IPL 2022 Mega Auction: હરાજીમાં ભાગ લેવા માટે BCCI એ કોવિડના નવા નિયમો બનાવ્યા, જાણો
IPL 2022 ની મેગા ઓક્શન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. બીસીસીઆઈએ કોવિડના સમયગાળા દરમિયાન યોજાનારી આ હરાજી અંગે કેટલાક નિયમો બનાવ્યા છે.
IPL 2022 મેગા ઓક્શનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. BCCI એ હરાજી (IPL 2022 Mega Auction) માટે 590 ખેલાડીઓની અંતિમ યાદી બહાર પાડી છે અને બેંગલુરુમાં આ બે દિવસીય હરાજીમાં કુલ 590 ખેલાડીઓ ભાગ લેશે. આ હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ યોજાશે. આ બે દિવસીય હરાજીમાં, 10 ફ્રેન્ચાઇઝીના સભ્યો પોતાના માટે ટીમ પસંદ કરશે. હરાજીમાં ફ્રેન્ચાઇઝી વતી ટીમના માલિકો અને કોચિંગ સ્ટાફના સભ્યો હાજર રહે તેવી શક્યતા છે. બીસીસીઆઈએ આ હરાજી અંગે કોવિડ (IPL New Covid Rule) સંબંધિત નિયમો પણ બનાવ્યા છે.
હરાજી માટે 1,214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ BCCI એ શોર્ટલીસ્ટ કરી અન્ય ખેલાડીઓને કાપી નાખ્યા છે. શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓમાંથી કુલ 370 ભારતીય ખેલાડીઓ છે જ્યારે 220 વિદેશી ખેલાડીઓ છે.
બીસીસીઆઈ માટે કોવિડના સમયમાં લીગનું આયોજન કરવું એક પડકારજનક છે, લીગ જ નહીં, આ મહામારીને કારણે લોકોને એક જગ્યાએ એકઠા કરવા પણ એક પડકાર છે જેનો બીસીસીઆઈને હરાજી દરમિયાન સામનો કરવો પડશે. તેથી બોર્ડે IPL 2022 હરાજી માટે નવા કોવિડ નિયમો જાહેર કર્યા છે. આ નિયમો શું છે અમે તમને જણાવી રહ્યા છીએ.
આઇપીએલ 2022 હરાજી માટે નવા કોવિડ નિયમો
- તમામ ફ્રેન્ચાઈઝીઓએ 4 ફેબ્રુઆરી સુધીમાં હરાજીમાં ભાગ લેનારા લોકોના નામ મોકલવાના હતા.
- તમામ 10 ફ્રેન્ચાઈઝીના મળીને 80 થી વધુ લોકો હરાજીમાં ભાગ લઈ શકશે નહીં.
- કુલ સંખ્યા 80 થાય ત્યાં સુધી મહત્તમ માત્ર 10 ખેલાડીઓ જ ફ્રેન્ચાઈઝીથી ભાગ લઈ શકે છે.
- હરાજીમાં ભાગ લેનારાઓએ 11 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યા સુધીમાં બેંગલુરુ પહોંચવાનું રહેશે.
- ફ્રેન્ચાઇઝીમાં વિદેશી લોકોએ હરાજીમાં ભાગ લેતા પહેલા સાત દિવસનો ક્વોરેન્ટાઇન સમયગાળો પસાર કરવો જરૂરી છે.
- હરાજીમાં ભાગ લેનારાઓએ હરાજીના 72 કલાકની અંદર બે કોવિડ આરટી-પીસીઆર પરીક્ષણોમાંથી પસાર થવું પડશે.
- 12 અને 13 ફેબ્રુઆરીએ હરાજીમાં ભાગ લેનારાઓ માટે બે કોવિડ ટેસ્ટ કરવામાં આવશે. એક ટેસ્ટ રાત્રે 12 વાગ્યે અને બીજો સવારે 7 વાગ્યે લેવામાં આવશે.
- હરાજીમાં ભાગ લેનારા તમામ લોકોએ તેમનુ રસીકરણ/બૂસ્ટર વિગતો BCCI મેડિકલ ટીમ સાથે શેર કરવાની રહેશે.
- હરાજીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ અંદર હંમેશા માસ્ક પહેરવું ફરજિયાત છે.