IPL 2022: ધોની જે ન કરી શક્યો તે હાર્દિકે ડેબ્યૂ સિઝનમાં કરી બતાવ્યું, જાણો કેવી રીતે?

|

May 15, 2022 | 9:07 PM

IPL 2022 : ગુજરાત ટાઈટન્સે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સને 7 વિકેટે હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાતની ટીમે 5 બોલ બાકી રહેતા 134 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ગુજરાતની આ પ્રથમ IPL સિઝન છે અને 13 મેચમાં તેની 10મી જીત છે.

IPL 2022: ધોની જે ન કરી શક્યો તે હાર્દિકે ડેબ્યૂ સિઝનમાં કરી બતાવ્યું, જાણો કેવી રીતે?
MS Dhoni and Hardik Pandya (PC: IPL)

Follow us on

જ્યારે IPL 2022ની શરૂઆત થઈ ત્યારે ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આ સિઝનમાં ડેબ્યૂ કરવા જઈ રહેલી બે ટીમો ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ આટલું શાનદાર પ્રદર્શન કરશે. બંને ટીમો કાગળ પર સામાન્ય દેખાતી હતી. પરંતુ IPL ટૂર્નામેન્ટમાં જેની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ T20 લીગમાં થાય છે અને વિશ્વના શ્રેષ્ઠ T20 ખેલાડીઓ તેમાં ભાગ લે છે. તે લીગમાં ચેમ્પિયન ટીમોને તેની પ્રથમ સિઝનમાં હરાવીને ખિતાબના પ્રબળ દાવેદાર તરીકે ઉભરી આવવું એ કોઈ નાની સિદ્ધિ નથી. લખનૌની ટીમની વાત ફરી ક્યારેક. આજે વાત કરીએ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) વિશે. હાર્દિક પંડ્યાની (Hardik Pandya) આગેવાની હેઠળની આ ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ સિઝનમાં તેની 10મી જીત નોંધાવી છે. ગુજરાતની આ 13મી મેચ હતી. આ જીત સાથે ગુજરાતની ટીમના પોઈન્ટ ટેબલમાં 20 પોઈન્ટ થઈ ગયા છે.

IPLની આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી ગુજરાત ટાઈટન્સ પ્રથમ ટીમ છે. નવા ખેલાડીઓ, નવા કોચ, નવા ટીમ મેનેજમેન્ટ અને નવા સુકાની હોવા છતાં ગુજરાતે એવી સફળતા હાંસલ કરી જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. ટીમની આ સફળતામાં કેપ્ટન હાર્દિક પંડ્યાનો પણ હાથ છે. આ પહેલા તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા હતા. પરંતુ આ સિઝન પહેલા મુંબઈએ તેને છોડી દીધો હતો. આ પછી તે ગુજરાતની ટીમનો કેપ્ટન બન્યો અને તે જ સિઝનમાં તે કરી બતાવ્યું, જે 2008માં તેની પ્રથમ IPL સિઝનમાં કેપ્ટન તરીકે તેનો આદર્શ મહેન્દ્ર સિંહ ધોની પણ કરી શક્યો ન હતો. જ્યારે થોડા મહિના પહેલા જ તેણે T20 વર્લ્ડ કપ જીત્યો હતો.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જે ધોની કરી ન શક્યો, તે હાર્દિકે કરી બતાવ્યું

2008માં ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં આઈપીએલની ફાઈનલ રમી હતી. પરંતુ રાજસ્થાન રોયલ્સે તેને માત આપી હતી. ધોનીની સીએસકે તે વર્ષે 14માંથી માત્ર 8 મેચ જીતી હતી. જ્યારે હાર્દિકે કેપ્ટન તરીકે પોતાની ડેબ્યૂ સિઝનમાં 10 મેચ જીતી છે અને ગુજરાતની લીગ સ્ટેજમાં એક મેચ બાકી છે. એ અલગ વાત છે કે 2008માં પંજાબ કિંગ્સ દ્વારા 10 અને ટાઈટલ જીતનાર રાજસ્થાન રોયલ્સ પહેલા સીઝનમાં લીગ સ્ટેજની 14માંથી 11 મેચ જીતી ચૂકી હતી. આમાં સેમિફાઈનલ અને ફાઈનલ ઉમેરો તો પ્રથમ સિઝનમાં રાજસ્થાને 16માંથી 13 મેચ જીતી હતી. ગુજરાત પાસે પણ રાજસ્થાનની સમાન તક છે.

Next Article