IPL 2022: જે ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીઓએ વરસાવ્યા કરોડો રુપિયા તે 2 સપ્તાહ નહી રમે ટૂર્નામેન્ટ, RCB ના 3 મહત્વના પ્લેયર બહાર!

|

Feb 22, 2022 | 11:50 AM

પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની ODI-T20 ટીમની જાહેરાત, ચાર IPL ફ્રેન્ચાઇઝીસ (IPL 2022) માટે ફટકો.

IPL 2022: જે ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીઓએ વરસાવ્યા કરોડો રુપિયા તે 2 સપ્તાહ નહી રમે ટૂર્નામેન્ટ, RCB ના 3 મહત્વના પ્લેયર બહાર!
4 IPL ફેન્ચાઇઝીને પડશે ફટકો

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની મેગા ઓક્શનમાં ખેલાડીઓ પર કરોડોનો વરસાદ થયો હતો. ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને પણ ખૂબ પૈસા મળ્યા. પરંતુ જે ટીમોએ ઓસ્ટ્રેલિયા (Australian Cricket Team) ના મોટા ખેલાડીઓ પર કરોડોનો ખર્ચ કર્યો છે, તેમને હવે મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે, ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન (Pakistan) સામેની ODI અને T20 શ્રેણી માટે તેની ટીમની જાહેરાત કરી છે, જેના કારણે 4 IPL ફ્રેન્ચાઇઝીના મહત્વપૂર્ણ ખેલાડીઓ 2 અઠવાડિયા સુધી IPL માં રમી શકશે નહીં.

જો ટીમના મુખ્ય ખેલાડીઓ 2 અઠવાડિયા માટે બહાર રહે છે તો IPL જેવી ટૂર્નામેન્ટમાં પ્લેઓફમાં પહોંચવાની તેની શક્યતાઓને પણ આંચકો લાગી શકે છે. કઈ ટીમના કયા ખેલાડીઓ બહાર થયા છે, પરંતુ એ પહેલા જાણો ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામેની T20 અને ODI શ્રેણી માટે કઈ ટીમ પસંદ કરી છે.

ઓસ્ટ્રેલિયાની ODI અને T20 ટીમ

એરોન ફિન્ચ (સી), સીન એબોટ, એશ્ટન એગર, જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોસ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, બેન મેકડર્મોટ, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, માર્કસ સ્ટોઈનિસ અને એડમ જમ્પા.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સિરીઝને કારણે IPLની ચાર મોટી ટીમોને નુકસાન થયું છે. જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપર જાયન્ટ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેલ છે. એ પણ બતાવી દઇએ કે IPLના પહેલા બે અઠવાડિયામાં કઈ ટીમનો કયો ખેલાડી નહીં રમે.

લખનૌ અને કોલકાતાને એક એક ખેલાડીની કમી વર્તાશે

લખનૌ સુપરજાયન્ટ્સ તેમના સૌથી મહત્વપૂર્ણ ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ વિના રમશે. સુપરજાયન્ટ્સ દ્વારા ડ્રાફ્ટ ખેલાડીઓમાં સ્ટોઇનિસનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ ખેલાડી પહેલા બે અઠવાડિયા સુધી IPL નહીં રમે. કોલકાતા નાઈટ રાઈડર્સ પણ તેના મહત્વના ખેલાડી પેટ કમિન્સ વિના મેદાનમાં ઉતરશે. કમિન્સને કોલકાતાએ 7.25 કરોડની મોટી કિંમતે ખરીદ્યો છે.

દિલ્હી-બેંગ્લોરને મોટું નુકસાન

દિલ્હી કેપિટલ્સ ડેવિડ વોર્નર અને મિશેલ માર્શ વિના ઓપનિંગ મેચ રમશે. દિલ્હીએ વોર્નર માટે 6.25 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ સિવાય દિલ્હીએ મિશેલ માર્શ માટે 6.50 કરોડ રૂપિયા પણ ખર્ચ્યા છે.

RCB ને ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન સિરીઝથી સૌથી વધારે નુકસાન થશે. IPLના પ્રથમ બે સપ્તાહમાં, તેના 3 મુખ્ય ખેલાડીઓ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહી શકે છે, જેમાં ગ્લેન મેક્સવેલ, જોશ હેઝલવુડ અને જેસન બેહરેનડોર્ફનો સમાવેશ થાય છે.

SRH નો આ ખેલાડી બહાર રહેશે

સનરાઈઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો તેઓ આઈપીએલ 2022 ના પહેલા બે અઠવાડિયામાં શોન એબોટ વિના રમશે. ઓસ્ટ્રેલિયાના આ ઓલરાઉન્ડરને સનરાઇઝર્સે 75 લાખમાં ખરીદ્યો હતો. જો કે, હૈદરાબાદને અન્ય ટીમોની સરખામણીમાં ઓછું નુકસાન થયું હોય તેવું લાગે છે.

 

આ પણ વાંચોઃ IND vs SL: ભારત અને શ્રીલંકા વચ્ચેની T20 ટક્કરમાં 200 રનનો આંકડો વાત વાતમાં પાર થઇ જાય છે, જાણો અત્યાર સુધીના 5 સૌથી મોટા સ્કોર

 

આ પણ વાંચોઃ PSL 2022: કેચ છોડ્યો તો બદલામાં સિનીયરે થપ્પડ ઘસી દીધી, Live મેચમાં જ પાકિસ્તાની ખેલાડીએ અપમાનજનક હરકત કરી, જુઓ Video

 

Next Article