IPL 2022 : દિલ્હી ટીમમાં ફરી જોવા મળ્યો કોરોના કેર, આ સભ્યોનો પરિવાર થયો કોરોના સંક્રમિત

IPL 2022 : દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ફ્રેન્ચાઇઝીએ સોશિયલ મીડિયા (Social Media) દ્વારા આ અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. દિલ્હી કેપિટલ્સ ટીમમાં આ પહેલા ફિઝિયો અને બે વિદેશી ખેલાડી સહીત કુલ 6 સભ્યો કોરોના સંક્રમિત થઇ ચુક્યા છે.

IPL 2022 : દિલ્હી ટીમમાં ફરી જોવા મળ્યો કોરોના કેર, આ સભ્યોનો પરિવાર થયો કોરોના સંક્રમિત
Delhi Capitals (PC: IPLt20.com)
Follow Us:
| Updated on: Apr 22, 2022 | 10:57 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) 2022 સીઝનમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ફ્રેન્ચાઈઝીમાં કોરોનાના કેસ સતત સામે આવી રહ્યા છે. જેમાં 22 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામેની મેચ પહેલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા બાદ ટીમના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ (Ricky Ponting) ના પરિવારના એક સભ્યને ચેપ લાગ્યો છે. જેના કારણે પોન્ટિંગ હવે આ મેચ માટે પોતાની ટીમ સાથે પ્રવાસ નહીં કરે, તે પોતાના પરિવાર સાથે હોટલમાં જ રહેવાનો છે.

જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ થોડા દિવસો પહેલા જ આ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમથી વાનખેડે સ્ટેડિયમમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. જેની પાછળ દિલ્હી ટીમમાં કોરોનાના કેસ સામે આવ્યા હતા. ફ્રેન્ચાઇઝીમાં સામેલ તમામ ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને તેમના પરિવારના તમામ સભ્યોની 21 એપ્રિલ અને 22 એપ્રિલના રોજ નિયમિતપણે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

વાસ્તવમાં, દિલ્હી કેપિટલ્સ ટીમમાં ટિમ સેફર્ટ અને મિશેલ માર્શ સંક્રમિત મળ્યા પછી, નિયમિત અંતર પર સતત પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. જેથી ચેપને ફેલાતો અટકાવી શકાય. જેમાં આ બંને ટેસ્ટમાં રિકી પોન્ટિંગનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ તેના પરિવારના એક સભ્યના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ કારણથી તેને પણ થોડો સમય ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે.

તેની પાછળનું કારણ આ ચેપને ફેલાતો અટકાવવાનું છે. જેમાં રિકી પોન્ટિંગનો આખો પરિવાર હવે આઈસોલેશનમાં ગયો છે. જેમાં પોન્ટિંગ પોતે પણ ઓછામાં ઓછા 5 દિવસ માટે ક્વોરેન્ટાઈન થવા જઈ રહ્યો છે.

દિલ્હી કેપિટલ્સ દ્વારા જારી કરાયેલ સત્તાવાર નિવેદન

આ મામલે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ફ્રેન્ચાઈઝી દ્વારા સોશિયલ મીડિયા દ્વારા એક સત્તાવાર નિવેદન પણ જારી કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ લખ્યું હતું કે રિકી પોન્ટિંગના પરિવારના એક સભ્યના કોરોના ટેસ્ટમાં સંક્રમિત મળ્યા બાદ અમે આખા પરિવારને આઈસોલેશનમાં મોકલી દીધા છે.

જેમાં રિકી પોન્ટિંગ બંને ટેસ્ટમાં નેગેટિવ આવ્યા હોવા છતાં તેણે ટીમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 5 દિવસ માટે પોતાને અલગ રાખવાનો નિર્ણય કર્યો છે. કારણ કે તે ચેપગ્રસ્ત વ્યક્તિના સૌથી નજીકના સંપર્કોમાંનો એક હતો. જે બાદ તે રાજસ્થાન રોયલ્સ સામેની મેચ દરમિયાન મેદાન પર ટીમ સાથે જોવા મળશે નહીં. અમે દરેકને ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા કરીએ છીએ.

આ પણ વાંચો : IPL 2022 : શું ચેતન શાકરિયા દિલ્હી કેપિટલ્સ માટેે માત્ર એક નેટ બોલર છે…?

આ પણ વાંચો : IPL 2022 : ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલા મુંબઈ ઈન્ડિયન્સને દિગ્ગજ સચિન તેંડુલકરે મહત્વની સલાહ આપી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">