IPL 2022: ફાફ ડુ પ્લેસિસે બેંગ્લોરની હારનું મોટુ કારણ જણાવ્યું

|

Mar 28, 2022 | 12:12 AM

IPL 2022: બેંગ્લોર ટીમે પહેલા બેટિંગ કરતા 205 રનનો લક્ષ્યાંક પંજાબને આપ્યો હતો. પણ પંજાબ કિંગ્સ ટીમે 19 ઓવરમાં 5 વિકેટના ભોગે જીતનો લક્ષ્યાંક પાર પાડ્યો હતો.

IPL 2022: ફાફ ડુ પ્લેસિસે બેંગ્લોરની હારનું મોટુ કારણ જણાવ્યું
Faf du Plassis (PC: IPL)

Follow us on

પંજાબ કિંગ્સ (Punjab Kings) સામેની પહેલી જ મેચમાં બેંગ્લોર ટીમને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 200 થી વધુનો સ્કોર બનાવ્યા છતાં બેંગ્લોર ટીમની હાર થઇ હતી. આ કારમી હાર બાદ સુકાની ફાફ ડુ પ્લેસિસ (Faf Du Plessis) એ કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. તેણે હારનું મુખ્ય કારણ ગુમ થયેલા કેચને ગણાવ્યું હતું. બેંગ્લોર ટીમના સુકાની ફાફ ડુ પ્કલેસિસે કહ્યું કે, “મને લાગે છે કે બેટિંગ ખરેખર સારી હતી. અંતમાં કેટલાક કેચ છોડવામાં આવ્યા હતા. ઓડિયોન સ્મિથે 8 બોલમાં 25 રન બનાવ્યા હતા. મને લાગે છે કે અમે કદાચ 10 રન વધુ આપ્યા અને કેટલાક કેચ છોડ્યા હતા. તે પછી અમે કેટલાક ટેલલેન્ડર્સને મેદાનમાં આવતા જોવા માંગતા હતા. બોલરો માટે થોડી ઝાકળ હતી. પરંતુ મને લાગ્યું કે તેઓ ભીના બોલથી પણ સારૂ કરી લેશે.”

ફાફ ડુ પ્લેસિસે વધુમાં કહ્યું કે, “તેની પાસે ખરેખર સારો પાવર પ્લે હતો. બીજી ઇનિંગમાં બોલ હાથમાંથી ઝાકળના કારણે વધુ છુટી રહ્યો હતો. પણ અમે ત્યારબાદ સારી રીતે વાપસી કરી. તમે જાણો છો કે ઓડિયન સ્મિથ તમારા માટે શું કરી શકે છે. તેથી તમારે તે તકોને પકડવી પડશે. અન્ય ખેલાડી શાહરૂખ ખાન પણ આજે છેલ્લા બે બોલ સુધી સારો દેખાવ કરી શક્યો ન હતો. જો તેણે કેચ પકડ્યો હોત, તો આ મેચ સંપૂર્ણપણે અલગ હોત.

પોતાની 88 રનની ઈનિંગને લઈને તેણે કહ્યું કે આ પછી હું થાકી ગયો હતો. આજે બેટથી શરૂઆત કરવી મુશ્કેલ હતી. પ્રથમ ચાર ઓવરમાં બોલ સ્વિંગ થઈ રહ્યો હતો, મને લાગી રહ્યું હતું કે હું 10 બોલમાં 1 રન બનાવી રહ્યો હતો. મહત્વનું છે કે પહેલા બેટિંગ કરતા બેંગ્લોર ટીમે 2 વિકેટના ભોગે 205 રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. જવાબમાં પંજાબ કિંગ્સ ટીમે 5 વિકેટના ભોગે 208 રન કરીને આ રોમાંચક મેચમાં જીત મેળવી હતી અને લીગમાં પોતાની પહેલી જ મેચમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો : વેસ્ટ ઇન્ડિઝે ઇંગ્લેન્ડને ખરાબ રીતે હરાવીને ટેસ્ટ સીરિઝ 1-0થી જીતી લીધી

આ પણ વાંચો : IPL 2022: કોહલી જે કામ ન કરી શક્યો તે કામ ફાફ ડુ પ્લેસિસે કરી બતાવ્યું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

Next Article