AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021: વિરાટ કોહલીના બેટનો દમ પડ્યો મંદ, રન બનાવવાના મામલામાં ટોપ-10માં પણ સમાવેશ નહી, કોહલી થી ત્રિપાઠી આગળ

વિરાટ કોહલી (Virat Kohli) ની ટક્કર આજે રોહિત શર્મા સામે થનારી છે. કોહલી માટે સિઝનનો બીજો તબક્કો મુશ્કેલ થઇ રહ્યો છે. સાથે જ સિઝનમાં તેના બેટની પણ કસોટી થવા લાગી છે.

IPL 2021: વિરાટ કોહલીના બેટનો દમ પડ્યો મંદ, રન બનાવવાના મામલામાં ટોપ-10માં પણ સમાવેશ નહી, કોહલી થી ત્રિપાઠી આગળ
Virat Kohli
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2021 | 12:20 PM
Share

IPL 2021 માં આજે વિરાટ કોહલી (Virat Kohli) ની કસોટી થનારી છે. વિરાટ કોહલીની ટીમ RCB આજે રોહિત શર્મા (Rohit Sharma) ની મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) સામે ટકરાશે. જોકે વિરાટ કોહલીની પરીક્ષા કેપ્ટનશીપની તો થઇ જ રહી છે, પરંતુ હવે બેટ્સમેન તરીકે પણ થઇ રહી છે. કોહલીની મુશ્કેલીઓ હવે બેટ્સમેન તરીકે પણ વધેલી જોવા મળી રહી છે. કોહલી રનના મામલામાં ટોપ ટેનમાં પણ સમાવેશ થતો નથી. આમ કોહલીની હાલત રનના મામલામાં કંગાળ બની છે.

આંતરરાષ્ટ્રીય મેચ હોય કે લીગ મેચ વિરાટ કોહલીના બેટ પર વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર જરુર રહેતી હોય છે. કારણ કે તેનુ બેટ ખૂબ બોલતુ આવ્યુ છે. તે મેદાને ઉતરે એટલે કોહલીના માટે રેકોર્ડ બુકમાં નામ લખાવવુ સામાન્ય બાબત રહેતી હતી. પરંતુ હવે કોહલીની રમત જાણે મંદ પડી ગઇ હોય એવો અહેસાસ વિરાટ ના ચાહકોને લાગી રહ્યુ છે.

તાજેતરમાં આઇપીએલમાં વિરાટ કોહલીએ વર્તમાન સિઝન બાદ કેપ્ટનશિપ છોડી દેવાનુ જણાવી દીધુ હતુ. તેની કેપ્ટનશિપમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore ) એક પણ વાર આઇપીએલ ટ્રોફી જીતી શકી નથી. આમ તેની કેપ્ટનશિપને લઇને આંગળીઓ ઉઠવા લાગી હતી. પરંતુ હવે આ સિઝનના અંત સુધીમાં કોહલીના બેટ થી રન નવી વરસે તો તેના માટે સિઝનનો અંત વધુ મુશ્કેલ બનતો જશે.

વિરાટ કોહલી આઇપીએલ 2021 ના રનના મામલાની ટોપ ટેન યાદીમાં પણ સમાવેશ નથી. તે છેક 12 ક્રમે રને રન બનાવવાના મામલે છે. તેના થી આગળ રાહુલ ત્રિપાઠી, રોહિત શર્મા, ઋષભ પંત, મંયક અગ્રવાલ અને પૃથ્વી શો છે. તો શિખર ધવન તો આ યાદીમાં ટોચ પર છે. વિરાટ કોહલીનો એક સમયે આ યાદીમાં દબદબો રહેતો હતો, પરંતુ તે પણ હવે ઓસરાતો જતો લાગી રહ્યો છે.

2 અર્ધશતક 9 મેચમાં નોંધાવ્યા

વિરાટ કોહલીએ સિઝનમાં 9 મેચ માં 9 ઇનીંગ રમી છે. જેમાં તેણે 123.07 ની સ્ટ્રાઇક રેટથી 256 રન નોંધાવ્યા છે. કોહલીનો સિઝનનો શ્રેષ્ઠ દેખાવ અણનમ 58 રનનો રહ્યો છે. તેણે સિઝનમાં 2 અર્ધશતક નોંધાવ્યા છે. સિઝન દરમ્યાન તેણે 28 ચોગ્ગા લગાવ્યા છે અને 5 છગ્ગા લગાવ્યા છે. સિઝનમાં કોહલીની એવરેજ 32ની રહી છે. કોહલી માટે હવે મર્યાદિત તક સિઝનમાં પોતાના સ્કોરને સુધારવાની રહી છે. આ માટે હવે તેણે ખુલીને પોતાની અસલી રમત દર્શાવવી જરુરી બની ગઇ છે.

આ પણ વાંચોઃ Cricket: ટીમ ઇન્ડીયાના પૂર્વ વિકેટકીપર અને કોમેન્ટેટર પાર્થિવ પટેલના પિતા અજયભાઇ પટેલનુ અવસાન

આ પણ વાંચોઃ IPL 2021 Purple Cap: પંજાબ કિંગ્સના ઝડપી બોલર શામી એ રાશિદ ખાનને હટાવી ટોપ-5 માં મેળવ્યુ સ્થાન, હર્ષલ પટેલનુ સ્થાન અડગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">