IPL 2022 Auction: હરાજીમાં વિન્ડીઝ ખેલાડીઓને દબદબો જોવા મળ્યો, કુલ 11 ખેલાડીઓ પાછળ 54.20 કરોડ ખર્ચાયા

|

Feb 13, 2022 | 10:18 PM

IPL 2022 Auction: બે દિવસ ચાલેલ આ હરાજીમાં વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ પર ફ્રેન્ચાઇઝીઓએ વધુ ભરોસો કર્યો અને મોટી રકમનો વરસાદ કર્યો.

IPL 2022 Auction: હરાજીમાં વિન્ડીઝ ખેલાડીઓને દબદબો જોવા મળ્યો, કુલ 11 ખેલાડીઓ પાછળ 54.20 કરોડ ખર્ચાયા
IPL 2022 Auction

Follow us on

આઈપીએલ 2022 (IPL 2022 Mega Auction) મેગા ઓક્શનમાં 10 ફ્રેન્ચાઇઝીઓએ કુલ 500 કરોડથી વધુની રકમનો ખર્ચો કર્યો. જેમાં 204 ભારતીય ખેલાડીઓ અને 67 વિદેશી ખેલાડીઓ એમ કુલ 271 ખેલાડીને 10 ફ્રેન્ચાઇઝીઓએ ખરીદ્યા હતા. જેમાં ઇશાન કિશન સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો હતો. ઇશાનને 15.25 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ટીમે ખરીદ્યો હતો. મહત્વની વાત એ છે કે આઈપીએલ 2022ના મેગા ઓક્શનમાં વેસ્ટ ઇન્ડિઝના (West Indies Cricket) ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો. હરાજીમાં અત્યાર સુધી 11 વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ ખરીદવામાં આવ્યા હતા. તો માત્ર 3 ખેલાડીઓ પર એક પણ ટીમે બોલી લગાવી ન હતી. આ તમામ 11 ખેલાડીઓ પાછળ રકમની વાત કરીએ તો કુલ 54.20 કરોડનો ખર્ચો તમામ ટીમોએ કર્યો હતો. તો જાણો આ ક્યા ખેલાડી છે અને ક્યા ખેલાડીને કેટલી કિંમતમાં કઇ ટીમે ખરીદ્યો હતો.

IPL 2022 મેગા ઓક્શનમાં વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ

1) શિમરોન હેતમાયરઃ 8.50 કરોડ, રાજસ્થાન રોયલ્સ

2) ડ્વેન બ્રાવોઃ 4.40 કરોડ, ચેન્નઈ સુપર કિંગ્સ

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

3) જેસન હોલ્ડરઃ 8.75 કરોડ, લખનઉ સુપર જાયન્ટ્સ

4) નિકોલસ પુરનઃ 10.75 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ

5) ડોમિનિક ડ્રેક્સઃ 1.10 કરોડ, ગુજરાત ટાઇટન્સ

6) રોવમેન પોવેલઃ 2.80 કરોડ, દિલ્હી કેપિટલ્સ

7) રોમારિયો શેફર્ડઃ 7.75 કરોડ, સનરાઇઝર્સ હૈદરાબાદ

8) ઓબેદ મેકોયઃ 75 લાખ, રાજસ્થાન રોયલ્સ

9) ઓડિયન સ્મિથઃ 6 કરોડ, પંજાબ કિંગ્સ

10) અલઝારી જોસેફઃ 2.40 કરોડ, ગુજરાત ટાઇટન્સ

11) શેરફેન રધરફોર્ડઃ 1 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર

હરાજીમાં આ વિદેશી અનકેપ્ડ ખેલાડીઓ પર પણ બોલી લાગી

વિદેશી અનકેપ્ડ ખેલાડીઓમાં સાઉથ આફ્રિકાના 18 વર્ષના વિસ્ફોટક બેટર ડેવોલ્ડ બ્રેવિસનેને મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 3 કરોડમાં ખરીદ્યો. તો ટિમ ડેવિડ કે જે સિંગાપુર માટે રમી ચુક્યો છે તેને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 8.25 કરોડમાં ખરીદ્યો હતો. જોકે તે પહેલીવાર આઈપીએલમાં રમે છે એવું નથી. આ પહેલા ટિમ ડેવિડ બેંગ્લોર ટીમ તરફથી પણ રમી ચુક્યો છે. તો અફઘાનિસ્તાનના યુવા સ્પિનર નુર અહમદને ગુજરાત ટાઇટન્સ ટીમે તેની બેઝ પ્રાઇઝ 30 લાખમાં ખરીદ્યો હતો.

 

આ પણ વાંચો : GT, IPL 2022 Auction: ગુજરાત ટાઇટન્સ કયા ખેલાડીઓ થયા સામેલ, જાણો કયા ખેલાડીને કેટલા રુપિયામાં ખરીદ્યો, જુઓ પુરી યાદી

આ પણ વાંચો : Arjun Tendulkar IPL 2022 Auction: અર્જૂન તેંડુલકર પર સેલરીમાં 10 લાખ રુપિયાનો થયો વધારો, મુંબઇ ઇન્ડિયન્સ ટીમે આટલા રુપિયામાં ખરિદ્યો

Next Article