IPL 2022 Final : રાજસ્થાન 14 વર્ષ પછી પણ ટાઈટલ જીતી શક્યું નહી, કેપ્ટન સંજુ સેમસને હાર બાદ કહી આ વાત

IPL 2022 : 14 વર્ષ બાદ IPLની ફાઇનલમાં પહોંચેલી રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ના હાથે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. જાણો મેચ બાદ હાર પર કેપ્ટન સંજુ સેમસને શું કહ્યું...

IPL 2022 Final : રાજસ્થાન 14 વર્ષ પછી પણ ટાઈટલ જીતી શક્યું નહી, કેપ્ટન સંજુ સેમસને હાર બાદ કહી આ વાત
Sanju Samson (PC: IPLt20.com)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2022 | 9:34 AM

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) 14 વર્ષ બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની ફાઇનલમાં પહોંચી હતી. પોતાની બીજી ફાઇનલમાં બીજું ટાઇટલ જીતવાની તક હતી. પરંતુ રાજસ્થાનની ટીમ આ સિદ્ધિ હાંસલ કરી શક્યું નહીં. રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં રાજસ્થાનને ટુર્નામેન્ટની નવી ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) એ 7 વિકેટે પરાજય આપ્યો હતો.

આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાઈ હતી. રાજસ્થાનની ટીમની બેટિંગ મેચમાં સંપૂર્ણ ફ્લોપ સાબિત થઈ હતી. કેપ્ટન સંજુ સેમસન (Sanju Samson) પણ પોતાની બેટિંગ સાથે ન્યાય કરી શક્યો નથી. જોસ બટલર, શિમરોન હેટમાયર, દેવદત્ત પડિકલ અને યશસ્વી જયસ્વાલ આમાંથી કોઈ પણ ટીમને જીત અપાવવા માટે મોટી ઇનિંગ રમી શક્યું ન હતું. મેચ બાદ સંજુએ કારમી હાર બાદ ગોળગોળ જવાબ આપ્યો હતો.

ક્વોલિટી બોલર્સ તમને ટુર્નામેન્ટ જરુર જીતાડશેઃ સંજુ સેમસન

સંજુ સેમસને કહ્યું, ‘આ સિઝન અમારા માટે ખૂબ જ ખાસ રહી છે. અમે આ સિઝનમાં શાનદાર ક્રિકેટ રમ્યા અને અમારા ચાહકોને કેટલીક ખુશીની પળો પણ આપી. તમામ યુવા અને અનુભવી ખેલાડીઓએ એક ટીમ તરીકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમને ખાતરી છે કે ગુણવત્તાયુક્ત બોલરો તમને ચોક્કસપણે ટૂર્નામેન્ટ જીતાડશે, તેથી અમે તેમાં રોકાણ કર્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અહીંથી ઘણું શિખવાની જરુર છેઃ સંજુ

રાજસ્થાન ટીમના કેપ્ટને ગોળ ગોળ વાત કરતાં પોતાની ખામીઓ જણાવી અને આગળ શીખવાની વાત પણ કરી. તેણે કહ્યું, ‘જોસ બટલર સાથે રમવાથી મારી ભૂમિકા થોડી બદલાઈ ગઈ હતી. આ સિઝન મારા માટે પણ સારી રહી છે. 30, 40 અને 20નો સારો સ્કોર કર્યો. પરંતુ અહીંથી ઘણું શીખવાની જરૂર છે.

હાર્દિકે પોતાના દમ પર ગુજરાતને જીતાડીઃ સંજુ

મેચમાં રાજસ્થાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે ખોટો સાબિત થયો હતો. ટીમે 100 રનની અંદર 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમે 9 વિકેટે 130 રન બનાવ્યા હતા. જોસ બટલરે 35 બોલમાં 39 રન બનાવ્યા હતા.

જવાબમાં ગુજરાતની ટીમે 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 133 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મેચમાં 30 બોલમાં 34 રન બનાવનાર હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો હતો. આ ઓલરાઉન્ડરે મેચમાં શાનદાર બોલિંગ પણ કરી હતી અને 17 રનમાં 3 મહત્વની વિકેટ પણ લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">