IPL 2022, DC vs SRH: દિલ્હીએ નડીયાદના રીપલ પટેલને આપ્યો મોકો, સિઝનમાં પ્રથમવાર પ્રદર્શન બતાવવાની તક મળી

DC vs SRH: દિલ્હીની ટીમ માટે હવે પ્લઓફનો માર્ગ મુશ્કેલ બનતો જઈ રહ્યો છે અને હવે કોઈ પણ ભોગે હૈદરાબાદ સામે મેચને જીતવી જરુરી બની ગઈ છે. આવી સ્થિતીમાં દિલ્હીએ 4 ફેરફાર કર્યા છે. જેમાં અક્ષર પટેલ અને પૃથ્વી શોને પણ ફીટનેસના કારણ દર્શાવી બહાર રાખવામાં આવ્યા છે!

IPL 2022, DC vs SRH: દિલ્હીએ નડીયાદના રીપલ પટેલને આપ્યો મોકો, સિઝનમાં પ્રથમવાર પ્રદર્શન બતાવવાની તક મળી
Ripple Patel બેંચ પર બેસી મોકાની રાહ જોઈ રહ્યો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 8:00 PM

IPL 2022 ની 50મી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Delhi Capitals vs Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ રહી છે. બંને ટીમો માટે હવે અંતિમ તબક્કા તરફ જઈ રહેલ ટૂર્નામેન્ટની લીગ મેચોના તબક્કામાં જીત મેળવવી જરુરી છે. પોઈન્ટ ટેબલમાં સ્થાન ઉપર રાખવા અને પ્લેઓફમાં પહોંચવા માટે જીત કોઈપણ ભોગે જરુરી છે. આ માટે હવે પુરી તાકાત અને પુરા દાવ ટીમો અજવાવામાં લાગી ચુકી છે. દિલ્હી કેપિટલ્સે આવા જ દાવ અજમાવવા પ્રયાસ કર્યો છે. ઋષભ પંત (Rishabh Pant) ની ટીમ દિલ્હી ગુજરાતી ખેલાડી પર ભરોસો રાખીને તેને અંતિમ ઈલેવનમાં સમાવ્યો છે. નડીયાદના રિપલ પટેલ (Ripal Patel) ને પ્લેયીંગ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યુ છે..

હૈદરાબાદ સામે ઉતારવામાં આવેલી પ્લેયીંગ ઈલેવનમાં કેપ્ટન રિષભ પંતે 4 ફેરફાર કર્યા છે અને તેમાંથી બે ઈજાના કારણે બહાર થઈ ગયા છે. ઓપનર પૃથ્વી શો અને ઓલરાઉન્ડર અક્ષર પટેલ ફિટનેસના કારણોનીથી મેચમાંથી બહાર થઈ ગયા છે, જ્યારે ચેતન સાકરિયા અને મુસ્તાફિઝુર રહેમાનને પ્રદર્શનના આધારે બહાર કરવામાં આવ્યા છે.

પંતની ટીમે રિપલ પટેલને મોકો આપ્યો છે. જે અગાઉ દિલ્હી વતીથી 2 મેચ લાંબા સમય અગાઉ રમી ચુક્યો છે. જોકે સિઝનમાં તેને પ્રથમ વાર મોકો મળ્યો છે. દિલ્હીની ટીમમાં એનરિક નોરખિયા અને ખલીલ અહેમદની વાપસી થઈ છે. IPL 2022 માં નોરખિયાની આ માત્ર બીજી મેચ છે. તે ફિટનેસ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો, જ્યારે ખલીલ અહેમદ પણ હેમસ્ટ્રિંગની ઈજામાંથી પુનરાગમન કરી રહ્યો છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

સામાન્ય પરિવારમાંથી આવતા રિપલ પટેલેને દિલ્હી કેપિટલ્સની ટીમે 20 લાખ રુપિયામાં હરાજી દરમિયાન ખરીદી પોતાની સાથે બનાવી રાખ્યો હતો. તેના પરીવારને પણ આ દીવસની આશા હતી જે આજે પૂરી થઈ રહી છે. .

આઈપીએલ અને લીસ્ટ એ પ્રદર્શન

નડિયાદના રિપલ પટેલે આઇપીએલમાં અગાઉ 2 મેચ રમીને તેણે 25 રન કર્યા હતા. આ દરમિયાન તેણે 3 બાઉન્ડરી લગાવી હતી. તેનો સ્ટ્રાઇક રેટ 92.6 નો રહ્યો છે. જ્યારે બોલીંગમાં તેણે 3 ઓવર કરીને 22 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ મળી શકી નહોતી. રિપલ લિસ્ટ એ 14 મેચ રમી છે અને જેમાં તેણે 13 ઇનીગમાં 185 રન કર્યા હતા. જ્યારે T20 ફોર્મેટની 19 ઘરેલુ મેચ રમીને 16 ઇનીંગમાં 299 રન નોંધાવ્યા છે. જેમાં તેની એવરેજ 29.9ની રહી છે. જ્યારે સ્ટ્રાઇક રેટ 154.9 ની રહી છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">