટીમના સુકાની લોકેશ રાહુલ આ મેચમાં અનોખી રીતે આઉટ થયો હતો. લોકેશ રાહુલ (KL Rahul) આ મેચમાં એક પણ બોલ રમ્યા વગર આઉટ થયો હતો. તે આ સિઝનમાં ડાયમંડ ડક પર આઉટ થયો હતો, તે લગભગ 4 મિનિટ ક્રિસ પર રહ્યો હતો.

મહત્વનું છે કે આ સિઝનમાં ‘ડાયમંડ ડક’ પર આઉટ થનાર તે પહેલો ખેલાડી બની ગયો છે. શું તમને ખબર છે કે ક્રિકેટમાં ડાયમંડ ડક સિવાય પણ ઘણા અન્ય તબક્કા છે, જેમાં બેટરની આઉટ થવાની ઘટનાને આધારે વિવિધ કેટેગરીમાં તારવી શકાય છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે ક્રિકેટની દુનિયામાં કેટલા પ્રકારના ડક આવે છે.

લોકેશ રાહુલની વિકેટ ચર્ચાસ્પદ રહી

લખનૌ ટીમના ઓપનર ડિકોકે પહેલી ઓવરના પાંચમાં બોલ પર શોટ ફટકાર્યો. આ શોટ કોલકાતા ટીમના સુકાની શ્રેયસ અય્યરના હાથમાં પહોંચી ગયો હતો. લખનૌ ટીમના સુકાની લોકેશ રાહુલ આ બોલ પર રન લેવા માંગતો હતો, તે પીચમાં અડધે સુધી પહોંચી પણ ગયો હતો. ત્યારે ડિકોકે તને પાછો મોકલ્યો હતો.

આ જોઈને કોલકાતાના સુકાની શ્રેયસ અય્યરે તકનો લાભ લેતા નોન સ્ટ્રાઈકર પરની વિકેટ પર બોલ સીધો થ્રો કર્યો હતો. જેમાં લોકેશ રાહુલ ક્રિઝ પર પહોંચે તે પહેલા બોલ વિકેટની પાર થઈ ગયો હતો અને સુકાની લોકેશ રાહુલ એક પણ બોલ રમ્યા વગર શુન્ય રને આઉટ થઈ ગયો હતો. આમ તે આ સિઝનનો પહેલા ખેલાડી બન્યો, જે ડાયમંડ ડક પર આઉટ થયો હતો.

જાણો, ક્રિકેટની દુનિયામાં કુલ કેટલા ‘ડક’ હોય છે

ક્રિકેટની દુનિયામાં ‘ડક’ ના ઘણા પ્રકાર હોય છે. ડક એટલે બેટર એક પણ રન બનાવ્યા વગર આઉટ થય જાય છે તો ચાલો તમને જણાવી દઈએ કે ક્રિકેટની દુનિયામાં કેટલા ‘ડક’ હોય છે.

  1. સિલ્વર ડક : બેટર તેની ઈનિંગના બીજા બોલ પર આઉટ થાય છે, ત્યારે તેને સિલ્વર ડક કહેવાય છે.
  2. બ્રોન્ઝ ડક : બેટર ઈનિંગ્સના ત્રીજા બોલ પર એકપણ રન કર્યા વિના આઉટ થઈ જાય છે.
  3. ડાયમંડ ડક : બેટર એક પણ બોલ રમ્યા વિના આઉટ થાય છે, ત્યારે તેને ‘ડાયમંડ ડક’ કહેવાય છે.
  4. પ્લેટિનમ ડક/રોયલ ડક : જ્યારે બેટર ઇનિંગ્સના પહેલા બોલ પર આઉટ થાય છે.
  5. પેર : બેટર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં શૂન્ય રન પર આઉટ થાય છે, ત્યારે તેને પેયર કહેવાય છે.
  6. કિંગ પેર : ટેસ્ટની બંને ઇનિંગ્સમાં બેટર પહેલા બોલ પર આઉટ થાય છે, ત્યારે તેને કિંગ પેર કહેવાય છે.

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">