IPL 2022 : સુકાની બનતા જ ધોનીએ રવિન્દ્ર જાડેજા પર આપ્યું મહત્વનું નિવેદન, કહી આ ખાસ વાત

IPL 2022 : કેપ્ટન બનતાની સાથે જ ધોની (MS Dhoni) એ ચેન્નઈ ટીમને જીતના ટ્રેક પર લાવી દીધી. ચેન્નઈએ 13 રને સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમને માત આપી અને સિઝનની ત્રીજી જીત મેળવી.

IPL 2022 : સુકાની બનતા જ ધોનીએ રવિન્દ્ર જાડેજા પર આપ્યું મહત્વનું નિવેદન, કહી આ ખાસ વાત
MS Dhoni and Ravindra Jadeja (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 9:26 AM

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની કેપ્ટનશીપ ફરીથી મેળવ્યા બાદ જીત સાથે શરૂઆત કરનાર મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ કહ્યું કે તેણે કંઈ અલગ રીતે કર્યું નથી કારણ કે કેપ્ટન બદલવાથી બદલાવની જરૂર નથી. ધોનીએ કહ્યું, “અમારો સ્કોર સારો હતો અને બોલરોએ પણ સારું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને સાતમી અને 14મી ઓવરની વચ્ચે સ્પિનરોનું પ્રદર્શન ઘણું સારું રહ્યું. જે જીતની ચાવી સાબિત થયું. તમને જણાવી દઇએ કે ચેન્નઈ ટીમે 13 રને સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને સિઝનની ત્રીજી જીત મેળવી હતી.

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના કેપ્ટનશિપ છોડવાના સવાલ પર તેણે કહ્યું, “રવિન્દ્ર જાડેજાને છેલ્લી સિઝનમાં જ ખબર હતી કે તે આ સિઝનમાં કેપ્ટન રહેશે. પ્રથમ 2 મેચમાં મેં તેનું કામ કર્યું. પરંતુ બાદમાં તેને કેપ્ટન તરીકે નિર્ણયો લેવા કહ્યું. મેં તેને કહ્યું કે હવે તે કેપ્ટન છે અને તેણે નિર્ણય લેવાનો છે અને તેની જવાબદારી પણ. તેની સાથે આવું જ થયું. તેની તૈયારી પર અસર પડી હતી અને તે પહેલાની જેમ બેટ અને બોલથી રમી શક્યો ન હતો.”

અમારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સારૂ રમતા શીખવું પડશેઃ કેન

તો બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) ના કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) એ કહ્યું કે, “તેની ટીમે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સારું પ્રદર્શન કરવાની હિંમત શીખવી પડશે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે 2 વિકેટે 202 રન બનાવ્યા હતા. જેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ 13 રનથી પાછળ રહી ગઈ હતી. સુકાની કેન વિલિયમસને કહ્યું, “200 રનનો લક્ષ્યાંક હાંસલ કરવો હંમેશા પડકારજનક હોય છે. રુતુરાજ ગાયકવાડ અને ડેવિડ કોન્વેએ ઘણી સારી બેટિંગ કરી. અમારે મુશ્કેલ પરિસ્થિતિઓમાં સારું રમતા શીખવું પડશે.”

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ચેન્નઇની જીતનો હિરો બન્યો રુતુરાજ

ચેન્નઈની જીતમાં રુતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) નો સિંહ ફાળો રહ્યો હતો. ટીમના ઓપનર રુતુરાજ ગાયકવાડે ફરી એકવાર ફોર્મમાં પરત ફર્યો હતો. તેણે આ મેચમાં 99 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે સચિન તેંડુલકર (Sachin Tendulkar) ના એક મોટા રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

રુતુરાજે સચિનના રેકોર્ડની બરોબરી કરી

રુતુરાજ ગાયકવાડે IPL ની કારકિર્દીમાં 1000 રન પૂરા કર્યા છે. તેણે 31 મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે તે સચિન તેંડુલકર સાથે સૌથી ઝડપી 1000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. ગાયકવાડે ભૂતપૂર્વ ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના બેટ્સમેન સુરેશ રૈના (34 ઇનિંગ્સ), દેવદત્ત પડિકલ (35 ઇનિંગ), ઋષભ પંત (35 ઇનિંગ), ગૌતમ ગંભીર (36 ઇનિંગ), રોહિત શર્મા, એમએસ ધોની અને અજિંક્ય રહાણે (37 ઇનિંગ) ને પાછળ છોડી દીધા છે.

આ પણ વાંચો : IPL 2022: રવિન્દ્ર જાડેજાએ જેને 1 મેચ રમાડી બહાર રાખ્યો તેને ધોનીએ ઈલેવનમાં સમાવ્યો, ચેન્નાઈની જીતમાં એણે જ જમાવી દીધો રંગ

આ પણ વાંચો : IPL 2022 : 99 રનની ઇનિંગ રમનાર ગાયકવાડે ધોની-રોહિતને પાછળ છોડી દીધા, સચિનના રેકોર્ડની બરાબરી કરી

g clip-path="url(#clip0_868_265)">