AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Auction: ટીમ ધોનીની નજરમાં છે આ ખેલાડીઓ, ચેન્નાઇ સુપર કિંગ્સ તેમને ખરીદવા માટે ખજાનો ખુલ્લો મુકી દેશે!

IPL 2022 Auction: ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) મેગા ઓક્શન પહેલા ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે અને તેમની પાછળ 42 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

IPL 2022 Auction: ટીમ ધોનીની નજરમાં છે આ ખેલાડીઓ, ચેન્નાઇ સુપર કિંગ્સ તેમને ખરીદવા માટે ખજાનો ખુલ્લો મુકી દેશે!
Chennai Super Kings 2021 ની વિજેતા ટીમ છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 10:52 PM
Share

IPL 2022 ની હરાજી (IPL 2022 Auction) નું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. 12 અને 13 મેના રોજ, 10 ટીમોના માલિકો IPLની 15મી સિઝન માટે બેંગલુરુ આવશે અને મેગા ઓક્શનનો ભાગ બનશે. આમાંથી એક નામ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) નું છે. IPLની સૌથી સફળ ટીમોમાંથી એક. આ ટીમ જેટલી વખત આઈપીએલમાં રમી છે તેમાંથી, માત્ર એક જ વખત વર્ષ 2020 સિવાય દર વખતે પ્લેઓફમાં પહોંચી છે. ચાર વખત ટાઇટલ જીત્યું છે અને નવ વખત ફાઇનલમાં પહોંચ્યું છે. મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ની કપ્તાની હેઠળ, CSKએ પોતાની જાતને એક સફળ ટીમ તરીકે સ્થાપિત કરી છે. આઈપીએલની અન્ય કોઈ ટીમમાં આવી કંસિસ્ટંન્સી નથી.

હવે IPL 2022માં આ ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ તરીકે મેદાનમાં ઉતરશે. પરંતુ તે પહેલા તેણે એવા ખેલાડીઓને હરાજીમાં લેવા પડશે જે તેની પ્રતિષ્ઠા અને પરંપરાને આગળ લઈ શકે. બધાની નજર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કોચ સ્ટીફન ફ્લેમિંગની જોડી પર રહેશે. સીએસકેની વિશેષતા એ છે કે ટીમનો અનુભવ પર ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ હવે ટીમને ફરીથી તૈયાર કરવાનો સમય આવી ગયો છે. આવી સ્થિતિમાં તેને પણ યુવા ઉત્સાહની જરૂર પડશે.

CSKએ આ ખેલાડીઓને રિટેન કર્યા હતા

રવિન્દ્ર જાડેજા (રૂ. 16 કરોડઃ તેને પ્રથમ પ્રાથમિકતાના રુપે જાળવી રાખવામાં આવ્યો હતો. જાડેજાને CSKનો ભાવિ કેપ્ટન માનવામાં આવી રહ્યો છે.

એમએસ ધોની (રૂ. 12 કરોડ): ટીમનો કેપ્ટન છે પરંતુ તેને બીજી પ્રાથમિકતા તરીકે જાળવી રાખવામાં આવ્યો હતો. આ તેની છેલ્લી સિઝન હોઈ શકે છે.

મોઈન અલી (રૂ. 8 કરોડ): ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડરે તેની રમતથી એક છાપ છોડી. આના પરિણામે તેને ત્રીજા ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે.

ઋતુરાજ ગાયકવાડ (6 કરોડ રૂપિયા): તે 2019માં આ ટીમ સાથે સંકળાયેલો હતો. અત્યારે તે ટીમનો મુખ્ય ખેલાડી છે. છેલ્લી બે સીઝનથી કમાલ કરી રહ્યો છે.

CSK પાસે કેટલું બજેટ છે?

ચેન્નાઈ સુપર કિંગ્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. તેના કારણે તેના પર્સમાં90 માંથી 42 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા છે. હવે તેમની પાસે 48 કરોડ બચ્યા છે. આ 48 કરોડમાંથી CSKએ પોતાની ટીમ બનાવવાની છે.

CSK કયા ખેલાડીઓ લઈ શકે છે?

જો કે, ચેન્નાઈની ટીમે છેલ્લી ઓક્શનમાં અનુભવ પર ભાર મૂક્યો હતો. તેની સાથે પહેલાથી જ રહેલા ખેલાડીઓને પણ લીધા હતા. પરંતુ હવે પરિસ્થિતિ જુદી છે. ડ્વેન બ્રાવો, ઈમરાન તાહિર, સુરેશ રૈના, અંબાતી રાયડુ જેવા ખેલાડીઓ એ ઉંમરે છે જ્યાં નિવૃત્તિનો વિચાર કરવામાં આવે. આવી સ્થિતિમાં IPL 2022ની હરાજીમાં CSKની રણનીતિ શું હશે તે કહેવું મુશ્કેલ છે. તેમ છતાં, એવું અનુમાન કરી શકાય છે કે યુવાનો સાથેના અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે. CSK અનુમાનના આધારે આ ખેલાડીઓની પસંદગી કરી શકે છે.

