IPL 2022: અજિંક્ય રહાણે KKR માટે RCB સામે ઓપનીંગ કરવા માટે ઉતરતા મેળવી શકશે આ ખાસ ઉપલબ્ધી, ખાસ યાદીમાં થશે સામેલ

|

Mar 30, 2022 | 11:50 AM

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી છેલ્લી મેચમાં અજિંક્ય રહાણેએ પણ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઓપનિંગ કર્યું હતું. તે મેચમાં તેણે 34 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા.

IPL 2022: અજિંક્ય રહાણે KKR માટે RCB સામે ઓપનીંગ કરવા માટે ઉતરતા મેળવી શકશે આ ખાસ ઉપલબ્ધી, ખાસ યાદીમાં થશે સામેલ
Ajinkya Rahane 4 હજાર રન પહોંચવાથી માત્ર 15 રન દૂર છે

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની (IPL 2022) ની પિચ પર, KKR એ CSK ને હરાવીને તેની પ્રથમ મેચ જીતી લીધી છે. અને, હવે તેને બીજી મેચ RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) સામે રમવાની છે. આ મેચમાં અજિંક્ય રહાણે (Ajinkya Rahane) ફરી એકવાર કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે. જો આમ થશે તો તેની નજર રેકોર્ડ હાંસલ કરવા પર હશે. તે ઉંચાઈને સ્પર્શ કરવી પડશે, જ્યાં સુધી IPLની પિચ પર ઘણા ઓછા ખેલાડીઓ પહોંચ્યા છે. આ રેકોર્ડ IPLમાં રનની સંખ્યા સાથે સંબંધિત છે, જેના માટે અજિંક્ય રહાણેને સદી કે અડધી સદી ફટકારવાની જરૂર નથી. તે માત્ર 15 રન બનાવશે અને કામ થઈ જશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી છેલ્લી મેચમાં અજિંક્ય રહાણેએ પણ કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઓપનિંગ કર્યું હતું. તે મેચમાં તેણે 34 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. રહાણેની ઈનિંગ્સે ટીમનો પાયો નાખ્યો અને બાકીના ખેલાડીઓએ તેને વિજયની ઉંચી ઈમારતમાં ફેરવી નાખ્યો.

રહાણે IPLમાં 4 હજારની ક્લબમાં જોડાવવાથી માત્ર 15 રન દૂર

હવે જાણો અજિંક્ય રહાણેએ બનાવેલા રેકોર્ડ વિશે. રહાણે જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 15 રન બનાવશે તો તે IPLમાં તેના 4000 રન પૂરા કરશે. અને આ સીમાચિહ્નને સ્પર્શનાર 9મો ભારતીય બનવાની સાથે તે 12મો બેટ્સમેન બનશે. પરંતુ, તે આ સ્થાને સૌથી ઝડપી પહોંચનાર 5મો બેટ્સમેન હશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અજિંક્ય રહાણેએ અત્યાર સુધી 152 મેચની 142 ઇનિંગ્સમાં 121.45ના સ્ટ્રાઇક રેટથી 3985 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 28 અડધી સદી ફટકારી છે.

 

આ પણ વાંચોઃ PAK vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન ઘર આંગણે જ લાચાર, પ્રથમ વન ડેમાં કારમી હાર સાથે મળ્યુ મોટું નુકશાન

આ પણ વાંચોઃ IPL 2022: કેન વિલિયસમે હાર સાથે સહવી પડી સજા, હૈદરાબાદની ટીમને રાજસ્થાન રોયલ્સ સામે આ ભૂલ પડી ભારે

Published On - 11:45 am, Wed, 30 March 22

Next Article