કુલદીપ યાદવ: CSK એ કોઈ રિસ્ટ સ્પિનરને જાળવી રાખ્યો નથી. આ સંદર્ભમાં કુલદીપ યાદવ સારો દાવ સાબિત થઈ શકે છે. તેઓ યુવાન છે. તેમજ ધોની સાથે ભારતીય ટીમમાં રમતી વખતે તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. તેનું તાજેતરનું ફોર્મ ચિંતાજનક રહ્યું છે પરંતુ કુલદીપની પ્રતિભા પર કોઈને શંકા નથી. કુલદીપ યાદવ હરાજી દરમિયાન વધુ ટીમોમાં રસ લેશે નહીં. CSKને આનો લાભ મળી શકે છે અને તેઓ આ સ્પિનરને વ્યાજબી રકમમાં લઈ શકે છે.

દીપક ચહર-શાર્દુલ ઠાકુર: આ બંને 2018થી ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય બોલર છે. બંને નીચલા ક્રમમાં પણ રન બનાવી શકે છે. આવી સ્થિતિમાં દીપક અને શાર્દુલની ઘણી માંગ રહેશે. ચેન્નાઈ ઈચ્છશે કે બેમાંથી ઓછામાં ઓછો એક તેની પાસે પાછો આવે. તેમના આગમન સાથે, CSK એક રીતે તેમની મુખ્ય ટીમનું પુનઃનિર્માણ કરી શકે છે. આ તેને તેની વ્યૂહરચના લાગુ કરવામાં પણ મદદ કરશે.

દેવદત્ત પડિકલ: બધાની નજર આ યુવા ડાબા હાથના બેટ્સમેન પર પણ રહેશે. જ્યારે આરસીબીએ દેવદત્તને રિટેન ન કર્યો ત્યારે બધાને આશ્ચર્ય થયું. પરંતુ આ પગલાથી આઈપીએલની બાકીની નવ ટીમો માટે તક ખુલી ગઈ. દેવદત્ત યુવાન છે, આવી સ્થિતિમાં ભવિષ્યમાં કેપ્ટન તરીકે તે પણ દાવેદાર બની શકે છે. CSK પાસે પહેલેથી જ ઋતુરાજ ગાયકવાડ છે. દેવદત્ત આવશે તો તેની ઓપનીંગની ચિંતાનો અંત આવશે.

ફાફ ડુ પ્લેસિસ: આ દક્ષિણ આફ્રિકાનો ખેલાડી 2016 અને 2017ની સીઝનમાં જ્યારે ટીમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તે સમયગાળા સિવાય હંમેશા CSKમાં રહ્યો છે. ફાફ ડુ પ્લેસિસને ધોનીની ટીમે ત્યારે લીધો હતો જ્યારે ભારતમાં ઘણા લોકો આ ખેલાડીને ઓળખતા પણ ન હતા. ત્યારે આ ખેલાડીએ પણ શાનદાર રમત બતાવી છે. ઓપનિંગ હોય કે મિડલ ઓર્ડર, દરેક જગ્યાએ રન બનાવ્યા. તેની ફિલ્ડિંગ બોનસ રહે છે.

શાહરૂખ ખાન: આ યુવા ફિનિશર માટે હરાજીમાં ઘણા પૈસાનો વરસાદ થવાનો છે. શાહરૂખ ખાને તાજેતરના વર્ષોમાં ફિનિશરની ભૂમિકામાં જે રીતે ઓળખ બનાવી છે તે આશ્ચર્યજનક છે. પંજાબ કિંગ્સે તેને મેગા ઓક્શન પહેલા રિલીઝ કર્યો હતો. આનાથી CSK માટે તક ઉભી થઈ છે. જો શાહરુખ ખાન તમિલનાડુથી આવે છે, તો તેનું લોકલ કનેક્ટ પણ ત્યાં જ હશે.

આ પણ વાંચોઃ U19 World Cup વિજેતા ટીમ ઇન્ડિયાનો આ યુવા ક્રિકેટર ATS અધિકારીનો પુત્ર, 16 વર્ષની ઉંમરે ગુજરાત અને સૌરાષ્ટ્ર સામે સદી અને બેવડી સદીથી ધમાલ મચાવી હતી

આ પણ વાંચોઃ IPL 2022 Auction: દિગ્ગજો થી લઇ નવા સ્ટાર ખેલાડીઓ સુધી જાણો ક્યા ક્યા ખેલાડીઓ પર લાગશે બોલી, જુઓ 590 ક્રિકેટરોના નામની યાદી

g clip-path="url(#clip0_868_265)">